Home તાજા સમાચાર gujrati ગુજરાત હવામાન : સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ...

ગુજરાત હવામાન : સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ ચતુર્થીની આસપાસના કયા-કયા દિવસોમાં પડશે ભારે વરસાદ

2
0

Source : BBC NEWS

સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ તો આવશે ભારે વરસાદ ગુજરાત હવામાન સમાચાર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ન્યૂઝ બીબીસી  ગુજરાતી વરસાદ પાણી ખેતર ખેડૂત પાક વાવેતર ખાતર ખેત લણણી

ઇમેજ સ્રોત, Getty Images

ગણેશ ચતુર્થી અથવા તેની આસપાસના દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું છે. ત્યારે ફરીથી એક નવી સિસ્ટમ બની રહી છે જેની અસર ગુજરાતના લોકોને રાહતનો અનુભવ અપાવી શકે છે.

હવામાન વિભાગના મોડલ અનુસાર, 11 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે.

શુક્રવારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાળી તરફ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે. તેની અસર ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરે જોવા મળશે. તેમજ 13 અને 14 સપ્ટેમ્બરે તેની અસર વધારે રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

તેમજ ગુજરાતમાં 16, 17 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે, પરંતુ સાથે સાથે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ કરી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

ત્યારે જાણીએ, 12, 13, 14 સપ્ટેમ્બર તહેવારના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

આ સિસ્ટમ જો ગુજરાતમાંથી પસાર થઈ, તો પડી શકે છે ભારે વરસાદ

સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ તો આવશે ભારે વરસાદ સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ તો આવશે ભારે વરસાદ ગુજરાત હવામાન સમાચાર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ન્યૂઝ બીબીસી  ગુજરાતી વરસાદ પાણી ખેતર ખેડૂત પાક વાવેતર ખાતર ખેત લણણી

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી અને બાંગ્લાદેશના દરિયાકાંઠા પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.

તેની અસરથી આજે બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે.

આમ હવામાન વિભાગના મૉડલ અનુસાર, 11 સપ્ટેમ્બરે બંગાળની ખાળીમાં આ લો પ્રેશર એરિયા સર્જાશે.

હવામાન વિભાગ અનુસાર, ત્યાં યથાવત્ એક સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે અને તેની અસર ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરે જોવા મળશે, તેમજ 13 અને 14 તારીખે તેની અસર વધારે રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

એટલે ગણેશ ચતુર્થી કે તેની પહેલા પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ અને ઓડિશાની આસપાસ સર્જાતી હતી, આ વખતે તે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની આસપાસના વિસ્તારોમાં સર્જાઇ રહી છે. તેથી તે સામાન્ય કરતાં તે સહેજ પશ્ચિમ તરફ સર્જાઈ રહી છે તેથી જ્યારે તે મધ્ય પ્રદેશ પહોંચશે ત્યારે તેની અસર ગુજરાત પર પણ થવાની શક્યતા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે.

બીજી તરફ, મોનસૂન ટ્રફ જમ્મુ, દેહરાદૂન, પંતનગર, બસ્તી, છપરા, પુરૂલિયા, દીઘા અને બંગાળની ખાડી પરથી પસાર થઈ રહ્યું છે.

કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ તો આવશે ભારે વરસાદ સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ તો આવશે ભારે વરસાદ ગુજરાત હવામાન સમાચાર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ન્યૂઝ બીબીસી  ગુજરાતી વરસાદ પાણી ખેતર ખેડૂત પાક વાવેતર ખાતર ખેત લણણી

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગે આજના દિવસને લઈને આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

તેમજ આજે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી શકે છે.

આજે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર આજે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં પણ છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી શકે છે.

આવતી કાલે 11 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત આ દિવસે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરતમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી શકે છે.

તેમજ કાલે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની સંભાવના છે.

ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ તો આવશે ભારે વરસાદ સૌરાષ્ટ્ર પર સર્જાઇ રહી છે એક નવી સિસ્ટમ, ગણેશ ચતુર્થીની આસપાસના દિવસોમાં એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ તો આવશે ભારે વરસાદ ગુજરાત હવામાન સમાચાર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી ન્યૂઝ બીબીસી  ગુજરાતી વરસાદ પાણી ખેતર ખેડૂત પાક વાવેતર ખાતર ખેત લણણી

ઇમેજ સ્રોત, Getty Images

12 સપ્ટેમ્બરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

આ સિવાય આ દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે હળવા વાવાઝોડાની શક્યતા છે.

13 સપ્ટેમ્બરને લઈને હવામાન વિભાગે કહ્યું છે, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પૂરેપૂરી શક્યતાઓ છે.

તેમજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

14 સપ્ટેમ્બરની સ્થિતિ અનુસાર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

તેમજ છેલ્લા 24 કલાકનામાં દક્ષિણ ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાંછવાયાં કેટલાક સ્થળોએ વરસાદ નોંધાયો પણ મુખ્યત્વે ઉત્તર ગુજરાત પ્રદેશમાં હવામાન સૂકું રહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS