Source : BBC NEWS
ગુજરાત : આખું વર્ષ દીવા બનાવતી મહિલાઓ કેટલું કમાય છે?
દિવાળીના પર્વે ઘરોમાં રોશની ફેલાવતા માટીના દીવા બનાવવા પાછળ કુંભાર પરિવારોની મહિનાઓની મહેનત રહેલી હોય છે.
અમદાવાદના સરખેજ અને ફતેવાડી વિસ્તારમાં મહિલાઓ અને કારીગરો આખું વર્ષ દીવા બનાવવાની મજૂરી કરી પોતાનાં સંતાનોના શિક્ષણ અને પરિવારના ભરણપોષણ માટે સંઘર્ષ કરે છે.
આ પરિવારોનું કહેવું છે કે, 1000 દીવા બનાવવાની માત્ર 130થી 140 રૂપિયા મજૂરી મળતી હોવા છતાં તેઓ દિવસ-રાત કાર્યરત્ રહે છે.
હવે પરંપરાગત ચાકડાની જગ્યાએ મશીનોથી 40થી 50 જાતના દીવા તૈયાર થાય છે, જે દેશભરનાં વિવિધ રાજ્યોમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે.
અહેવાલ : શ્યામ બક્ષી
કૅમેરા : પવન જયસ્વાલ
ઍડિટ : રિપુલ મકવાણા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




