Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઍલાન કર્યું છે કે યુદ્ધવિરામ દરમિયાન 60 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ ટોલ નહીં લાગે.
ડોનાલ્ડ ટ્રમ્પનું આ ઍલાન ત્યારે આવ્યું જ્યારે ઈરાનના ખાતમ અલ-અંબિયા મુખ્યાલયે ઘોષણા કરી કે હોર્મુઝ સ્ટ્રેટને જહાજો માટે ‘બંધ’ કરવામાં આવે છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, “યુદ્ધવિરામ દરમિયાન 60 દિવસો સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ ટોલ નહીં લાગે. 60 દિવસ પૂર્ણ થયા બાદ પણ કોઈ ટોલ નહીં લાગે. જ્યાં સુધી કે અમેરિકા તરફથી કોઈ ટોલ ન લગાવવામાં આવે.”
તેમણે આગળ લખ્યું, “જો સમજૂતી નહીં થાય, તો આ ટોલ એ સેવાઓ માટે લેવાશે જે અમેરિકાએ મિડલ ઇસ્ટના દેશો માટે ‘ગાર્ડિયન એન્જલ’ બનીને આપી છે. તેમાં જૂના, હાલના અને આવનારા ખર્ચની ભરપાઈ સામેલ છે.”
આ પહેલા શનિવારે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના નૌકાદળે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. નૌકાદળે તેનું કારણ જણાવતા કહ્યું કે અમેરિકા તથા ઇઝરાયલે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
બીજી તરફ, અમેરિકાએ એ આરોપનું ખંડન કર્યું છે.
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, “અમને એવા કોઈ પુરાવા નથી મળ્યા કે ઈરાનીઓએ હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી રાખ્યું છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




