Source : BBC NEWS
‘પહેલાં 42 રૂપિયાનું દૂધ ભરાવતી, હવે 42 હજારનું ભરાવું છું’, ગુજરાતનાં એ મહિલા જેમણે દૂધમાંથી એક વર્ષમાં 40 લાખનો નફો કર્યો
પ્રકાશિત
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચિત્રોડા ગામનાં પશુપાલક લીલાબહેન ચૌધરીએ માત્ર બે ગાય-ભેંસથી પશુપાલનની શરૂઆત કરી હતી.
આજે તેમની પાસે દોઢસો કરતાં વધુ પશુઓ છે.
મહિલાનું કહેવું છે કે તેઓ દરરોજ આશરે ₹42,000નું દૂધ ભરાવે છે અને આ વર્ષે ₹1.23 કરોડનું દૂધ ભરાવીને ₹40 લાખનો નફો મેળવ્યો છે.
પશુઓની સારસંભાળ માટે તેમણે ચાર પરિવારોને રોજગારી આપી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




