Source : BBC NEWS

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની, ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત સિસ્ટમ બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તે આગામી 12થી 24 કલાકમાં ડીપ ડિપ્રેશન બની શકે છે.
જોકે આ સિસ્ટમ મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહી હોવાથી ગુજરાત પર તેની કોઈ અસર થશે નહીં.
હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ કોઈ નવો રાઉન્ડ નથી અને ઑક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં ચોમાસું રાજ્યમાંથી સંપૂર્ણ વિદાય લઈ લે તેવી શક્યતા છે.
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




