Home તાજા સમાચાર gujrati કેરળ : તહેવારો દરમિયાન ખવાતી ‘શર્કરા વરટી’ શું છે અને કેવી રીતે...

કેરળ : તહેવારો દરમિયાન ખવાતી ‘શર્કરા વરટી’ શું છે અને કેવી રીતે બને?

3
0

Source : BBC NEWS

કેરળ : તહેવારો દરમિયાન ખવાતી ‘શર્કરા વરટી’ શું છે અને કેવી રીતે બને?

પ્રકાશિત

કેરળ રાજ્યમાં ઓણમના તહેવાર દરમિયાન પીરસાતી વાનગીઓમાં શર્કરા વરટ્ટી અચૂકપણે હોય.

એથક્કા પ્રજાતિનાં મીઠાં કેળાને નાળિયેરના તેલમાં તળીને કૂરકરી ચિપ્સ બનાવવામાં આવે છે. એ પછી તેને ગોળની ચાસણી ચડાવવામાં આવે છે. આ સાથે તેની ઉપર સૂંઠ અને એલચીનો ભુક્કો છાંટવામાં આવે છે.

રાજ્યના કેટલાક ભાગોમાં આ વાનગી ઉપેરી કે શર્કરા ઉપેરી તરીકે પણ ઓળખાય છે.

જોકે, વેપારીઓનું કહેવું છે કે આ વરસે ભારે વરસાદ અને પૂરને કારણે અનેક વિસ્તારોમાં કેળાના પાકને નુકસાન થયું છે એટલે એથક્કા કેળા મોંઘા થયા છે.

તો નાળિયેર તેલના ભાવોમાં વધારો થયો છે, એટલે શર્કરા વરટ્ટી પણ મોંઘી બની છે. આમ છતાં તેનું પરંપરાગત મહત્ત્વ જળવાય રહ્યું છે અને લોકો તેની ખરીદી કરી રહ્યા છે.

કેરળ : તહેવારો દરમિયાન ખવાતી 'શર્કરા વરટી' શું છે અને કેવી રીતે બને? બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS