Home તાજા સમાચાર gujrati ભારત મારો દેશ છે, પાકિસ્તાન મારું ઘર છે : ભારતના ભાગલાની કહાણી

ભારત મારો દેશ છે, પાકિસ્તાન મારું ઘર છે : ભારતના ભાગલાની કહાણી

5
0

Source : BBC NEWS

ભારત મારો દેશ છે, પાકિસ્તાન મારું ઘર છે : ભારતના ભાગલાની કહાણી

પ્રકાશિત

સપના કવિતા ઓબેરૉય પાકિસ્તાની પંજાબના જિલ્લા મંડી બહાઉદ્દીનના એક માત્ર હિન્દુ પરિવારનાં સભ્ય અને એક જમીનદાર છે.

સપનાના દાદા દીવાનચંદ ઓબેરૉય 1947માં પોતાના ત્રણ પુત્ર સાથે પંજાબના ગુજરાત જિલ્લામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. પણ ભાગલાએ સપનાના કાકાને ભારત જવા માટે મજબૂર કરી દીધા. જ્યારે સપનાના દાદા અને અને પિતા પાકિસ્તાનમાં જ રહી ગયા. તેઓ પણ ભારત આવવાની તૈયારીમાં હતા કે તેમના પર હુમલો થઈ ગયો.

સપનાના દાદાને જીવનભર એક વાતનું દુખ રહ્યું કે ભાગલા દરમિયાન હુમલા બાદ જ્યારે તેમનાં એક દીકરી રામપ્યારી તેમને મળવા આવ્યાં અને પાછાં ફરતાં સમયે લાહોરની શરણાર્થી શિબિરમાં તેઓ હાર્ટ ઍટેકથી મૃત્યુ પામ્યાં.

સપનાના પરિવારને હજી પણ એ નથી ખબર કે તેમને ક્યાં દફનાવવામાં આવ્યાં. બીજી બાજુ તેમનાં દાદીને ભારત ગયેલા તેમના દીકરાઓથી વિખૂટા પડવાનું દુખ રહ્યું.

ભલે બન્ને પરિવારોમાં માઈલો અને અલગ વિઝાનું અંતર રહ્યું પણ તેમનું દિલ એકબીજા સાથે જોડાયેલું છે. સપનાના કાકાના દીકરા અવિનાશ ભારતમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. સપના તેમની સાથે વાત કરતા રહે છે. સારી અને નરસી બન્ને વાતો તેમને યાદ છે.

દાયકાઓ બાદ પણ પાકિસ્તાનમાં રહેતાં સપના અને ભારતમાં રહેતો તેમનો પરિવાર આજે પણ ભાગલાની પીડાને પોતાના હૃદયમાં રાખીને જીવી રહ્યાં છે.

દિલ્હીથી વંદના અને મંડી બહાઉદ્દીનથી શુમાઇલા ખાનનો અહેવાલ

સપના કવિતા ઓબેરૉય પાકિસ્તાની પંજાબના જિલ્લા મંડી બહાઉદ્દીનના એક માત્ર હિન્દુ પરિવારનાં સભ્ય અને એક જમીનદાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS