Source : BBC NEWS
asiancricketcouncil/instagram
વાંચવાનો સમય: 4 મિનિટ
એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર 2026ની પહેલી સેમિફાઇનલમાં ઇન્ડિયા-એ’ના 318 રનનો વિશાળ ટાર્ગેટને શ્રીલંકા-એ એ ચેઝ કરીને ભારતને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
26 નવેમ્બર 2026ના રોજ દોહાના એશિયન ટાઉન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં ભારતે આપેલા 318 રનના લક્ષ્યાંકને શ્રીલંકાએ માત્ર 41.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો.
આ મૅચમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 317 રન ખડક્યા હોવા છતાં શ્રીલંકાના બે બેટરોએ શાનદાર સદીઓ ફટકારીને મૅચનો રંગ બદલી નાખ્યો હતો.
શ્રીલંકાના ઓપનર લસિથ ક્રૂપુલે 107 બૉલમાં 116 રન અને સીનેથ જયવર્દને 70 બૉલમાં 105 રનની શાનદાર સદીઓએ મૅચનું પાસું પલટી નાખ્યું હતું.
ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
Bcci/x
26 નવેમ્બર 2026ના રોજ દોહામાં રમાયેલી આ મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા.
ભારત તરફથી અભિષેક શર્માએ 63 બૉલમાં 78 રન, કૅપ્ટન તિલક વર્માએ 66 બૉલમાં 53 રન અને શાહબાઝ અહેમદે અણનમ 48 બૉલમાં 54 રન ફટકાર્યા હતા
જ્યારે વૈભવ સૂર્યવંશીએ 27 બૉલમાં 40 રન અને તનુષ કોટિયને 30 બૉલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું.
શ્રીલંકાની બૉલિંગમાં જનિથ લિયાનાગે, નિપુણ ધનંજયા અને રવિન્દુ ફર્નાન્ડોએ 2-2 વિકેટ ઝડપી હતી.
બીજી તરફ, 318 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવીને ભારતીય બૉલરોને દબાણમાં લાવી દીધા હતા.
શ્રીલંકાના ઓપનર લસિથ ક્રૂપુલે 107 બૉલમાં 116 રન અને સીનેથ જયવર્દને 70 બૉલમાં 105 રનની શાનદાર ભાગીદારી કરીને મૅચ પલટી નાખી હતી.
અને શ્રીલંકાએ માત્ર 41.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 318 રન બનાવીને 8.3 ઓવર બાકી રહેતા એક તરફી જીત હાંસલ કરી હતી.
તેમજ આજે સાડા ત્રણ વાગ્યે બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન-એ વિરુદ્ધ બાંગ્લાદેશ-એની મૅચ રમાશે, અને જે જીતશે તે ફાઇનલમાં શ્રીલંકા સાથે રમશે.
બંને ટીમોના કૅપ્ટન શું કહી રહ્યા છે?
“પરંતુ શરૂઆતની 15 ઓવરમાં શ્રીલંકાના ઓપનરોને રોકવાનો પ્લાન કારગત સાબિત થયો નહીં.
તેમણે સ્વીકાર્યું કે બૉલિંગ યુનિટે આત્મમંથન કરવાની જરૂર છે, સાથે જ શાહબાઝ અહેમદ અને તનુષ કોટિયન જેવા ખેલાડીઓના ડેબ્યૂ અને યોગદાનને સકારાત્મક પાસું ગણાવ્યું.
તેમજ તેમણે શ્રીલંકાના દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સિનેથ જયવર્દને કોણ છે?
Getty Images
“શ્રીલંકાની અંડર-19 ટીમમાંથી આગળ આવેલા સિનેથે 2023માં યુએઈ ખાતે રમાયેલા અંડર-19 એશિયાકપ અને 2024ના અંડર-19 વર્લ્ડકપમાં શ્રીલંકાની કૅપ્ટનશિપ કરી હતી.”
“અગાઉ તેમણે યુએઈની ત્રિકોણીય શ્રેણીમાં બાંગ્લાદેશ સામે 101 રન ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.”
“2023માં પાનાદુરા સ્પોર્ટ્સ ક્લબ તરફથી સિનિયર ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ તેમણે તમિલ યુનિયન ક્લબ સાથે જોડાયા”
“લિસ્ટ-એ ક્રિકેટમાં તેણે બે સદી ફટકારી છે, જેમાં કોલંબો ક્રિકેટ ક્લબ સામે 103 બૉલમાં બનાવેલા 136 રન તેમનો બેસ્ટ સ્કોર છે.”
“આ ઉપરાંત તે શ્રીલંકા-એ, ઇમર્જિંગ ટીમ અને લંકા પ્રીમિયર લીગમાં જાફના કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યા છે.”
“ડોમેસ્ટિક ટી20 ક્રિકેટમાં તેમણે એક આક્રમક ઓપનર તરીકે ઊભરી આવ્યા છે. 2026ની મેજર ક્લબ ટી20 ટુર્નામેન્ટમાં તેણે પાનાદુરા સામે 52 બૉલમાં 101 રન અને ફાઇનલમાં એસએસસી સામે 32 બૉલમાં 82 રન ફટકારી તમિલ યુનિયનને ચેમ્પિયન બનાવ્યું હતું. તેમણે આ ટુર્નામેન્ટની 9 મૅચમાં સૌથી વધુ 372 રન બનાવ્યા હતા.”
મૅચ બાદ સિનેથ જયવર્દને કહ્યું કે, “મારા માટે થોડી પ્રેશર મૅચ હતી કારણ કે હું છેલ્લી ત્રણ રમતોમાં રન બનાવી રહ્યો ન હતો. તેથી મેં મારા હેડ કૉચ ફર્વિઝ માહરૂફ સાથેની વાત કરી હતી.”
“ત્યારબાદ કૉચે પોતાની ગેમ પર વિશ્વાસ રાખવા કહ્યું હતું અને આમ કરવાથી જ સારું પરિણામ મળ્યું છે.”
લસિથ ક્રૂપુલે કોણ છે?
asiancricketcouncil/instagram
28 વર્ષીય લસિથ ક્રૂપુલે શ્રીલંકાના એક આક્રમક ઑપનિંગ બૅટ્સમૅન છે. નેગોમ્બોની મારિસ સ્ટેલા કૉલેજમાં અભ્યાસ કરનાર આ ખેલાડીએ રન બનાવીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.
“જેના કારણે તેમને શ્રીલંકાની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું અને તેમણે ટેસ્ટ મૅચ અને ટી20 બંને ફૉર્મેટમાં આંતરરાષ્ટ્રીય મૅચો રમી છે.”
“તેમણે માર્ચ 2018 માં ચિલાવ મેરિયન્સ ક્રિકેટ ક્લબ માટે લિસ્ટ A માં ડેબ્યૂ કર્યું, ત્યારબાદ થોડા સમય પછી તેમણે T20 અને ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું.”
“ઇનિંગની શરૂઆતમાં ઝડપી રન બનાવવાની કુશળતાને કારણે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ એક વિશ્વાસપાત્ર ઓપનર બની ગયા.”
“આગળ જતાં તેઓ મેજર ક્લબ્સ લિમિટેડ ઑવર અને લીગ ટુર્નામેન્ટમાં કોલંબો ક્રિકેટ ક્લબ અને દામ્બુલા જેવી ટીમો તરફથી પણ રમ્યા છે.”
“આ ઉપરાંત, તેમણે અબુ ધાબી ટી10 લીગમાં ન્યૂયૉર્ક સ્ટ્રાઇકર્સ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં દુર્દાંતો ઢાકા તરફથી પણ રમી ચૂક્યા છે.”
“ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનને કારણે તેને શ્રીલંકા ‘એ’ ટીમમાં સ્થાન મળ્યું, બાંગ્લાદેશ ‘એ’ અને ઇંગ્લૅન્ડ લાયન્સ સામેની ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં તેમણે શાનદાર સદી ફટકારી હતી.”
એપ્રિલ 2023માં ઓકલૅન્ડ ખાતે ન્યૂઝીલૅન્ડ સામે શ્રીલંકાની સિનિયર ટી20 ટીમમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાની તક મળી હતી.
સપ્ટેમ્બર 2026માં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આઈચી-નાગોયા ખાતે યોજાનારી 2026 એશિયન ગેમ્સની પુરુષ ટીમમાં તેમની પસંદગી થઈ હતી.
ગઈ કાલે ભારત સામેની સેમિફાઇનલમાં તેમણે શરૂઆતથી જ જવાબદારી સંભાળી હતી. 107 બૉલમાં 116 રન બનાવીને તેમણે એક છેડો સાચવી રાખ્યો અને ટીમને વિજયની નજીક પહોંચાડી.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




