Home તાજા સમાચાર gujrati જ્યાં માણસ પણ પહોંચી ના શકે તેવા વેરાન વિસ્તારમાં આ ગુજરાતી કેવી...

જ્યાં માણસ પણ પહોંચી ના શકે તેવા વેરાન વિસ્તારમાં આ ગુજરાતી કેવી રીતે વૃક્ષો વાવે છે?

2
0

Source : BBC NEWS

જ્યાં માણસ પણ પહોંચી ના શકે તેવા વેરાન વિસ્તારમાં આ ગુજરાતી કેવી રીતે વૃક્ષો વાવે છે?

પ્રકાશિત

ગાયનું છાણ, સેન્દ્રિય ખાતર અને માટીના મિશ્રણમાંથી બનાવેલા ગોળાને જંગલના ‘ગુલાબજાંબુ’ એટલે કે સીડ બૉલ પણ કહેવામાં આવે છે.

જેમાં કુદરતનો અણમોલ ખજાનો એટલે કે દુર્લભ વનસ્પતિઓનાં બીજ છુપાયેલાં હોય છે.

જ્યાં માણસોનું પહોંચવું મુશ્કેલ છે, જ્યાં ડુંગરો વેરાન છે, ત્યાં વિજેશભાઈના આ સીડ બૉલ જાદુ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં તેમણે લગભગ 90 હજાર સીડ બૉલ તૈયાર કરીને ડાંગના ઉત્તર-દક્ષિણ રેન્જથી લઈને તાપીના સોનગઢ, સાદડવેલ, પદમડુંગરી અને ઉકાઈ જેવા ગીચ વનવિસ્તારોમાં ફેંક્યા છે.

શું છે વિજયભાઈની કહાણી અને તેઓ કેવી રીતે વેરાન વિસ્તારોને હરિયાળા બનાવી રહ્યા છે. તે જુઓ આ વીડિયોમાં…

વીડિયો: નીરવ કંસારા

સીડ બોલ અને  વિજેશભાઈ જ્યાં માણસ પણ પહોંચી ના શકે તેવા વિરાન વિસ્તારમાં આ ગુજરાતી કેવી રીતે વૃક્ષો વાવે છે?બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ વીડિયો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS