Home તાજા સમાચાર gujrati ભારતીય પ્રતિનિધિમંડળે તહેરાનમાં ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી –...

ભારતીય પ્રતિનિધિમંડળે તહેરાનમાં ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

સૈયદ અતા હસનૈન અને પબિત્ર માર્ગેરિટા ભારત તરફથી આધિકારિક ઈરાનની મુલાકાતે ગયા છે

ઇમેજ સ્રોત, X/@PmargheritaBJP

પ્રકાશિત

વાંચવાનો સમય: 1 મિનિટ

ઈરાનની રાજધાની તહેરાનમાં ભારત સરકારના પ્રતિનિધિમંડળે ઈરાનના સુપ્રીમ લીડર રહેલા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારત સરકારના આધિકારિક પ્રતિનિધિમંડળમાં બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટા સામેલ છે.

બિહારના રાજ્યપાલે સોશિયલ મીડિયા હૅન્ડલ પર સેરેમનીની તસવીરો શૅર કરી હતી અને એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, “વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટા સાથે આજે (શુક્રવારે) તહેરાનમાં આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને હાલના સંઘર્ષમાં જીવ ગુમાવારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. “

વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટાએ પણ પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર તસવીરો શૅર કરી હતી.

તેમણે કહ્યું કે, “બિહારના રાજ્યપાલ અને મેં તહેરાનમાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અમે ભારત સરકાર અને ભારતની જનતા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી.”

ઈરાનમાં અલી ખામેનેઈનાં અંતિમ સંસ્કારની વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેના માટે વિદેશી મહેમાનો તહેરાન પહોંચ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS