Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, કઈ તારીખથી કયા જિલ્લામાં નવો રાઉન્ડ શરૂ...

ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, કઈ તારીખથી કયા જિલ્લામાં નવો રાઉન્ડ શરૂ થશે?

3
0

Source : BBC NEWS

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી વરસાદમાં થોડો વધારો થશે અને કેટલાક જિલ્લાઓમાં બંધ થઈ ગયેલો વરસાદ ફરીથી શરૂ થવાની શક્યતા છે

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને આગામી દિવસોમાં કેટલાક જિલ્લાના વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળે એવી શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી વરસાદમાં થોડો વધારો થશે અને કેટલાક જિલ્લાઓમાં બંધ થઈ ગયેલો વરસાદ ફરીથી શરૂ થવાની શક્યતા છે.

જુલાઈ મહિના દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી જ્યારે કેટલાક જિલ્લાઓમાં હજી પણ પૂરતો વરસાદ પડ્યો નથી.

હાલ ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં સારો વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર પ્રદેશની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે. આ સિસ્ટમ આગળ વધીને રાજસ્થાન પર આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં 1 જૂનથી 6 ઑગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં 13 ટકા વધારે વરસાદ થયો છે. રાજ્યમાં સરેરાશ વધારે વરસાદ થયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી.

ગુજરાતમાં કઈ તારીખથી વરસાદનું જોર વધશે?

ગુજરાતમાં 8 ઑગસ્ટના રોજથી ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતા છે

ઇમેજ સ્રોત, imd

ગુજરાતમાં 8 ઑગસ્ટના રોજથી ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. જે બાદ ત્રણેક દિવસ સુધી વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.

8 ઑગસ્ટથી 10 ઑગસ્ટ સુધી વરસાદમાં વધારો નોંધાશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા નથી. માત્ર હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદનો થવાની શક્યતા છે.

વરસાદનો વધવાનો અર્થ એ છે કે વધારે વિસ્તારોમાં વરસાદ પડશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા નથી. હાલ રાજ્ય પર કોઈ મોટી સિસ્ટમ આવે તેવી સંભાવના નથી એટલે સાર્વત્રિક વરસાદની સંભાવના પણ નથી.

ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ જે વરસાદની સ્થિતિ છે તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસામાં વધારે વરસાદ બંગાળની ખાડી કે મધ્ય ભારત પરની મોટી સિસ્ટમો રાજ્યની પાસેથી કે ઉપરથી પસાર થાય ત્યારે પડે છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 15 ઑગસ્ટ સુધી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય અને સાર્વત્રિક વરસાદ પડે તથા ભારેથી અતિભારે વરસાદ આવે તેવી શક્યતા નથી.

ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ વધી શકે છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS