Home તાજા સમાચાર gujrati ‘મને મારાં બાળકો ને પતિ પાસે મોકલી દો’, વિઝાના કારણે પાકિસ્તાનમાં ફસાયેલાં...

‘મને મારાં બાળકો ને પતિ પાસે મોકલી દો’, વિઝાના કારણે પાકિસ્તાનમાં ફસાયેલાં રાજકોટનાં પરિણીતા કહાણી

6
0

Source : BBC NEWS

‘મને મારાં બાળકો ને પતિ પાસે મોકલી દો’, વિઝાના કારણે પાકિસ્તાનમાં ફસાયેલાં રાજકોટનાં પરિણીતા કહાણી

પ્રકાશિત

રેહાનાના કહેવા પ્રમાણે તેઓ તે સમયથી જ વિઝા લઈને ભારત આવ્યાં હતાં.

દર બે વર્ષના અંતરાલે ભારતમાં તેમના વિઝા સમયસર રિન્યૂ પણ થતા હતા. જોકે, તેમનો પાસપૉર્ટ ઍક્સપાયર થવાનો હોવાથી તેમને પાકિસ્તાન જવું પડ્યું હતું.

આ પહેલાં તેઓ દિલ્હીમાં એક પાસપૉર્ટ બનાવડાવી ચૂક્યાં હતાં. જેની અવધિ પાંચ વર્ષની હતી. તે પૂર્ણ થવાના આરે હતો. આ સમયગાળા દરમિયાન તેમને NORI વિઝા પણ આપવામાં આવ્યો નહોતો. બાદમાં તેમને 22 દિવસના NORI વિઝા આપવામાં આવ્યા હતા. વર્ષ 2022માં રેહાના તેમના વિઝા રિન્યૂ કરાવવા માટે પાકિસ્તાન ગયાં હતાં. પરંતુ હવે વિઝા રિન્યૂ ન થવાથી રેહાના તેમનાં પતિ અને બે સંતાનો પાસે પરત આવી શકતાં નથી. હાલ રાજકોટ ખાતે રહેતા તેમના પતિ પરવેઝ શેખ અને સંતાનોની શું સ્થિતિ છે અને પાકિસ્તાનના કરાચીમાં રેહાના તેમના વગર કેવી હાલતમાં જીવી રહ્યાં છે તે જુઓ આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી રાજકોટ રેહાના શેખ પાકિસ્તાન ભારત વિઝા સંતાન વિખૂટા પડ઼ી ગયાં ગુજરાત

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS