Home તાજા સમાચાર gujrati અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનના દક્ષિણ કિનારે મોટા વિસ્ફોટ – ન્યૂઝ...

અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનના દક્ષિણ કિનારે મોટા વિસ્ફોટ – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

અમેરિકાના હુમલા પછી ઈરાનમાં એક જગ્યાએ ધુમાડા

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકાએ કહ્યું છે કે તેણે ફરીથી ઈરાન પર હુમલો કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે હુમલાના થોડા કલાકો પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ‘ભારે નુકસાન પહોંચાડવાની’ ધમકી આપી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે આ હુમલાઓ ‘ગઈકાલે હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા જહાજો પર કરવામાં આવેલા બૉમ્બમારાનો જવાબ હતો.’

તેમણે ચેતવણી આપી હતી કે, “જો આવું ફરી થશે, તો પ્રતિક્રિયા વધુ તીવ્ર હશે.”

ઈરાની મીડિયા અનુસાર, ઈરાનના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા હતા અને પર્શિયાની ખાડીમાં ઈરાનના નિયંત્રણવાળા ટાપુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે, “ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતાં ત્રણ કૉમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યાં હતાં અને તેના જવાબમાં અમેરિકાએ તેના પર હુમલો કર્યો.”

ઈરાને કહ્યું છે કે તેણે બુધવારે વહેલી સવારે બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી મથકો પર પર બદલો લેવા માટે હુમલા કર્યા હતા.

ટ્રમ્પની અગાઉની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે, “અમે અભદ્રતાનો જવાબ અભદ્રતાથી નથી આપતા, પરંતુ કાર્યવાહી કરીને આપીએ છીએ. અમે જવાબ નિર્ભયતાથી આપીએ છીએ.”

સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવા અંગે ઊઠ્યા સવાલો

સંજુ સેમસન

ઇમેજ સ્રોત, Getty Images

ક્રિકેટ કૉમેન્ટેટર અને વિશ્લેષક હર્ષા ભોગલેએ સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવા અંગે સવાલો ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું કે ‘સંજુ સેમસન સંબંધિત નિર્ણય અંગે જે થઈ રહ્યું છે તે અંગે હું ખૂબ ચિંતિત છું.’

તાજેતરમાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ટીમમાંથી સંજુ સેમસનને બહાર કરી દેવામાં આવ્યા છે.

હર્ષા ભોગલેએ કહ્યું હતું કે, “મને દુઃખ છે કે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને આરામ આપવામાં આવ્યો છે. હું ઘણા સમયથી આ ક્ષેત્રમાં છું અને મને ‘આરામ’ આપવાનો અર્થ શું થાય એ ખબર છે.”

પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું હતું કે, “ભારતની ક્રિકેટ ટીમ એ જ ભૂલ કરી રહી છે જે તેણે ટી20 વર્લ્ડકપમાં કરી હતી. એ સમયે ઈશાન કિશન અને અભિષેક શર્મા ઓપનિંગ કરી રહ્યા હતા અને વિરોધી ટીમો ઑફ સ્પિનર લગાવીને તેમને સસ્તામાં આઉટ કરી રહી હતી.”

“અભિષેક અને વૈભવ સૂર્યવંશી લાંબાગાળા માટે ઓપનર ન હોઈ શકે. તમારે એક જમણેરી બૅટ્સમૅન ઓપનિંગમાં જોઈએ જ.”

ક્રિકેટના વરિષ્ઠ જાણકાર અને લેખર અયાઝ મેમણે કહ્યું હતું કે, “ટીમમાં જ્યારે કોઈ બદલાવ થાય છે ત્યારે સંજુ સેમસનને જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે.”

“આ ખેલાડી વર્લ્ડકપમાં પ્લેયર ઑફ ધ મૅચ હતો. દરેક ખેલાડીની ઇચ્છા હોય છે કે જ્યારે તેનો સારો સમય ચાલી રહ્યો હોય ત્યારે તે વધુ રમે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS