Source : BBC NEWS
પ્રશાંત મહાસાગરમાં સર્જાયું અત્યંત ખતરનાક વાવાઝોડું, કયા દેશોને ખતરો?
પ્રશાંત મહાસાગરમાં આ વર્ષનું સૌથી તાકાતવર અને ખતરનાક વાવાઝોડું ‘Champi’ સર્જાયું છે. જાપાન દ્વારા તેને વાયૉલન્ટ ટાઇફૂન જાહેર કરવામાં આવ્યું છે.
સેટેલાઇટ તસવીરોમાં વાવાઝોડાની સ્પષ્ટ ‘આંખ’ જોવા મળી રહી છે, જે તેની વિનાશક શક્તિ દર્શાવે છે. આ વાવાઝોડું તાઇવાનની નજીકથી પસાર થઈ ચીન અને જાપાન તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે ફિલિપાઇન્સ, તાઇવાન, ચીન અને દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની શક્યતા છે. જોકે, ભારત પર આ વાવાઝોડાની કોઈ સીધી અસર નહીં થાય.
અહેવાલ- દીપક ચુડાસમા
Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




