Home તાજા સમાચાર gujrati “હું શાર્કના મોંમાં હતી પણ દીકરીનો અવાજ સંભળાયો અને મેં…”, શાર્કના હુમલામાં...

“હું શાર્કના મોંમાં હતી પણ દીકરીનો અવાજ સંભળાયો અને મેં…”, શાર્કના હુમલામાં મહિલાએ જિંદગી કેવી રીતે બચાવી

6
0

Source : BBC NEWS

જૂનમાં સિડનીના કૂજી બીચ પર લેહ સ્ટુઅર્ટ પર શાર્કે હુમલો કર્યો હતો

ઇમેજ સ્રોત, Supplied

શાર્કના હુમલામાંથી જીવતાં બચેલાં સિડનીનાં એક મહિલાએ એ ક્ષણનું વર્ણન કર્યું છે. તેમનો મુકાબલો 4 મીટર લાંબી ગ્રેટ વ્હાઇટ શાર્ક સાથે થયો હતો. બચવા માટે તેમણે શાર્કને વારંવાર મુક્કા માર્યા હતા.

જૂન મહીનાની એક સવારે સિડનીના કૂગી બીચ પર 34 વર્ષી લિયા સ્ટુઅર્ટ સ્વિમિંગ માટે ગયાં હતાં, ત્યાં જ તેમની સાથે ક્યારેય ન ભૂલ શકાય તેવું કંઈક બન્યું હતું.

34 વર્ષીય લિયા સ્ટુઅર્ટ કૂજી બીચ પર શાર્કના હુમલાનો શિકાર બન્યાં હતાં.

તેમની જાંઘ અને હાથ પર બચકું ભરીને શાર્ક તેમને ઊંડાં પાણીમાં તાણી ગઈ હતી.

ઘણું લોહી વહી જવાને કારણે અને ઈજાની ગંભીરતા જોતાં ડૉક્ટરોએ તેમનો ડાબો હાથ કાપવો પડ્યો હતો.

રવિવારે પ્રસારિત થયેલા ઇન્ટરવ્યૂમાં એક બાળકીનાં માતા લિયા સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે તેઓ પોતાની નાની દીકરી ખાતર જીવવા માટે મક્કમ હતાં.

“મારા મનમાં એક જ વાત ઘૂમરાતી હતી કે … ‘તું મને મારી દીકરીથી દૂર નહીં કરી શકે’. મેં મારી જાતને તેની આસપાસ વીંટાળી અને તેના પર વારંવાર, સતત મુક્કા મારવા લાગી — એવું લાગતું હતું જાણે હું કોઈ ડાયનાસોર સાથે લડી રહી હોઉં.”

હુમલા પહેલાં શું થયું હતું?

હુમલાની થોડી ક્ષણો પહેલાં સ્ટુઅર્ટ દર વખતની જેમ તેમનું શનિવાર સવારનું સ્વિમિંગ પૂરું કરીને કિનારા તરફ પાછાં ફરી રહ્યાં હતાં. બરાબર ત્યારે તેમને પોતાની પર તોળાતા જોખમનો અણસાર આવ્યો.

તેમણે નાઇન નેટવર્ક્સ 60 મિનિટ્સને જણાવ્યું, “મારી પાછળથી એક છોકરીની… તીણી ચીસ સંભળાઈ. મેં ફરીને જોયું તો તેની પાછળ એક વિશાળ, મહાકાય પંખ (ફિન) દેખાતું હતું. તે ખૂબ જ મોટું હતું.”

“એનું કદ જોઈને મને સમજાઈ ગયું કે એ ડૉલ્ફિન નથી.”

“મારા જીવનમાં મેં ક્યારેય આટલા જોરથી અને આટલા હતાશાથી ચીસો પાડી નથી.”

“મેં વિચાર્યું, ‘લાઇફગાર્ડ્સ ચોક્કસ અમારી ચીસો સાંભળશે. જેટ સ્કી ગમે ત્યારે આવશે અને તેને ડરાવી દેશે.'” પણ એક મિનિટ વીતી ગઈ અને શાર્ક આગળ વધતી રહી.

સ્ટુઅર્ટ પાછળ વળી એ સાથે જ તેમને અહેસાસ થયો કે શાર્ક “એકદમ નજીક હતી… અને તેમની તરફ નજીક ને નજીક ધસી રહી હતી.”

શાર્કનું મોં “ભયાનક” હતું, તેની “આંખો નાની, કાળી અને મણકા જેવી” અને તેના “દાંત તથા જડબાં ખૂબ જ વિશાળ” હતાં.

સ્ટુઅર્ટે જણાવ્યું, “અમે એકદમ આમનેસામને હતાં,” અને એક ક્ષણે તો શાર્ક અને તેના ચહેરા વચ્ચે માત્ર 30 સેન્ટિમીટરનું અંતર હતું.

પણ એ ક્ષણે સુધ્ધાં સ્ટુઅર્ટ શાંત રહી શક્યાં હતાં.

લિયાએ કહ્યું કે, “તે ક્ષણે મેં વિચાર્યું, ‘સારું, હું કયો અંગ ગુમાવવા તૈયાર છું?’

તેમણે કહ્યું, “હું જમણેરી છું, એટલે મેં વિચાર્યું કે ‘ચાલો, ડાબા હાથ આગળ કરું’.”

“મેં બસ એની તરફ મારો ડાબો હાથ વીંઝ્યો અને એ સાથે તેણે મારા હાથના આગળના ભાગને પકડી લીધો અને મારી ચામડી, માંસ, બધું જ ફાડી નાખ્યું… મારા હાથની કોણીથી હથેળી વચ્ચે એક મોટો ટુકડો ગાયબ હતો.”

‘મેં શાર્કના મોં પર મુક્કો માર્યો ‘

લેહ સ્ટુઅર્ટે જણાવ્યું કે જમણેરી હોવાને લીધે જ તેણે પોતાના ડાબા હાથથી શાર્કનો મુકાબલો કરવાનું નક્કી કર્યું

ઇમેજ સ્રોત, 60 Minutes

હવે શાર્કે સ્ટુઅર્ટના પગને પકડીને તેમને ઊંડાં પાણીમાં ખેંચવા માંડી.

આંખમાં ધસી આવતાં આંસુ રોકતાં સ્ટુઅર્ટે કહ્યું, “મને લાગ્યું કે ‘બસ, હવે મારું મૃત્યુ નક્કી છે.’ એ સાથે જ મને મારી દીકરી ઑગસ્ટનો વિચાર આવ્યો. મારી દીકરી પાસે મા નહીં હોય અને તેણે મા વિના મોટાં થવું પડશે.”

“મને બસ એટલી ખબર હતી કે હું કોઈ રીતે તેને છોડીને જઈ ન શકું… મને ખબર છે કે આ વિચિત્ર લાગે એવું છે, પણ એ વિચારે મારી જિજીવિષાને પાછી જગાડી.”

શાર્ક સાથે બાથ ભીડવી એ “મજબૂત દીવાલ પર મુક્કા મારવા જેવું” લાગતું હતું, પરંતુ તેમણે લડવાનું ચાલુ રાખ્યું.

“મને ખબર હતી કે હું તેને છોડી શકીશ નહીં… મને ખબર છે કે તે વિચિત્ર લાગે છે, પણ કોઈક રીતે મેં મારી જાતને લડતા રહેવા માટે મજબૂર કરી.”

“મારો એક મુક્કો તેને કદાચ બહુ જોરથી વાગ્યો હશે અને કદાચ એટલે તેણે મને છોડી દીધી. દુનિયાનું આ સૌથી મુશ્કેલ કામ હતું, પણ શાર્કના મોંમાંથી મેં મારી જાતને જીવતી બચાવી લીધી હતી.”

“મને એવું લાગ્યું કે જીવન મારાથી સરકી રહ્યું છે, જાણે હું વધુ ને વધુ દૂર સરકી રહી છું, અને મને એવું લાગ્યું કે બધું મારા શરીરને છોડીને બીજે ક્યાંક જતું રહ્યું છે. અને જ્યારે હું ટનલના છેડે પહોંચવાની તૈયારીમાં હતી, ત્યારે મને ઑગસ્ટનું સ્વપ્ન આવ્યું. અને મને ખબર હતી કે હું તેને છોડી શકીશ નહીં.”

બીજા તરવૈયા સ્ટુઅર્ટને કિનારે લઈ આવ્યા અને તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં. ત્યાં તેમને દવાઓ આપીને કોમામાં રાખવામાં આવ્યાં અને તેમની લગભગ ડઝનેક સર્જરીઓ થઈ.

ચહેરા પર મુક્કો

તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં, જ્યાં તેઓ કોમામાં સરી ગયાં અને લગભગ એક ડઝન સર્જરી કરવામાં આવી.

“જ્યારે હું ઇન્ટેન્સિવ કેયરમાંથી જાગી ગઈ, ત્યારે મને ખબર નહોતી કે ભવિષ્ય શું છે. મને ખબર નહોતી કે હું ચાલી શકીશ કે નહીં. મને ખબર નહોતી કે હું મારા કોઈ અંગને ખસેડી શકીશ કે નહીં. મારે ખરેખર અહીં ન હોવું જોઈએ. અને રસ્તામાં મેં ઘણો સુધારો કર્યો છે. તેથી બધી બાબતોને ધ્યાનમાં લેતા, મને સારું લાગે છે,” તેમણે કહ્યું.

શાર્કના હુમલાથી તેમની ડાબી જાંઘના બાહ્ય સ્નાયુઓ ફાટી ગયા, જેનો અર્થ એ થયો કે તેમને ફરીથી ચાલવાનું શીખવું પડ્યું.

આ ભયાનક અનુભવ છતાં, સ્ટુઅર્ટે કહ્યું કે તે “બીચ પર શાર્કના હુમલાનો ભોગ બનેલી એક મહિલા” તરીકે યાદ રહેવા માગતાં નથી.

અલબત્ત, “હું એ મહિલા છું જેણે શાર્કના મોં પર મુક્કો માર્યો હતો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS