Home તાજા સમાચાર gujrati કોલકાતા: ’91 વર્ષથી પૂજા થાય છે, આવું ક્યારેય નહોતું બન્યું’, દુર્ગાપૂજા પંડાલમાં...

કોલકાતા: ’91 વર્ષથી પૂજા થાય છે, આવું ક્યારેય નહોતું બન્યું’, દુર્ગાપૂજા પંડાલમાં ખરેખર શું થયું કે 19 લોકો માર્યા ગયા?

2
0

Source : BBC NEWS

કોલકાતામાં દુર્ગાપૂજા પંડાલમાં ભાગદોડમાં 19 લોકોનાં મોત, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું, 91 વર્ષમાં આ પહેલી ઘટના હતી.

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

પશ્ચિમ બંગાળના ચોરબાગાન સાર્વજનિક દુર્ગાપૂજા પંડાલમાં નાસભાગ થતાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયાં છે. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે, આ દુર્ઘટના શનિવારે સાંજે લગભગ 7:30 વાગ્યે બની હતી.

અધિકારીએ કહ્યું, “પહેલાં 17 લોકોનાં મોત થયાં, પછી બીજા બે લોકોનું પણ અવસાન થયું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 24 લોકો હવે જોખમ બહાર છે અને એકની હાલત થોડી ગંભીર છે. અમે અમારા તમામ કાર્યક્રમો રદ કર્યા છે. ગૃહમંત્રી (અમિત શાહ)નો એક કાર્યક્રમ હતો તે પણ રદ કરવામાં આવ્યો છે.”

અધિકારીએ દરેક મૃતકના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને કહ્યું કે, દરેક પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. સરકાર દરેક ઘાયલ વ્યક્તિનો તબીબી ખર્ચ ઉઠાવશે અને તેમને 5 લાખ રૂપિયાનું વળતર આપશે.

મોટા ભાગના મૃતકોમાં મહિલાઓ અને બાળકો હતાં. મુખ્ય મંત્રીએ જાહેરાત કરી છે કે કૉલકાતા હાઈકૉર્ટના ન્યાયાધીશ આ મામલાની તપાસ કરશે.

કૉલકાતા પોલીસની એએફએસ ટીમ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. બેદરકારી માટે દોષી ઠરનારી કોઈ પણ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં 58,000 દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું

bbc

ચોરબાગાનમાં યોજાતી પૂજા 90 વર્ષથી વધુ જૂની છે, પરંતુ આવી ઘટના અહીં પહેલાં ક્યારેય જોવા મળી નથી.

એક સ્થાનિકે કહ્યું, “અહીં પહેલાં ક્યારેય આવું બન્યું નથી. 91 વર્ષ થઈ ગયાં છે. અચાનક વરસાદ શરૂ થયો, જેના કારણે કેટલાક લોકો લપસીને પડી ગયા હતા.”

કેટલીક સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે, પહેલાં પણ ચોરબાગાન પૂજા પંડાલ જોવા માટે ભારે ભીડ રહેતી હતી, પરંતુ આ વખતે આવી ઘટના બની છે.

ઘટનાનો ભોગ બનેલી એક વ્યક્તિએ કહ્યું, “ત્યાં જગ્યા ખૂબ જ સાંકડી હતી. ઘણા લોકો લાઇનમાં ઊભા હતા. એકદમ અંધારું હતું અને એક પણ લાઇટ ચાલુ નહોતી. મારી પૌત્રી અને અન્ય બાળકો મારી સાથે હતાં. બે બાળકો હૉસ્પિટલમાં દાખલ છે. હું પણ પડી ગયો. અકસ્માત પછી અડધા કલાક સુધી ત્યાં કોઈ પોલીસ કે કોઈ કાર્યકર્તા પણ હાજર નહોતો.”

એક વ્યક્તિએ કહ્યું, “નાસભાગ શા માટે થઈ તે જાણી શકાયું નથી, પરંતુ આ અકસ્માત નાસભાગને કારણે થયો છે. ત્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો.”

એક મહિલા પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “અહીં ઘણી ભીડ હતી અને ભીડને કારણે લોકો પડી ગયા.”

ચોરબાગાનમાં યોજાતી પૂજા 90 વર્ષથી વધુ જૂની છે, પરંતુ આવી ઘટના અહીં પહેલાં ક્યારેય જોવા મળી નથી.

અન્ય એક મહિલાએ કહ્યું, “અહીં 91 વર્ષથી પૂજા ચાલી રહી છે. લોકોએ એ પણ સમજવું જોઈએ કે તેમણે એક મહિનાના બાળક સાથે આટલી ભીડમાં ન આવવું જોઈએ.”

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં એક વ્યક્તિએ કહ્યું, “પંડાલમાંથી બહાર નીકળતી વખતે નાસભાગ મચી હતી. ત્યાં કોઈ વૉલંટિયર હાજર નહોતા. કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.”

અન્ય એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો અને ઘણા લોકોને બાઇક પર બહાર કાઢવામાં આવી રહ્યા હતા.

પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “ચોરબાગાન પૂજા પંડાલમાં થયેલી નાસભાગ વિશે જાણીને મને ખૂબ જ આઘાત લાગ્યો અને દુઃખ થયું છે. હું દેવી દુર્ગાને પ્રાર્થના કરું છું કે બધા ઘાયલોને જલદી સ્વસ્થ થવાની શક્તિ મળે અને તેમના પરિવારોને આ મુશ્કેલ સમયમાં હિંમત અને શક્તિ મળે.”

પર પહોંચેલા એક યુવકે કહ્યું, “અમે ઇન્સ્ટાગ્રામ રીલ જોયા પછી અહીં આવ્યા હતા. અમને ઇન્સ્ટાગ્રામ પરથી ખબર પડી કે આ મંડપ ખૂબ જ સરસ છે. રીલમાં ઘણી ભીડ હતી. જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમને ખબર પડી કે અકસ્માત થયો છે.”

પીએમ મોદી અને રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો

પીએમ મોદી અને રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો

પીએમ મોદીએ કોલકાતાના દુર્ગાપૂજા પંડાલમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

દરમિયાન, કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું, “કોલકાતાના ચોરબાગન પૂજા પંડાલમાં ભાગદોડના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.”

“હું મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું. હું વહીવટી તંત્રને અપીલ કરું છું કે તમામ ઘાયલોને તાત્કાલિક અને સારી સારવાર મળે અને આ અકસ્માતની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS