Home તાજા સમાચાર gujrati જે બાળકને ત્યજી દીધો હતો એણે 65 વર્ષ બાદ પોતાના પરિવારને કેવી...

જે બાળકને ત્યજી દીધો હતો એણે 65 વર્ષ બાદ પોતાના પરિવારને કેવી રીતે શોધ્યો?

3
0

Source : BBC NEWS

જે બાળકને ત્યજી દીધો હતો એણે 65 વર્ષ બાદ પોતાના પરિવારને કેવી રીતે શોધ્યો?

ઇમેજ સ્રોત, Julie Stevenson

“હું ક્યાંથી આવ્યો છું?” ડેવિડ સ્ટીવન્સને પોતાના જીવનનાં 65 વર્ષ આ એક જ પ્રશ્ન સાથે સંઘર્ષ કરતાં વિતાવ્યાં.

પીટરબરોમાં રહેતા ડેવિડ એક ‘ફાઉન્ડલિંગ’ હતા. આ શબ્દ એવાં બાળકો માટે વપરાય છે, જેમને તેમનાં જન્મદાતા માતા-પિતાએ છોડી દીધાં હોય અને બાદમાં કોઈ અજાણી વ્યક્તિને તેઓ મળી આવે.

વર્ષ 1960માં લંડનના ગોલ્ડર્સ ગ્રીન વિસ્તારમાં આવેલી ફ્લેટ્સની એક ઇમારતના હૉલવેમાં તેઓ મળી આવ્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર થોડા દિવસની જ હતી. તેમને શા માટે છોડી દેવાયા હતા તે અંગે કશી માહિતી ઉપલબ્ધ નહોતી. ત્યાર બાદ સ્ટીવન્સન પરિવારે તેમને દત્તક લીધા હતા.

ડેવિડે જણાવ્યું કે “મોટો થતો હતો ત્યારે મને ખબર હતી કે હું એક ‘ફાઉન્ડલિંગ’ છું. મને દત્તક લેનારાં મારાં માતા-પિતાએ મને આ વાત જણાવી હતી, પરંતુ જ્યારે મારાં પોતાનાં બાળકો થયાં, ત્યારે મેં વિચારવાનું શરૂ કર્યું કે હું ખરેખર ક્યાંથી આવ્યો છું.”

વર્ષ 1960માં ‘ડેઇલી મેલ’એ લંડનની એક ઇમારતના બીજા માળે છોડી દેવાયેલા “રેઇનબો બેબી”ની ઓળખ માટે એક અપીલ પ્રકાશિત કરી હતી. ત્યાર બાદ 2009માં અખબારે આ કહાણીને ફરી પ્રકાશમાં લાવી હતી, જેથી કોઈ નવી માહિતી મળી શકે.

‘ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ હતું’

જે બાળકને ત્યજી દીધો હતો એણે 65 વર્ષ બાદ પોતાના પરિવારને કેવી રીતે શોધ્યો?

ઇમેજ સ્રોત, Julie Stevenson

વર્ષો સુધી શોધખોળ કરવા છતાં ડેવિડે જણાવ્યું કે તેમના દત્તક સંબંધિત દસ્તાવેજોમાં તેમનાં જન્મદાતા માતા-પિતા વિશે ખૂબ જ ઓછી માહિતી મળી હતી.

તેમણે કહ્યું, “આ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ હતું.”

“પરંતુ મારી પત્નીએ એમાં રસ લીધો અને તેમને ખબર પડી કે રેકૉર્ડમાં એક પોલીસ રિપોર્ટ પણ હતો. તે એ મહિલા પોલીસ કૉન્સ્ટેબલ ટેગવેન કર્લને શોધી શકી, જેમની પાસે મારો કેસ હતો. હું તેમને મળ્યો ત્યારે એણે મને આ અંગે વધુ માહિતી આપી.”

ડેવિડનાં પત્ની જુલી સ્ટીવેન્સન પીટરબરો શહેરનાં પૂર્વ કાઉન્સિલર છે. તેમણે કહ્યું, “પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ ડેવિડને બચાવ્યાની ઘટના ક્યારેય ભૂલી શક્યાં નથી. આ તેમની કારકિર્દીની સૌથી યાદગાર અને ભાવુક કરનારી ઘટનાઓમાંથી એક હતી.”

જે બાળકને ત્યજી દીધો હતો એણે 65 વર્ષ બાદ પોતાના પરિવારને કેવી રીતે શોધ્યો?

ઇમેજ સ્રોત, Julie Stevenson

આખરે શોધખોળ કરતા ડેવિડને જન્મ આપનારાં માતા પેટ્રા અંગે માહિતી મળી. પેટ્રાનો જન્મ 1940માં નેધરલૅન્ડ્સમાં થયો હતો અને તેઓ એક કૅથલિક પરિવારમાં ઊછર્યાં હતાં.

જુલીએ જણાવ્યું કે 19 વર્ષની ઉંમરમાં તેઓ ‘ઑ-પેયર’ તરીકે કામ કરવા માટે ફ્રાન્સ આવ્યાં અને બાદમાં ઇંગ્લૅન્ડ ગયાં. વર્ષ 1960 તેઓ ડેવિડનાં માતા બન્યાં.

તેમણે કહ્યું, “જોકે એ સ્પષ્ટ નથી કે લંડન પહોંચતાં તેમણે પોતાની ગર્ભાવસ્થા અંગે જણાવ્યું હતું કે નહીં. પરંતુ તેમણે બાળકને પૂરા સમય સુધી ગર્ભમાં રાખ્યો અને એવું લાગતું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન તેમને આસપાસના લોકોની મદદ મળી.”

‘મને તેમના માટે સહાનુભૂતિ છે’

જે બાળકને ત્યજી દીધો હતો એણે 65 વર્ષ બાદ પોતાના પરિવારને કેવી રીતે શોધ્યો?

ઇમેજ સ્રોત, Julie Stevenson

ડેવિડ પ્રથમ વખત 2015માં ફાઉન્ડલિંગ મ્યુઝિયમની મુલાકાત દરમિયાન આઇટીવીની “લૉન્ગ લૉસ્ટ ફેમિલી” ટીમના સંપર્કમાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે “ડીએનએ અને જેનિટિકલ સંશોધનની મદદથી આ કાર્યક્રમને મારી જન્મદાતા માતાની ઓળખ કરવામાં મોટી સફળતા મળી, જે ખરેખર અદ્ભુત વાત છે.”

“દુર્ભાગ્યે તેમનું 2010માં અવસાન થઈ ગયું હતું, પરંતુ મારાં નવાં સગાંઓએ તેમના વિશે જે કિસ્સા અને યાદો મને જણાવી છે, તેના કારણે તેઓ મારા માટે ફરી જીવંત બની ગયાં છે. તેઓ ખૂબ જ પ્રેમાળ મહિલા હતાં.”

ડેવિડે આગળ કહ્યું કે “મને લાગે છે કે તેમણે મારી સારસંભાળ માટે કોઈ વ્યવસ્થા કરી હતી, પરંતુ કદાચ તેમાં કંઈક ખોટ રહી ગઈ હતી. તેના કારણે મને સારસંભાળ માટે સરકારી સિસ્ટમમાં મોકલવામાં આવ્યો.”

“પરંતુ મારા મનમાં તેમના માટે માત્ર સહાનુભૂતિ જ છે. 1950 અને 1960ના દાયકામાં લગ્ન વિના માતા બનવું મહિલાઓ માટે ખૂબ જ મુશ્કેલ હતું. મને લાગે છે કે તેમણે તે સમયે જે શ્રેષ્ઠ કરી શકાય તે જ કર્યું હતું.”

જુલીએ કહ્યું કે “આપણે સ્વીકારવું જોઈએ કે તેમની સામે ન આવવા અથવા સામે આવી ન શકવા પાછળ તેમનાં પોતાનાં કારણો હશે અને તે સ્વીકાર્ય છે. નિર્ણય આપનાર આપણે કોણ છીએ? આપણે તેમનું જીવન જીવ્યા નથી. જે કંઈ બન્યું તે ખૂબ દુઃખદ હતું.”

જે બાળકને ત્યજી દીધો હતો એણે 65 વર્ષ બાદ પોતાના પરિવારને કેવી રીતે શોધ્યો?

ઇમેજ સ્રોત, Julie Stevenson

ત્યારથી ડેવિડ ફરીથી રૉડરડૅમમાં રહેતાં પોતાનાં માતાનાં બહેન (માસી) મેરિએન અને કઝિન્સ સાથે જોડાયા. તેમણે સમગ્ર ઘટનાને ‘રસપ્રદ અને ભાવનાત્મક સફર’ ગણાવી હતી.

તેમણે કહ્યું કે “પરિવારે મારું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેઓ બધા સારા લોકો છે અને તેમને મળીને મને ખૂબ આનંદ થયો.”

“આ બધું ડીએનએ ટૅક્નૉલૉજીના કારણે શક્ય બન્યું. કૅનેડાની એક યુવતીનું ડીએનએ આ ડીએનએ વેબસાઇટ પર મારા ડીએનએ સાથે મૅચ થયું હતું, જેના કારણે અમે આ પરિવાર સુધી પહોંચી શક્યા. હવે મને એ પણ ખબર પડી છે કે મારી પરદાદી ઇન્ડોનેશિયાની હતી.”

ડેવિડે અંતમાં કહ્યું કે “હું ક્યાંથી આવ્યો છું તે જાણીને મને ખૂબ સંતોષ થયો છે. જોકે, મારા પિતાના પરિવાર વિશે હજુ પણ જાણવાનું બાકી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS