Home તાજા સમાચાર gujrati ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડકપમાંથી બહાર – ન્યૂઝ અપડેટ

ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડકપમાંથી બહાર – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડકપમાંથી બહાર - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bas CZERWINSKI / ANP / AFP via Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડકપની સેમિફાઇનલમાં સ્થાન બનાવી શકી નથી. નેધરલૅન્ડ્સના એમસ્ટેલવીનમાં આવેલા વેગનર હૉકી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી મૅચ 0-0થી ડ્રૉ રહી હતી.

ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મૅચમાં જીત નોંધાવવી જરૂરી હતી, પરંતુ ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી. જ્યારે ઑસ્ટ્રેલિયાએ ડ્રૉ બાદ ટૉપ-4માં સ્થાન મેળવી લીધું.

આ સતત ત્રીજી મૅચ છે, જેમાં ભારતીય ટીમ ગોલ કરી શકી નથી. આ પહેલાં નેધરલૅન્ડ્સે ભારતને 0-2થી હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લૅન્ડ સામેની મૅચ પણ 0-0થી ડ્રૉ રહી હતી.

ભારત તરફથી છેલ્લો ગોલ 18 ઑગસ્ટે દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં આવ્યો હતો. તે મૅચમાં ભારતીય ટીમે 6-1થી જીત નોંધાવી હતી.

ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ નેધરલૅન્ડ્સ અને ચીન વચ્ચેની મૅચના પરિણામ પર પણ નિર્ભર હતી. નેધરલૅન્ડ્સે ચીનને 4-1થી હરાવીને ભારત માટે સમીકરણ સરળ બનાવી દીધું હતું. આવી સ્થિતિમાં ઑસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કરવાથી ભારતીય ટીમ ટૉપ-4માં પહોંચી જાત.

નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉ બાદ ભારત, ઑસ્ટ્રેલિયા અને ચીનના ખાતામાં 2-2 અંક રહ્યા. ગોલ અંતરના મામલે પણ ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ બરાબરી પર રહી. જોકે, ઑસ્ટ્રેલિયાએ વધુ ગોલ કર્યા હતા, જેના આધારે તેને સેમિફાઇનલમાં સ્થાન મળી ગયું.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS