Home તાજા સમાચાર gujrati ‘બળદ હવે સચવાતો નથી, તેને વેચવાનો જીવ ચાલતો નથી’, ગુજરાતના ખેડૂતો કેમ...

‘બળદ હવે સચવાતો નથી, તેને વેચવાનો જીવ ચાલતો નથી’, ગુજરાતના ખેડૂતો કેમ બળદને પાંજરાપોળમાં મૂકી રહ્યા છે?

6
0

Source : BBC NEWS

ગુજરાત, બળદ, સૌરાષ્ટ્ર, ખેડૂત, ખેતી, ખાતર, પાણી,વરસાદ. વાવેતર, પાક, લણણી, દુષ્કાળ, ચોમાસું, વરસાદ, હવામાન, બીજ, બિયારણ, દેવું, બીબીસી ગુજરાતી, લોન, ઉધાર, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

“નબળા વર્ષને કારણે મારે બળદ મૂકવા આવવું પડ્યું. ઘાસચારાના અભાવે અને પરિસ્થિતિ નબળી હોવાના લીધે વાડીમાં કંઈ બચ્યું નથી; બધું સૂકાઈને ગોટો વળી ગયું છે… રાખ થઈ ગયું છે. વરસાદ જ એવો નથી થયો કે કંઈ ઊગી શકે. ખેતરોમાં પાણી નથી. હું છેલ્લાં આઠ વર્ષથી આ બળદને જીવની જેમ સાચવતો હતો, એટલે હવે ઓછું તો લાગે જ ને!”

આવા ભાવુક શબ્દો બોલતાં બોલતાં 52 વર્ષના ખેડૂત ચમનભાઈ અભંગી 21 સપ્ટેમ્બર, 2026ના રોજ ‘સદ્ભાવના બળદ આશ્રમ’ના દરવાજે પોતાના ‘ગોરીયા’ નામના બળદને ભેટીને રડી પડ્યા.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામેથી સવારના નવેક વાગ્યે ચમનભાઈએ તેમના બે બળદ એક ખટારામાં ભરીને 65 કિલોમીટર દૂર આવેલા ‘સદ્ભાવના બળદ આશ્રમ’ની વાટ પકડી હતી.

તેમના દૂરના ભત્રીજા હિતેષભાઇ અભંગીએ પણ તેના બે બળદો તે જ ખટારામાં ચડાવી દીધા હતા.

બપોરે બારેક વાગ્યે તેઓ બળદ આશ્રમ પહોંચ્યા ત્યાં સુધીમાં ભેજવાળા હવામાનને કારણે વાતાવરણ ખૂબ ઉકળાટભર્યું થઇ ગયું હતું.

ખટારામાંથી બળદને નીચે ઉતારી, તેને દોરતાં દોરતાં ચમનભાઈ આશ્રમના ગેટ પાસે પહોંચ્યા એટલે આશ્રમના વ્યવસ્થાપક વિશાલભાઈ માંગુકિયાએ “એ આવો ભગવાન!” કહીને તેમને આવકાર્યા અને ખેડૂત તથા બળદ બંનેને કંકુનો ચાંદલો કર્યો. ત્યારબાદ વિશાલભાઈએ પૂછ્યું, “બળદને મૂકવા કેમ આવવું પડ્યું? કેટલાં વર્ષથી હાંકતા હતા? હવે નથી સચવાય તેમ, ભગવાન?”

જવાબમાં ચમનભાઈએ પ્રથમ તો નકારમાં માથું ધૂણાવ્યું અને પછી ઉમેર્યું, “સાત વર્ષથી હું હાંકતો હતો અને મેં જેની પાસેથી લીધા હતા તેણે પણ ચાર વર્ષ હાંકેલા. એના મોઢામાં હાથ નાખીએ તો પણ બટકું ન ભરે તેવા સોજા બળદ છે આ,” એટલું કહેતાં જ ચમનભાઈ ‘ગોરિયા’ બળદનું માથું પોતાની છાતીએ દબાવીને રડી પડ્યા.

ભાદરવા મહિનાની ગરમીને કારણે ચમનભાઈના માથા અને કપાળમાંથી પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા. એ પરસેવામાં કંકુનું તિલક ઓગળી ગયું અને ચમનભાઈના નાક પરથી જાણે લોહી ટપકતું હોય તેવું દૃશ્ય દેખાયું.

રાજકોટ શહેરથી પશ્ચિમે 22 કિલોમીટર દૂર કાલાવડ રોડ પર ખીરસરા ગામ નજીક આવેલા ‘સદ્ભાવના બળદ આશ્રમ’ ખાતે છેલ્લા એકાદ અઠવાડિયાથી આખો દિવસ આવાં ભાવાત્મક દૃશ્યો સર્જાઈ રહ્યાં છે. દરરોજ સંખ્યાબંધ ખેડૂતો પોતાના બળદો આ આશ્રમને સોંપી રહ્યા છે અને ભીની આંખે પોતાના ગામ પરત ફરી રહ્યા છે.

બળદો ભરેલાં વાહનોની લાઇનો કેમ લાગે છે?

ગુજરાત, બળદ, સૌરાષ્ટ્ર, ખેડૂત, ખેતી, ખાતર, પાણી,વરસાદ. વાવેતર, પાક, લણણી, દુષ્કાળ, ચોમાસું, વરસાદ, હવામાન, બીજ, બિયારણ, દેવું, બીબીસી ગુજરાતી, લોન, ઉધાર, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

‘સદ્ભાવના વૃદ્ધાશ્રમ’ ચલાવનારી રાજકોટની ‘માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ નામની સંસ્થાએ વૃદ્ધ અને બીમાર બળદોની સેવા-ચાકરીના હેતુથી 2021માં ‘સદ્ભાવના બળદ આશ્રમ’ની શરૂઆત કરી હતી. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરના ત્રીજાં અઠવાડિયાંથી આ આશ્રમે દરેક પ્રકારના બળદો માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે. તેના પરિણામે 15 સપ્ટેમ્બરથી શરૂ કરીને 22 સપ્ટેમ્બરના બપોરે 2 વાગ્યા સુધીમાં ખેડૂતો 978 બળદ આ આશ્રમમાં મૂકી ગયા છે, તેમ વિશાલભાઈ કહે છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ ખૂબ ખેંચાયો છે. અમુક તાલુકાઓ અને ગામોમાં વાવણીનો અડધો-પોણો ઇંચ વરસાદ થયા પછી કોઈ વરસાદ જ નથી થયો અને પાક નિષ્ફળ જાય તેવી બીક છે. તેથી, ખેડૂતો ખૂબ ચિંતામાં છે. ખેડૂતો કહે છે કે તેમના બળદ માટે ખાવાની વ્યવસ્થા તો જેમતેમ કરીને કરી લેશે, પરંતુ તેમને પીવડાવવા માટે પાણી નથી. તેથી ‘સદ્દભાવના બળદ આશ્રમ’ ખેડૂતોની પડખે ઊભું રહેવા તૈયાર થયું છે… અમે ખેડૂતોને આહ્વાન કર્યું કે સદ્દભાવના બળદ આશ્રમ સંસ્થા એકેએક બળદને સાચવી લેશે, એકેએક બળદનો નિભાવ કરશે, તેને કતલખાને નહીં જવા દે કે રસ્તે રઝળવા પણ નહીં દે.”

એકેએક બળદનો નિભાવ થઈ જાય તેના માટે અઠવાડિયા પહેલાં ‘સદ્ભાવના બળદ આશ્રમે’ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે, “જે ખેડૂત પાસે ઘાસચારાનો અભાવ છે અને પીવાના પાણીની સગવડ નથી, એવા ખેડૂતો પોતાના બળદને અહીં સદ્ભાવના આશ્રમ ખાતે મૂકી જાય.” આથી, છેલ્લા આઠ દિવસથી ખેડૂતોનો અવિરત પ્રવાહ ચાલુ છે.

ગુજરાત, બળદ, સૌરાષ્ટ્ર, ખેડૂત, ખેતી, ખાતર, પાણી,વરસાદ. વાવેતર, પાક, લણણી, દુષ્કાળ, ચોમાસું, વરસાદ, હવામાન, બીજ, બિયારણ, દેવું, બીબીસી ગુજરાતી, લોન, ઉધાર, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

વિશાલભાઈ કહે છે કે તેમની આ જાહેરાત પહેલાં દૈનિક ધોરણે માંડ બે-ત્રણ અશક્ત કે બીમાર બળદો આશ્રમમાં આવતા હતા અને આશ્રમમાં કુલ બળદોની સંખ્યા આશરે 1,600 જેટલી હતી. પરંતુ સ્વસ્થ બળદોને પણ સ્વીકારવાની જાહેરાત બાદ આઠ જ દિવસમાં એ આંકડામાં આશરે 1,000 બળદોનો વધારો થયો છે.

“દરરોજ આશરે 100 વાહનોમાં ભરીને ખેડૂતો પોતાના બળદો મૂકવા અહીં આવે છે. તે જોતાં એમ લાગે છે કે ખેડૂતો ખરેખર મુશ્કેલીમાં છે. એક તરફ ભાઈઓમાં ભાગ પડતાં જમીનો ટૂંકી થઈ રહી છે, એટલે નાના ખેડૂતોને બળદ રાખવાનું પોસાતું નથી; બીજી તરફ યુવા પેઢી રોજગારીની શોધમાં અન્ય કામધંધા માટે શહેરોમાં જવા લાગી છે, તેથી બળદને સાચવનારા ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે અને ખેતીમાં યંત્રોનું ચલણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં જો આવું માઠું વર્ષ આવી જાય, તો બળદની હાલત કફોડી થઈ જાય. મને લાગે છે કે આ પરિબળોના સંયોજનને કારણે ખેડૂતો પોતાના બળદો છોડી રહ્યા છે,” વિશાલભાઈ ઉમેરે છે.

ચમનભાઈ પાસે 22 વીઘા જમીન છે અને તેઓ કહે છે કે ખેતીના કામ માટે તેઓ બળદ પર જ નિર્ભર હતા.

“ગયા વર્ષે માવઠું થતાં નીરણ બગડી ગઈ હતી. આ વર્ષે વરસાદ ન થતાં હું નીરણ વેચાતી લઈને મારા બળદોને ચારી રહ્યો હતો. મેં વરસાદની ઘણી રાહ જોઈ, પણ એ ન આવ્યો. નીરણનો ખર્ચ 40 હજાર રૂપિયા કરતાં પણ વધી ગયો. મારાં ભાભી કોરોના પછી ગંભીર રીતે બીમાર થઈ ગયાં હતાં અને તેમને સાજાં કરવામાં બહુ ખર્ચ થઈ ગયો, ભત્રીજો ભણે છે અને બા પથારીવશ છે. તેથી ખર્ચમાં હવે પહોંચી વળાય તેમ નથી. એટલે બળદોને આશ્રમમાં મૂકી દીધા,” ચમનભાઈ કહે છે.

સપ્ટેમ્બરમાં વરસાદ છતાં ખેડૂતો કેમ ચિંતામાં છે?

ગુજરાત, બળદ, સૌરાષ્ટ્ર, ખેડૂત, ખેતી, ખાતર, પાણી,વરસાદ. વાવેતર, પાક, લણણી, દુષ્કાળ, ચોમાસું, વરસાદ, હવામાન, બીજ, બિયારણ, દેવું, બીબીસી ગુજરાતી, લોન, ઉધાર, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ગુજરાતમાં ઑગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું કોરું રહ્યા બાદ, 12 સપ્ટેમ્બરથી વરસાદનો એક રાઉન્ડ શરૂ થયો હતો અને 22 સપ્ટેમ્બરે પણ છૂટાછવાયો વરસાદ ચાલુ રહ્યો હતો.

આ રાઉન્ડમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં બે ઇંચથી છ ઇંચ સુધી વરસાદ પડી ગયો છે. તેમ છતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની મોટી ઘટ છે.

સત્તાવાર આંકડા અનુસાર 21 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાછલા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ માત્ર 16 ટકા વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના પોરબંદર (28 ટકા), જામનગર (42 ટકા) અને રાજકોટ (61 ટકા) જિલ્લાઓમાં પણ સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે. તો કચ્છમાં (57 ટકા), તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ તાલુકાઓમાં પણ 16થી 20 ઇંચ વરસાદ થયો છે અને હજુ પણ વરસાદની ઘટ આશરે 40 ટકા જેટલી છે.

ચમનભાઈ અને અન્ય ખેડૂતોની શું સ્થિતિ છે તેનો તાગ મેળવવા બીબીસીએ ‘નરમાણા’ અને તેની આજુબાજુનાં ગામોની સોમવારે મુલાકાત લીધી હતી. સો

સોમવારે સાંજે ચમનભાઈની 12 વીઘા જમીનમાં સોયાબીનનો લીલોછમ પાક ઊભો હતો, પરંતુ સોયાબીનના છોડમાં શિંગો બહુ જ ઓછી દેખાતી હતી.

ચમનભાઈ કહે છે, “મેં 3,200 રૂપિયાના મણ એવા 15 મણ દાણા ખરીદીને મગફળી વાવી. બધું કરીને લગભગ 60 હજાર રૂપિયાનો ખર્ચ થયો. પરંતુ વાવેતર બાદ કેટલાય દિવસ સુધી વરસાદ ન થતાં મગફળી ઊગી નહીં અને બિયારણ નિષ્ફળ ગયું. વળી થોડો વરસાદ આવતાં મેં 2,400 રૂપિયાના ભાવે 18 મણ સોયાબીન લીધાં અને તેને વાવ્યાં. પરંતુ ત્યાર બાદ પણ સારો વરસાદ ન આવ્યો. મારા બોરમાં પાણી નથી, તેથી હું પિયત આપી ન શક્યો અને ભેજના અભાવે પાકમાં ફૂલ કે શિંગો બેઠી નહીં. બે દિવસ પહેલાં થોડોક વરસાદ થતાં આ સોયાબીનનો પાક લીલો થયો છે. પરંતુ હવે ફૂલ આવવાનો સમય પૂરો થઈ ગયો છે. તેથી, આ વરસાદનો આ પાકને કંઈ ખાસ ફાયદો નથી. જો વધારે વરસાદ આવે અને શિયાળુ પાક માટે પાણી થાય તો જ કામનું છે.”

ગુજરાત, બળદ, સૌરાષ્ટ્ર, ખેડૂત, ખેતી, ખાતર, પાણી,વરસાદ. વાવેતર, પાક, લણણી, દુષ્કાળ, ચોમાસું, વરસાદ, હવામાન, બીજ, બિયારણ, દેવું, બીબીસી ગુજરાતી, લોન, ઉધાર, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

જામનગરના જામજોધપુર તાલુકામાં સરકારે ચોપડે 15 ઇંચ વરસાદ પડી ગયાનું નોંધાયું છે. પરંતુ નરમાણાના આગેવાન ઘેલાભાઈ હિરપરા કહે છે કે, તેમના ગામમાં આ વર્ષે એક પણ સારો વરસાદ પડ્યો નથી.

“વાડીમાં એકેય વાર પાણી બહાર નીકળે તેટલો વરસાદ પડ્યો નથી તેથી નદી અને તળાવ સાવ કોરાં છે. તેથી, ખેડૂતો મોલ ભેગા કરવા માંડ્યા છે. બબ્બે ભારી છે તે કોઈ ઠેકાણે નાખે છે તો કોઈ ગાયોને નાખી દે છે. પીવાનું પાણી પણ નથી. ખેડૂતો તેમના બળદને ‘સદ્દભાવના બળદ આશ્રમ’ અને અન્ય જગ્યાએ મૂકી આવ્યા છે. ગામમાં ત્રણ કે ચાર જોડ બળદ હવે બચ્યા છે,” તેઓ બીબીસી ગુજરાતીને જણાવે છે.

બળદ આપતી વખતે ખેડૂતો કેમ રડે છે?

ચમનભાઈની વાડીના શેઢે જે લીમડાના ઝાડ નીચે તેઓ બળદ બંધાતા હતા ત્યાં સોમવારે સાંજે તેમના બળદનું તાજું છાણ અને તેને બાંધવા માટેનાં દોરડાં પડ્યાં હતાં.

રાજકોટથી પરત આવીને ચમનભાઈએ તેમના બળદની રાશ અને સાંતીનાડું (સાંતીને ધોંસરા સાથે બાંધવાનું નાડું) દૂર આવેલા એક લીમડે ટીંગાડી દીધાં અને અપરિણીત એવા આ ખેડૂત ફરી એક વાર ભાવુક થઇ ગયા.

તેમણે કહ્યું, “મારો સથવારો જતો રહ્યો. ભાઈ-ભાભીને સાજાં કરવામાં મેં બહુ દોડાદોડ કરી અને પાંચ વીઘા જમીન પણ વેચી નાખી. આ બળદ એના સાક્ષી હતા. બળદ અહીં હતા એટલે મારો ટાઇમ જતો રહેતો. હવે એ પણ ગયા. હવે હું વાડીમાં એકલો પડી ગયો.”

રોજકોટથી 140 કિલોમીટર દૂર આવેલા જૂનાગઢના કેશોદ તાલુકાના પીપળી ગામના 60 વર્ષના ખેડૂત અરજણભાઈ પીઠીયા સોમવારે તેમના બળદને ‘સદ્દભાવના બળદ આશ્રમ’ને સોંપતી વખતે ચોધાર આંસુએ રડી પડ્યા.

તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, “વાછડાં હતાં ત્યારથી મેં આ બળદને મોટા કર્યા હતા. ચાર વર્ષથી હું તેને હાંકતો હતો. પણ આ વર્ષે વરસાદ ઓછો થયો છે, ને પાણી નથી. મને હાર્ટ-ઍટેક આવી ગયો છે એટલે હવે મારાથી આ બળદ સચવાય તેમ નથી. મારો છોકરો નોકરી કરે છે અને મારે પાંચ જ વીઘા જમીન છે તેથી તેમાં વધારે કઈ થઇ શકે તેમ પણ નથી.”

ગુજરાત, બળદ, સૌરાષ્ટ્ર, ખેડૂત, ખેતી, ખાતર, પાણી,વરસાદ. વાવેતર, પાક, લણણી, દુષ્કાળ, ચોમાસું, વરસાદ, હવામાન, બીજ, બિયારણ, દેવું, બીબીસી ગુજરાતી, લોન, ઉધાર, ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ચમનભાઈએ તેમના બળદને આશ્રમ સુધી પહોંચાડવા માટે રૂપિયા 2,500 ભાડું ચૂક્યું અને સ્વેચ્છાએ 2,500 રૂપિયા બળદ આશ્રમને દાન આપ્યું. તે જ રીતે અરજણભાઈએ પોતાના બળદ રાજકોટ સુધી પહોંચાડવા માટે 5,000 રૂપિયા વાહન ભાડું ચૂકવ્યું.

આ ખેડૂતોએ બળદ વેચી કેમ ન નાખ્યા?

આ સવાલનો જવાબ આપતા ચમનભાઈએ કહ્યું, “લેનાર માણસ કેવો હોય તે કેમ ખબર પડે? તે બળદને સાચવશે કે નહીં તેની શું ખાતરી? હું મારા બળદને દુઃખી કરવા માગતો ન હતો. તેથી, વેચવાને બદલે અહીં આશ્રમ લઇ આવ્યો.”

અરજણભાઈએ કહ્યું “મેં તેને આઠ વરસથી જીવની જેમ સાચવ્યા હતા. કોઈ તેને દુઃખી કરે તો? મારે બળદને છોડવા પડશે, તે વિચારથી મને કેટલાય દિવસથી ઊંઘ આવતી ન હતી.”

જામનગરના કાલાવડ તાલુકાના સતિયા ગામના ખેડૂત દેવાયતભાઇ કિહોરે કાંકરેજ જાતના તેમના બળદની જોડીને આશ્રમમાં સુપ્રત કરતી વેળાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “ગમે તેવું ચોમાસું કે શિયાળો હોય, તે ધોંસરું લઈને ઊભા રહે. તેના ઉપર તો ખેતી કરીએ છીએ. તેથી વસમું તો લાગે જ ને. ઘરેથી દીકરો જાય કે બળદ જાય, બેય સરખું જ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS