Home તાજા સમાચાર gujrati પાકિસ્તાનમાં બનેલી ફતહ-4 ક્રૂઝ મિસાઇલના નવા વર્ઝનમાં શું ખાસ છે?

પાકિસ્તાનમાં બનેલી ફતહ-4 ક્રૂઝ મિસાઇલના નવા વર્ઝનમાં શું ખાસ છે?

2
0

Source : BBC NEWS

પાકિસ્તાનમાં બનેલી  ફતહ-4 ક્રુઝ મિસાઇલના લાંબા અંતરવાળા નવા વર્ઝનમાં શું ખાસ છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત પાકિસ્તાન યુદ્ધ ઑપરેશન સિંદૂર સમાચાર ન્યૂઝ અપડેટ

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે દેશમાં તૈયાર કરાયેલી ફતહ-4 ક્રૂઝ મિસાઇલના નવા અને વધુ અંતર સુધી મારનારા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે.

આ એક ‘ગ્રાઉન્ડ લૉન્ચ્ડ ક્રૂઝ મિસાઇલ’ છે. એટલે કે આ મિસાઇલ જમીન પરથી છોડવામાં આવતી હોય છે.

પાકિસ્તાની સેનાની મીડિયા શાખા આઈએસપીઆરએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ મિસાઇલમાં ઉડાન અને દિશા નક્કી કરનારી અત્યંત આધુનિક ટૅક્નૉલૉજી અને ઉપકરણો લગાવવામાં આવ્યાં છે.

આઈએસપીઆર મુજબ, આ મિસાઈલ લાંબા અંતરે સ્થિત ઠેકાણાં પર ખૂબ જ સચોટ હુમલો કરી શકે છે અને ભારી તબાહી મચાવી શકે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પરીક્ષણ દરમિયાન મિસાઇલમાં લગાવવામાં આવેલી અલગ-અલગ સિસ્ટમની તકનીકી તપાસ પણ કરવામાં આવી હતી.

આ સિસ્ટમ મિસાઇલની ચોકસાઈ અને ક્ષમતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવી છે.

આઈએસપીઆરે જણાવ્યું કે, પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેને બનાવનાર સંસ્થાનના વૈજ્ઞાનિકો અને ઇજનેરોએ પણ આ પરીક્ષણ નિહાળ્યું.

પાકિસ્તાની સેનાના નિવેદન મુજબ, આ મિસાઇલ જમીનની ખૂબ નજીક ઊડી શકે છે.

આ કારણસર તે દુશ્મનની મિસાઈલ સુરક્ષા પ્રણાલીને થાપ આપીને પોતાના લક્ષ્ય પર અત્યંત સચોટ હુમલો કરી શકે છે.

પાકિસ્તાન પાસે પહેલાથી જ ફતહ સિરીઝની ત્રણ મિસાઇલો છે, જેમાં ફતહ-1, ફતહ-2 અને ફતહ-3 સામેલ છે.

આ વર્ષે સાત મેના રોજ આઈએસપીઆરે એક વીડિયોમાં ફતહ-3 ક્રૂઝ મિસાઇલને પહેલીવાર બતાવી હતી. તે સમયે તેની સરખામણી ભારતની બ્રહ્મોસ મિસાઇલ સાથે કરવામાં આવી રહી હતી.

ટૉરોન્ટોસ્થિત સંરક્ષણ સંબધિત સમાચાર અને વિશ્લેષણ સાથે જોડાયેલા ગ્રૂપ ‘કુવા’ મુજબ, પાકિસ્તાને વર્ષ 2021માં પહેલીવાર ફતહ-1 સિરીઝની મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ 140 કિલોમીટર સુધી ટાર્ગેટને માર કરી શકતી હતી.

વર્ષ 2024માં પાકિસ્તાને ફતહ-2ને પોતાનાં હથિયારોમાં સામેલ કરી હતી. આ મિસાઇલ 400 કિલોમીટર સુધી માર કરી શકે છે. ત્યારબાદ આ વર્ષે મે મહિનામાં ફતહ-3 મિસાઇલને પહેલીવાર વિશ્વની સામે રજૂ કરવામાં આવી.

‘આ મિસાઇલ જમીનથી ખૂબ જ ઓછી ઊંચાઈ પર પણ ઊડી શકે છે’

પાકિસ્તાનમાં બનેલી  ફતહ-4 ક્રુઝ મિસાઇલના લાંબા અંતરવાળા નવા વર્ઝનમાં શું ખાસ છે? પાકિસ્તાનમાં બનેલી  ફતહ-4 ક્રુઝ મિસાઇલના લાંબા અંતરવાળા નવા વર્ઝનમાં શું ખાસ છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત પાકિસ્તાન યુદ્ધ ઑપરેશન સિંદૂર સમાચાર ન્યૂઝ અપડેટ

પાકિસ્તાન વાયુસેનાના નિવૃત્ત ઍર કૉમોડોર ઓવૈસ ખાન કહે છે કે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી અથડામણ પછી પાકિસ્તાને ફતહ સિરીઝની મિસાઇલો બનાવવા પર વધુ ધ્યાન આપ્યું છે.

તેમણે બીબીસી ન્યૂઝ ઉર્દૂને જણાવ્યું હતું કે નવી ફતહ-4ની નવી મિસાઇલ 330 કિલો સુધીનું પારંપરિક પેલોડ લઈ જઈ શકે છે.

તેમણે કહ્યું કે મિસાઇલને દિશા બતાવનારી સિસ્ટમ ઝડપી ઇલેક્ટ્રોનિક અવરોધ છતાં પોતાની મેળે કામ કરી શકે છે.

જામિંગ એ ઇલેક્ટ્રોનિક હસ્તક્ષેપ પેદા કરીને મિસાઇલની નેવિગેશન સિસ્ટમને વિક્ષેપિત કરવાની ક્રિયા છે.

ઓવૈસ ખાન કહે છે, “આની ગતિ મૅક 0.7 એટલે કે 864 કિલોમીટર પ્રતિ કલાક જણાવવામાં આવી રહી છે. આ સબસોનિક મિસાઇલ છે. એટલે કે તેની ગતિ અવાજની ગતિ કરતા ઓછી છે. એવું પણ જાણવા મળ્યું છે કે તેની ચોકસાઈ લગભગ પાંચ મીટર છે. આ મિસાઇલનું 750 કિલોમીટર સુધીનાં લક્ષ્યોને મારવા માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.”

“વધુ અંતર માટે પણ તેને ઓછી ઊંચાઈ પર ઉડાડીને પરીક્ષણ કરવામાં આવ્યા છે. આની સૌથી મોટી ખાસિયત દુશ્મનની રડાર સિસ્ટમને થાપ આપીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની ક્ષમતા છે.”

તેમણે કહ્યું, “દુશ્મનના રડાર નેટવર્કથી બચવા માટે, તે જમીનથી ફક્ત 50 મીટર ઉપર ઊડી શકે છે.”

ફતહ-4નું નવું વર્ઝન

સંરક્ષણ બાબતોના સંશોધક બિલાલ હુસૈન ખાનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેના દ્વારા જાહેર કરવામાં આવેલ વીડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ ફતહ-4નું નવું સંસ્કરણ છે, જેને ફતહ-4 ઈઆર કહેવામાં આવે છે.

“ફતહ-4 ઈઆર અગાઉના ફતહ-4 કરતાં કદમાં મોટી લાગે છે,” તેમણે બીબીસી ન્યૂઝ ઉર્દૂને જણાવ્યું.

આઈએસપીઆરએ પુષ્ટિ આપી છે કે, આ નવું સંસ્કરણ પહેલાં કરતાં વધુ રેન્જ પર લક્ષ્યોને ટાર્ગેટ કરી શકે છે.

જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે તેની સ્ટ્રાઇકિંગ રેન્જ કેટલી વધારવામાં આવી છે.

બિલાલ હુસૈન કહે છે, “અમારા તાજેતરના રિપોર્ટિંગમાં, અમે તારણ કાઢ્યું છે કે પાકિસ્તાની સેના લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલો મેળવવા પર કામ કરી રહી છે.”

“ખાસ કરીને એવી મિસાઇલો પર કામ ચાલી રહ્યું છે જે એક હજાર કિલોમીટરથી વધુ અંતરે લક્ષ્યોને ટાર્ગેટ કરી શકે.”

તેમના મતે, “હાલની ફતહ-4ની સ્ટ્રાઇક રેન્જ 750 કિલોમીટર છે. અગાઉ બાબર-1ની રેન્જ 900 કિલોમીટર હોવાનું કહેવાય છે.”

“તેથી, ફતહ-4 ઇઆર અસલમાં કેટલી અંતર સુધી ટાર્ગેટ કરી શકે છે, તેની પુષ્ટિ કરી શકાતી નથી.”

“પરંતુ મને લાગે છે કે એવું માનવું યોગ્ય હશે કે તેની પ્રહારની રેન્જ એક હજાર કિલોમીટરથી વધુ હોઈ શકે છે.”

તેમનું કહેવું છે કે, પાકિસ્તાની સેનાનું આગામી સંભવિત લક્ષ્ય તેની સ્ટ્રાઇક રેન્જ 1200 થી 1500 કિલોમીટર સુધી વધારી શકે છે.

બિલાલ હુસૈનના મતે, અંતરમાં વધારા ઉપરાંત ફતહ-4ની રચનામાં પણ કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો પણ દેખાઈ રહ્યા છે.

“તેની ફરતી પાંખો મિસાઇલની અંદર હોવાને બદલે તેની બહાર લગાવવામાં આવેલી છે,” તેઓ કહે છે.

“આનાથી મિસાઇલનું ઉત્પાદન પહેલા કરતાં વધુ સરળ બનશે અને તેની કિંમત પણ ઘટી શકે છે.”

“રેન્જ વધારવા માટે, મિસાઇલની રચનાને પણ મોટી કરવામાં આવી છે જેથી વધુ ઈંધણ સમાઈ શકે.”

બિલાલ હુસૈન કહે છે, “આ એક સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જે લાંબા અંતરનાં જમીન પરનાં લક્ષ્યો પર હુમલો કરવા માટે રચાયેલી છે.”

“તેની ભૂમિકા ફતહ-1, ફતહ-2 અને ફતહ-3 કરતાં અલગ છે. તેનો ઉપયોગ લાંબા અંતરના હુમલાઓ માટે કરવામાં આવશે.”

ભવિષ્યનાં યુદ્ધોમાં ક્રૂઝ મિસાઇલોની શું ભૂમિકા હશે?

પાકિસ્તાનમાં બનેલી  ફતહ-4 ક્રુઝ મિસાઇલના લાંબા અંતરવાળા નવા વર્ઝનમાં શું ખાસ છે? પાકિસ્તાનમાં બનેલી  ફતહ-4 ક્રુઝ મિસાઇલના લાંબા અંતરવાળા નવા વર્ઝનમાં શું ખાસ છે? બીબીસી ગુજરાતી ગુજરાત ભારત પાકિસ્તાન યુદ્ધ ઑપરેશન સિંદૂર સમાચાર ન્યૂઝ અપડેટ

સંરક્ષણ બાબતોના નિષ્ણાતો એ પણ નિર્દેશ કરે છે કે, ભારત અને પાકિસ્તાન બંને પાસે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો છે.

આ મિસાઇલો ભવિષ્યનાં યુદ્ધોને ભૂતકાળનાં યુદ્ધો કરતાં ખૂબ જ અલગ બનાવી શકે છે. સુપરસોનિક મિસાઇલો અવાજની ગતિ કરતાં વધુ ઝડપથી ઊડે છે.

પાકિસ્તાની આર્મીના ભૂતપૂર્વ બ્રિગેડિયર અને સંરક્ષણ નિષ્ણાત ડૉ. તુઘરલ યામીને મે મહિનામાં બીબીસીના ઉમૈર સલીમીને જણાવ્યું હતું કે, ક્રૂઝ મિસાઇલો રડારથી છુપાયેલી રહી શકે છે.

લાંબા અંતરની બૅલિસ્ટિક મિસાઇલો સાથે આવું થતું નથી.

તેમણે કહ્યું હતું કે ક્રૂઝ મિસાઇલોની ગતિ સુપરસોનિક હોય છે, પરંતુ તેમની અસરની શ્રેણી થોડી ઓછી હોય છે.

યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલી લડાઈઓનું ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, હવે યુદ્ધમાં મિસાઇલ અને ડ્રૉનનો ઉપયોગ ઘણો વધી ગયો છે.

ગયા વર્ષે ઑગસ્ટમાં રૉકેટ ફોર્સની રચના થઈ ત્યારથી, પાકિસ્તાનની સેનાએ અનેક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

ડૉ. તુઘરલ યામીન સમજાવે છે કે, રૉકેટ ફોર્સ બનાવવાનો હેતુ પાકિસ્તાનની વ્યૂહાત્મક પરમાણુ મિસાઇલોને પરંપરાગત મિસાઇલોથી અલગ રાખવાનો હતો.

તેમણે કહ્યું, “યુદ્ધમાં વપરાતી પરંપરાગત મિસાઇલોને અલગ કરવામાં આવી હતી જેથી તેમના ઉપયોગ અંગેના નિર્ણયો ઝડપથી અને સરળતાથી લઈ શકાય.”

ચોક્કસ વળતો હુમલો

નૅશનલ યુનિવર્સિટી ઑફ કૅનબેરામાં સ્ટ્રેટેજી અને ડિફેન્સના પ્રોફેસર ડૉ. મન્સૂર અહેમદે મે 2025માં બીબીસી ન્યૂઝ ઉર્દૂના મુનાઝા અનવારને જણાવ્યું હતું કે, ફતહ મિસાઇલ પાકિસ્તાનની લાંબા અંતરની રૉકેટ તોપ સિસ્ટમમાં એક નવું અને આધુનિક શસ્ત્ર છે.

આ મિસાઇલોનો ઉપયોગ ખૂબ જ સચોટ વળતા હુમલાઓ કરવા માટે થાય છે.

તેમનાં લક્ષ્યો ઍરપૉર્ટ, લશ્કરી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, દારૂગોળો સંગ્રહ સુવિધાઓ, સૈનિકોને સપ્લાય રૂટ્સ, સપ્લાય ટૅન્ક અને દુશ્મનની ફ્રન્ટ લાઇન પર સ્થિત તોપખાના હોઈ શકે છે.

ડૉ. મન્સૂરના મતે, ફતહ સિરીઝ પાકિસ્તાનની ખૂબ જ અસરકારક મિસાઇલ સિસ્ટમ છે.

તેનો ઉપયોગ વાયુસેના સાથે મળીને દુશ્મનની આક્રમક ક્ષમતાઓને નિશાન બનાવવા અને મહત્ત્વપૂર્ણ સુરક્ષા લક્ષ્યોને નિષ્ક્રિય કરવા માટે થાય છે.

તેમણે કહ્યું કે, આ મિસાઇલોની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેને દુશ્મનની સુરક્ષા વ્યવસ્થાની પહોંચથી દૂર રહીને પણ છોડી શકાય છે.

આને “સ્ટેન્ડ-ઑફ રેન્જ” કહેવામાં આવે છે. આ મિસાઇલ સિસ્ટમ્સમાં “શૂટ ઍન્ડ સ્કૂટ”ની ક્ષમતા પણ છે, એટલે કે ફાયરિંગ પછી તરત જ તેને બીજા સ્થાને ખસેડી શકાય છે.

આનાથી તેઓ દુશ્મનના જવાબી ગોળીબારથી બચી શકે છે. તેમની જગ્યા તરત બદલાઈ જવાના કારણે તેમને નિશાન બનાવવું અથવા રોકવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS