Home તાજા સમાચાર gujrati નર્મદા : નાના એવા આંબા પર કેરી બેસે અને ખાઈ પણ શકાય,...

નર્મદા : નાના એવા આંબા પર કેરી બેસે અને ખાઈ પણ શકાય, બોન્સાઈ વૃક્ષોની મજેદાર કહાણી

2
0

Source : BBC NEWS

નર્મદા : નાના એવા આંબા પર કેરી બેસે અને ખાઈ પણ શકાય, બોન્સાઈ વૃક્ષોની મજેદાર કહાણી

પ્રકાશિત

બોન્સાઈ એટલે કે વામન વૃક્ષ કળા દ્વારા વિશાળ વૃક્ષોને નાના કૂંડામાં કદમાં અત્યંત નાના રાખીને વિકસાવવામાં આવે છે.

આ ખાસ અહેવાલમાં બોન્સાઈ ટેકનિક, તેના પર ફળ કેવી રીતે આવે છે અને તેને ઘરે બનાવવાની રીત દર્શાવવામાં આવી છે.

ગાર્ડન ગાઇડ રેશમા જણાવે છે કે બોન્સાઈ વૃક્ષોની ઊંચાઈ ત્રણ ઇંચથી લઈને આપણી ઊંચાઈ સુધી રાખી શકાય છે અને તેના પર કેરી, શેતુર તથા આંબલી જેવાં ફળો પણ બેસે છે.

પીપળા જેવા વિશાળ વૃક્ષને કૂંડામાં તાર અને નિયમિત કટિંગ દ્વારા આકાર આપીને વર્ષો સુધી વામન સ્વરૂપે જાળવી શકાય છે. ભારતીય પ્રાચીન ગ્રંથોમાં પણ વામન વૃક્ષ અને વૃક્ષ આયુર્વેદનો ઉલ્લેખ જોવા મળે છે.

અહેવાલ : શ્યામ બક્ષી

કૅમેરા : પવન જયસ્વાલ

ઍડિટ : કુશાંત જાદવ

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS