Home તાજા સમાચાર gujrati દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર હુમલાના આરોપો, હિન્દુત્વવાદી સંગઠનો કેમ ચર્ચામાં?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર હુમલાના આરોપો, હિન્દુત્વવાદી સંગઠનો કેમ ચર્ચામાં?

2
0

Source : BBC NEWS

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર હુમલાના આરોપો, હિન્દુત્વવાદી સંગઠનો કેમ ચર્ચામાં?

શનિવારે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા હતા, જેમાં પોતાને હિન્દુત્વ સંગઠનોના સભ્યો હોવાનો દાવો કરતા લોકો, દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા લોકોને કથિત રીતે ગાળો બોલતા અને તેમના પર હુમલો કરતા દેખાયા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા.

એક વીડિયોમાં, એક વ્યક્તિ રડતાં-રડતાં કહેતી દેખાય છે કે તેની સાથે મારજૂડ થઈ હતી. જ્યારે એક પત્રકાર તેને પૂછે છે કે શું પોલીસે તેને બચાવ્યા, ત્યારે તેમણે જવાબ આપ્યો કે પોલીસે બચાવ્યા નથી.

હિન્દુત્વવાદી સંગઠન હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ, જેને પિંકી ભૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે વીડિયોમાં મારઝૂડ કરતા જે લોકો દેખાય છે તે તેમના સંગઠનના સભ્યો હતા.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, “આ મારા કાર્યકરો છે. હિન્દુ રક્ષા દળ જે કહે છે તે કરીને દેખાડે છે. જેટલા પણ કૉક્રોચ મળ્યા એમનાં દિમાગ ઠીક કરવાની તાકાત હિન્દુ રક્ષા દળમાં છે, અને તે નિરંતર કરતું રહેશે.”

સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને હોબાળો મચ્યા બાદ, દિલ્હી પોલીસે આ મામલાને પોતે ધ્યાને લઈને નોંધ લીધી અને ચાર લોકો – રમણ સૈની, વિવેકાનંદ ઉર્ફે વિવેક, કપિલ કુમાર અને રવિન્દર સિંહ ઉર્ફે ગોવિંદ હિન્દુ – વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

કમલા માર્કેટ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓ એ વાતની પુષ્ટિ કરી શક્યા નથી કે વીડિયોમાં જે વ્યક્તિ પર હુમલો થતો જોવા મળી રહી છે તે સગીર છે કે નહીં. તેમણે કહ્યું, “અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને પીડિતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

ભારતીય ન્યાય સંહિતાની કલમ 126 (શાંતિ જાળવવા માટે સુરક્ષા), 115 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), અને 130 (હુમલો) સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વધુ તપાસ બાદ વધુ કલમો ઉમેરવામાં આવશે.

બીબીસી પાસે એફઆઈઆરની નકલ નથી.

આરોપીઓ કોણ છે?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર હુમલાના આરોપો, હિન્દુત્વવાદી સંગઠનો કેમ ચર્ચામાં?

હિંસાનો વીડિયો વાયરલ થયા પછી, ભારતીય યુવા કૉંગ્રેસ સહિત અનેક સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પરથી પોસ્ટ્સ શેર કરવામાં આવી હતી, જેમાં હુમલાખોરોની ઓળખ જાહેર કરવામાં આવી હતી.

પોસ્ટમાં લખ્યું છે કે, “અત્યાર સુધી બેની ઓળખ થઈ ગઈ છે. બંને આરએસએસ-સંલગ્ન સંગઠનોનાફ્રિંજ એલિમેન્ટ્સ છે, જેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બતાવે છે કે તેઓ સતત ઝેર ફેલાવી રહ્યા છે, અને આજે તેમણે પોલીસ સંરક્ષણમાં વ્યક્તિને માર માર્યો.”

જોકે, સોશિયલ મીડિયા પર ટીકા છતાં, હુમલાના આરોપોનો સામનો કરી રહેલા લોકોએ પોતાની ઓળખ જાહેર કરવામાં સંકોચ ન કર્યો.

આરોપી કપિલ કુમારના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર શેર કરાયેલા વીડિયોમાં તે અને અન્ય એક આરોપી રવિંદર સિંહ જોવા મળે છે.

વીડિયોનું શીર્ષક છે – “જંતર-મંતર પર કૉક્રોચનો ઇલાજ કરી દીધો અમે સારી રીતે.”

વીડિયોમાં, તેમને કહેતા સાંભળી શકાય છે કે, “અમે મોદી અને દિલ્હી પોલીસના સમર્થક છીએ, છતાં અમને અટકાયતમાં લેવામાં આવ્યા. અમે તેમનું સન્માન બચાવવા આવ્યા હતા, છતાં અમને અટકાયતમાં લેવામાં આવ્યા.”

બીબીસીએ બીજા આરોપી રમણ સૈનીનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો.

બીબીસીએ પિંકી ભૈયાનો પણ સંપર્ક કર્યો, પરંતુ તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, “હું પુષ્ટિ કરી શકતો નથી કે આ લોકો અમારી સંસ્થા સાથે સંકળાયેલા છે કે નહીં.”

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર હુમલાના આરોપો, હિન્દુત્વવાદી સંગઠનો કેમ ચર્ચામાં?

જોકે, પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ, રવિન્દર સિંહે એક વીડિયોમાં પોતાને હિન્દુ રક્ષા દળના સભ્ય તરીકે ઓળખાવ્યો હતો. પોલીસ અધિકારીઓ તેને લઈ જતા જોવા મળે છે.

ઇટીવી ભારત દિલ્હી દ્વારા અપલોડ કરાયેલા એક વીડિયોમાં, તેમને કહેતા સાંભળી શકાય છે કે, “મને પરેશાન ના કરો. બધા વરિષ્ઠ અધિકારીઓ મને ઓળખે છે.”

તે કહે છે, “હું પાછો જઈશ અને તેમને, આ કૉક્રોચોને સીધા કરી દઈશ. જે લોકો દેશ વિરોધી નારા લગાવી રહ્યા છે અને દિલ્હી પોલીસનો ગાળો આપી રહ્યા છે, હું તેમને ઠીક કરી દઈશ. હિન્દુ રક્ષા દળ પાછળ હટશે નહીં.”

અન્ય એક વીડિયોમાં, રવિન્દર સિંહ એક પ્રદર્શનકારીને થપ્પડ મારતા પણ જોઈ શકાય છે.

પ્રદર્શન દરમિયાન અથડામણનું કારણ

વીડિયો જુઓ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS