Source : BBC NEWS
ઇમેજ સ્રોત, EPA/Shutterstock
બ્રિટન અને યુરોપના લોકોએ લગભગ 30 વર્ષ પછી આટલું અદભુત સૂર્યગ્રહણ જોયું.
બ્રિટનમાં લોકોએ આંશિક સૂર્યગ્રહણ જોયું. સ્થાનિક સમય મુજબ સાંજે સાત વાગ્યાની આસપાસ ગ્રહણ જોવા મળ્યું હતું.
આ સમયે મોટાભાગના વિસ્તારોમાં ચંદ્રએ સૂર્યના 90 ટકાથી વધુ ભાગને ઢાંકી દીધો હતો.
જોકે, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને સ્પેનના કેટલાક ભાગોમાં લોકો પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શક્યા.
અહીં દિવસ દરમિયાન સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો, જેના કારણે લોકો આ અદ્ભુત દૃશ્યનો અનુભવ કરી શક્યા.
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, Ina Fassbender/AFP/Getty Images
ઇમેજ સ્રોત, EPA/Shutterstock
ઇમેજ સ્રોત, Alex Burstow/Arsenal FC via Getty Images
લદ્દાખ: સવારે છ વાગે 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ઇમેજ સ્રોત, Getty Images
વહેલી સવારે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર 5.5ના ભૂકંપથી અચાનક ધરતી ધ્રૂજી ઊઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
એએનઆઈ અનુસાર, સવારે છ વાગે આવેલા આ ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




