Home તાજા સમાચાર gujrati દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

7
0

Source : BBC NEWS

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

નાના પાટેકરનું નિધન થઈ ગયું છે. જાણકારી પ્રમાણે નાના પાટેકરને સવારે 5-20 કલાકે ગોવાની મણિપાલ હૉસ્પિટલની મેડિકલ ટીમે મૃત ઘોષિત કર્યા.

બીબીસી મરાઠીના સહયોગી પ્રાચિ પ્રતિભા શિરિષ સાથે ફોન પર થયેલી વાતચીતમાં નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે તેમના પિતાના નિધનની પુષ્ટિ કરી છે.

એક જાણકારી પ્રમાણે, ગોવામાં તેઓ તેમના ઘરે હતા ત્યારે તેમને અચાનક દર્દ ઉપડ્યું હતું. ત્યાર બાદ તેમના ફ્લૅટ પર એક મેડિકલ ટીમ પહોંચી હતી જ્યાં તેઓ બેહોશ મળી આવ્યા હતા.

મેડિકલ ટીમે તેમને સારવાર આપવાની કોશિશ કરી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન તેમને 5-20 કલાકે મૃત ધોષિત કર્યા હતા.

હૉસ્પિટલ સાથે જોડાયેલા વરિષ્ઠ ડૉક્ટર શેખર સાલકરે આ જાણકારી આપી હતી. સાલકરે જણાવ્યું કે સતત 45 મિનિટ સુધી સીપીઆર આપવા છતાં તેમને બચાવી શકાયા નહોતા.

છેલ્લે નાના પાટેકર વિશાલ ભારદ્વાજની રોમાંટિક ઍક્શન થ્રિલર ફિલ્મ ઓ’રોમિયોમાં નજર આવ્યા હતા. જેમાં શાહિદ કપુર અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં હતાંય ફેબ્રુઆરી 2026માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં પાટેકરે મુંબઈ ઇન્ટેલિજન્સ બ્યૂરોના પ્રમુખ ઇસ્લાઇલ ખાનની ભૂમિકા ભજવી હતી.

તેમણે અનિલ કપુરની સુબેદારમાં પણ અભિનય કર્યો હતો, જેનો પ્રીમિયર માર્ચ 2026માં પ્રાઇમ વીડિયો પર થયો હતો.

તે પહેલાં તેઓ હાઉસફુલ-5 (2025) અને વનવાસ (2024)માં અભિનય કરતા જોવા મળ્યા હતા. પાટેકરે 2026માં પ્રકાઝ ઝાની રાજનીતિક ડ્રામા સિરીઝ સંકલ્પથી ઓટીટી પર પણ ડૅબ્યૂ કર્યો હતો. જેમાં તેમણે માટ સાહેબ-કનૈયાલાલની કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.

નાના પાટેકરના નિધન પર વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “એક શાનદાર અભિનેતા, પરંતુ સૌથી વધુ એક પ્રેમાળ મિત્ર, નાના પાટેકર હવે નથી રહ્યા. થોડી વાર પહેલાં તેમનું ગોવામાં નિધન થઈ ગયું. કાલે જ તેમની સાથે વાત થઈ હતી. તેમના છેલ્લા શબ્દ હતા ‘કાલજી ધે રાજા’ (તારું ધ્યાન રાખજે, રાજા)”

“હું તમને પરદા પર અને પરદા બહાર ઘણો યાદ રાખીશ, નાના સાહેબ, સારા અને ખરાબ સમયમાં તમે હંમેશાં મારી સાથે ઊભા રહ્યા, ઓમ શાંતિ.”

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “ભારતીય ફિલ્મ જગતના વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચાર ઘણા સ્તબ્ધ કરનારા છે. તેમના પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ.”

“નાના અને મારી વચ્ચે ઘણા નજીકના અને મિત્રતાભર્યા સંબંધ હતા. પોતાના દમદાર અભિનય મારફતે નાના પાટેકરે મરાઠી અને હિંદી સિનેમામાં પાંચ દાયકાઓથી વધુ સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું. સંવાદ બોલવાની પોતાની વિશિષ્ઠ શૈલીથી તેમણે ફિલ્મમાં ઘણા કિરદારોને અમર કરી દીધા અને પોતાની અલગ ઓળખ બનાવી.”

“તેમનું નિધન ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મોટી ક્ષતિ છે. નામ ફાઉન્ડેશન મારફતે મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં જલ સંરક્ષણ અને જલગ્રહણ ક્ષેત્ર પ્રબંધનમાં પણ તેમણે જે કામ કર્યું છે. તે ઉલ્લેખનીય અને મહત્ત્વપૂર્ણ છે. આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારો પ્રત્યે તેમની મદદને કારણે ઘણા પરિવારોને સહાય મળી. નાના ન માત્ર સારા કલાકાર અને અભિનેતા જ નહોતા પરંતુ સમાજ પ્રત્યે સંવેદનશીલ વ્યક્તિત્વ પણ હતા. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે. ઓમ શાંતિ.”

નાના પાટેકરની ફિલ્મી સફર

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર

નાના પાટેકર હિંદી અને મરાઠી સિનેમાના સૌથી ચર્ચિત અભિનેતાઓમાંના એક હતા અને તેમની કારકિર્દીની સફર અનેક દાયકાઓ સુધી ફેલાયેલી હતી. તેમનો અભિનયપરિંદા, પ્રહાર: ધ ફાઇનલ ઍટેક, ક્રાંતિવીર, અગ્નિ સાક્ષી, ખામોશી: ધ મ્યુઝિકલ, અબ તક છપ્પન અને વેલકમ જેવી ફિલ્મોમાં ખૂબ લોકપ્રિય રહ્યું.

અભિનય ઉપરાંત પાટેકરે ‘પ્રહાર: ધ ફાઇનલ ઍટેક’નું દિગ્દર્શન પણ કર્યું હતું. સિનેમા અને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ ગમનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 2000ના દાયકાની શરૂઆતમાં તેમના અભિનયને વ્યાપક પ્રશંસા મળી, ખાસ કરીને શક્તિ: ધ પાવર (2002), અબ તક છપ્પન (2004), અપહરણ (2005) અને ટૅક્સી નંબર 9211 (2006)માં.

2007માં આવેલી કૉમેડી ફિલ્મ વૅલકમમાં ગેંગસ્ટર ઉદય શેટ્ટીના પાત્ર દ્વારા તેમણે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. તેમણે વૅલકમ બૅક (2015)ની સિક્વલમાં પણ આ પાત્ર ફરી ભજવ્યું હતું.

પાટેકરે કૉમેડી થ્રિલર હાઉસફુલ 5માં પણ સહાયક ભૂમિકા ભજવી હતી.

2010માં તેઓ રાજકીય થ્રિલર રાજનીતિમાં જોવા મળ્યા હતા, જેના માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે પાંચમી વખત ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

અભિનય ઉપરાંત પાટેકરે પ્લેબૅક સિંગિંગમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. તેમણે યશવંત (1997), વજુદ (1998) અને આંચ (2003) જેવી ફિલ્મોમાં ગાયક તરીકે પણ યોગદાન આપ્યું હતું.

ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દી પછી નાના પાટેકરનું અવસાન થયું, જે દરમિયાન તેમણે અભિનય, દિગ્દર્શન અને નાટ્યક્ષેત્ર એમ ત્રણેય ક્ષેત્રોમાં કામ કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS