Home તાજા સમાચાર gujrati રાજકોટનાં દંપતીએ માત્ર 18 હજાર રૂપિયામાં કારને જ ઘર બનાવી દીધું

રાજકોટનાં દંપતીએ માત્ર 18 હજાર રૂપિયામાં કારને જ ઘર બનાવી દીધું

2
0

Source : BBC NEWS

રાજકોટનાં દંપતીએ માત્ર 18 હજાર રૂપિયામાં કારને જ ઘર બનાવી દીધું

પ્રકાશિત

રાજકોટના કમ્પ્યુટર ઍન્જિનિયર દંપતી નવીનભાઈ અને કાજલબહેને તેમની વેગનઆર કારને માત્ર અઢાર હજાર રૂપિયાના ખર્ચે ‘મોબાઇલ હોમ’માં ફેરવી દીધી છે.

આ કારમાં કિચન, ડબલ બર્નર સ્ટવ, પચાસ લીટર પાણીનું સ્ટોરેજ, બેડ અને વૉશરૂમ ટૅન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

પંડ્યા દંપતી અત્યાર સુધીમાં ત્રણ વખત આખું ભારત ફરી ચૂક્યું છે.

તેઓ સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચૅનલ દ્વારા પોતાના પ્રવાસના અનુભવો શૅર કરે છે. મુસાફરી દરમિયાન તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી અને પર્યાવરણની કાળજી રાખે છે. તેમનો મુખ્ય હેતુ ભારતનાં ગામડાંનું સૌંદર્ય અને પ્રવાસન વધારવાનો છે.

બીબીસી ગુજરાતી રાજકોટનાં દંપતીએ માત્ર 18 હજાર રૂપિયામાં કારને જ ઘર બનાવી દીધું ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર બીબીસી ગુજરાતી ન્યૂઝ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS