Home તાજા સમાચાર gujrati આજે દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી દ્વારા વિરોધપ્રદર્શનનું ઍલાન

આજે દિલ્હીના જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી દ્વારા વિરોધપ્રદર્શનનું ઍલાન

2
0

Source : BBC NEWS

ઘણી તસવીરોમાં બૅરિકેડિંગ, ભારે પોલીસ બંદોબસ્ત અને પોલીસની વૅન પણ જોવા મળી રહી છે.

કૉક્રોચ
જનતા પાર્ટીના પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે જંતર-મંતર અને તેની આસપાસના
વિસ્તારોમાં સુરક્ષા તહેનાતી અને પ્રતિબંધો વધારી દીધાં છે.

સમાચાર
એજન્સી એએનઆઈએ કેટલીક તસવીરો જાહેર કરી છે,
જેમાં
ભારે પોલીસ બંદોબસ્ત, સુરક્ષા દળો અને પોલીસનાં વાહનો નજરે પડી રહ્યાં છે.

હકીકતમાં, સીજેપીના નેતૃત્વમાં યોજાનારા આ પ્રદર્શન માટે પરવાનગી
આપવામાં આવી નહોતી. જોકે, સીજેપીના નેતાઓનું કહેવું
છે કે તેઓ જંતર-મંતર પહોંચશે.

પાર્ટીના
સહ-સંયોજક આશુતોષ રાંકાએ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે તેઓ ઇતિહાસ રચશે.

આશુતોષ
રાંકાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું, “પ્રિય કૉક્રોચિસ! મને ગર્વ છે કે આપણે અત્યાર સુધી કેટલી
લાંબી સફર કરી છે. ભલે કંઈ પણ થઈ જાય,
આપણે
ચોક્કસ ઇતિહાસ રચીશું!”

તેમણે
લખ્યું, “માત્ર એક વાત યાદ રાખજો –
હાથમાં બંધારણ અને દિલમાં ગાંધી. કંઈ પણ થઈ જાય, આપણો હાથ નહીં ઊઠે. ભારત માતા કી જય.”

તેમના
ઉપરાંત, સીજેપીના સ્થાપક અભિજીત
દીપકે, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ
વકીલ પ્રશાંત ભૂષણ, સામાજિક-રાજકીય કાર્યકર
યોગેન્દ્ર યાદવ, આઈસાનાં અધ્યક્ષ નેહા બોરા
અને જાણીતા યૂટ્યૂબર ધ્રુવ રાઠીએ પણ લોકોને મોટી સંખ્યામાં જોડાવાની અપીલ કરી છે.

SOURCE : BBC NEWS