Source : BBC NEWS
Vipin Kumar/Hindustan Times via Getty Images
આજે દિલ્હીમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી યોજાશે.
ઇન્ડિયા ગઠબંધને 1 નવેમ્બર, 2026ના દિવસે
દિલ્હીના રામલીલા મેદાનમાં ‘વોટ બચાવો,
દેશ બચાવો’ મહારેલીનું આહ્વાન કર્યું છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ
રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી હતી.
ગઠબંધનની રેલી અગાઉ વેપારીઓએ આ મહારેલીને ન યોજવા અપીલ કરી હતી.
ગઈ કાલે વિપક્ષી દળોએ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના
નિવાસસ્થાને ‘મૉક સંસદ’નું આયોજન કર્યું
હતું.
આ સંસદનું અધ્યક્ષપદ લોકસભાનાં ભૂતપૂર્વ સ્પીકર મીરાકુમારે સંભાળ્યું
હતું. મલ્લિકાર્જુન ખડગેએ જ્ઞાનેશકુમાર સામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે,
“આજથી સાત મહિના પહેલાં 193 સાંસદો ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને
હઠાવવા મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા હતા પરંંતુ તેને સ્વીકારવામાં નહોતો આવ્યો. અમારે
જ્ઞાનેશકુમાર સામે કોઈ વેર નથી. અમે ઇચ્છીએ છીએ કે ગરીબો,
યુવાનો સહિત સૌને આ સંસ્થા પર ભરોસો જળવાઈ રહે અને તેમનો અધિકાર
જળવાઈ રહે.”
“વોટચોરી મુદ્દે આખો દેશ આંદોલિત છે. મોદી સરકારે પ્રદર્શનો
રોકવા ઇન્ટરનેટ, મેટ્રો, ટ્રેન બધું બંધ
કરી દીધું. આ બધું કોણ કરે છે? દેશમાં અરાજકતા
તમે ફેલાવો છો કે અમે?”
“જ્ઞાનેશકુમાર જેવા લોકો જો આવા બંધારણીય પદ પર રહેશે તો દેશની
લોકશાહી પર ખતરો વધતો જ રહેશે. અમારી માગ છે કે SIR તત્કાળ રોકવામાં
આવે અને 2023નો ચૂંટણી કમિશનરનો કાયદો રદ કરવામાં આવે.”
જ્ઞાનેશકુમાર સામે મૂકવામાં આવેલા છ આરોપો આ મુજબ છે –
- ચૂંટણીની ચોરી માટે ષડયંત્ર કર્યું
- 13 કરોડથી વધુ મતદારો હઠાવી દીધા
- સંસદની મંજૂરી વગર ફૉર્મ-6માં સુધારા કર્યા
- ECINET ઍપ મારફતે મતદારયાદી પર કબજો કર્યો
- બાકીના બે ચૂંટણી કમિશનરોને ચૂપ કરી દીધાં
- મોદી અને શાહના કહ્યા મુજબ કામ કર્યું
તો ભાજપના સાંસદ સંબિત પાત્રાએ શનિવારે ઇન્ડિયા ગઠબંધનના ‘જન
મહાઅભિયોગ’ કાર્યક્રમ અંગે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
તેમણે કહ્યું, “ભાજપે કોઈ નવો
કાયદો બનાવીને આ છૂટ આપી નથી. ભાજપ એવો કોઈ કાયદો લઈને આવ્યો નથી,
જે પહેલાંથી અસ્તિત્વમાં ન હોય. રાષ્ટ્રપતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર
(CEC)ને છૂટ અને સંરક્ષણ પહેલેથી જ બંધારણમાં આપવામાં આવ્યા છે. જોકે,
તેના માટે વિશેષ પ્રક્રિયા સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી
નહોતી.”
SOURCE : BBC NEWS




