Home તાજા સમાચાર gujrati સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ : 36 વર્ષ બાદ પહેલાં આ કાશ્મીરી પંડિત સાથે...

સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ : 36 વર્ષ બાદ પહેલાં આ કાશ્મીરી પંડિત સાથે શું થયું હતું, આ કેસ હાલ કેમ ફરી ચર્ચામાં આવ્યો?

3
0

Source : BBC NEWS

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાનના પાડોશી સર્વાનંદ કૌલ 'પ્રેમી' અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા. આ ઘટનાનાં 36 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની હત્યાનો કેસ ખોલ્યો છે.

ઇમેજ સ્રોત, Kaul Family

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાન નઝરને પાડોશમાંથી મહિલાઓના જોરશોરથી રડવાનો અવાજ સંભળાયો ત્યારે તેઓ ગભરાઈ ગયા.

તેમના પાડોશી સર્વાનંદ કૌલ ‘પ્રેમી’ અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા.

અહસાન નઝરે બીબીસીને જણાવ્યું કે આ ઘટનાથી તેમને ખૂબ દુઃખ થયું હતું. તેમણે કહ્યું કે પોતાના ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ ન હોય, ત્યારે પ્રેમીજીનું ઘર તેમના માટે હંમેશાં ખુલ્લું રહેતું.

તેમણે કહ્યું, “પ્રેમીજી ઉમદા અને નિખાલસ માણસ હતા. તેમના પુત્ર હમણાં જ પિતા બન્યા હતા. અમને સૌને આશા હતી કે પ્રેમીજી અને તેમના પુત્ર ટૂંક સમયમાં ઘરે સલામત સલામત પાછા ફરશે.” 1990ના દાયકાની શરૂઆતમાં કાશ્મીરમાં ઉગ્રવાદ વધવાની સાથે ચોક્કસ લોકોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓનો સિલસિલો શરૂ થયો. ત્યાર પછી મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ જમ્મુ અને દેશના અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કર્યું.

પરંતુ સોફ શાલી ગામનો એક માત્ર હિંદુ પરિવાર—પ્રેમી પરિવાર—ગામમાં જ રહેવાનો નિર્ણય કરી ચૂક્યો હતો.

સરકારી આંકડા અનુસાર, 1989થી 2004 વચ્ચે કાશ્મીર ખીણમાં ઉગ્રવાદના સૌથી હિંસક સમયગાળા દરમિયાન ઉગ્રવાદીઓએ 219 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી.

ઉગ્રવાદ સાથે સંકળાયેલી હિંસામાં માર્યા ગયેલા 40,000થી 70,000 લોકોમાં મોટા ભાગના મુસ્લિમ હતા.

પ્રેમીના પુત્ર રાજિન્દર કૌલે બીબીસીને જણાવ્યું, “અમે ત્યાં આનંદ અને ગૌરવપૂર્વક રહેતા હતા. મારા પિતા કદી કાશ્મીર છોડીને બીજે જવા માગતા નહોતા. તેઓ કહેતા કે પોતાના મુસ્લિમ પાડોશીઓને છોડીને જવું કાયરતા અને પાપ છે.”

અપહરણ પહેલાં સોફ શાલીમાં શું બન્યું હતું?

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાનના પાડોશી સર્વાનંદ કૌલ 'પ્રેમી' અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા. આ ઘટનાનાં 36 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની હત્યાનો કેસ ખોલ્યો છે.

ઇમેજ સ્રોત, Kaul Family

પ્રેમીના પુત્ર રાજિન્દર કૌલે જણાવ્યું, “અપહરણના બે દિવસ પહેલાં મારા પિતાના કહેવાથી અમારા ઘરે ગામના વડીલોની એક બેઠક મળી હતી. તેમાં એ સમયની તણાવભરી પરિસ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.”

તેમણે કહ્યું, “અમારા પાડોશીઓ અને ગામના વડીલોએ અમને ખાતરી આપી હતી કે અમે સલામત છીએ અને કોઈ અમને નુકસાન નહીં પહોંચાડે. અમને તેમની વાત પર પૂરેપૂરો ભરોસો હતો.”

સોફ શાલીના વેપારી મોહમ્મદ રમઝાન શેરીએ જણાવ્યું કે પ્રેમીનો પરિવાર સુખ-દુઃખ બંનેમાં પોતાના મુસ્લિમ પાડોશીઓની પડખે ઊભો રહેતો હતો.

“તેઓ દરરોજ ગામની સૂફી દરગાહ પર જઈને માથું ટેકવતા, અગરબત્તી કરતા અને મુસ્લિમો તથા હિંદુઓ બંનેની ભલાઈ માટે દુઆ કરતા. તેઓ સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ હિંદુ હતા અને ગામના મોટા ભાગના મુસ્લિમો કરતાં પણ કુરાન વિશે વધુ જાણતા હતા.”

સૂફી સંત બાબા નસીબ-ઉદ્-દીનની દરગાહ સોફ શાલીની એકમાત્ર સરકારી શાળા પાસે આવેલી છે.

ગામના વડીલ દુકાનદાર ગુલામ રસૂલ અહંગરનો દાવો છે કે પ્રેમી ઘણી વાર આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરતા હતા.

જોકે, બદલામાં તેઓ તેમની પાસેથી આ વાત કોઈ બીજાને ન જણાવવાનું વચન પણ લેતા.

અહંગરે કહ્યું, “હું તેમને ઘણી વાર વહેલી સવારે દરગાહ પર જોયા કરતો. પણ તેમના માટે મારા મનમાં એટલું માન હતું કે તેમની હાજરીમાં દરગાહની અંદર જવાની હિંમત પણ હું કરી શકતો નહોતો.”

અપહરણની રાત અને ચૂપચાપ કરાયેલી અંતિમવિધિ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાનના પાડોશી સર્વાનંદ કૌલ 'પ્રેમી' અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા. આ ઘટનાનાં 36 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની હત્યાનો કેસ ખોલ્યો છે.

ઇમેજ સ્રોત, Jehangir Ali

રાજિન્દર કૌલને 29 એપ્રિલ, 1990ની એ રાત આજે પણ બરાબર યાદ છે. મોં ઢાંકેલા બે બંદૂકધારીઓ તેમના ઘરે આવ્યા અને તેમના પિતાને કહ્યું કે તેમણે તેમના “કમાન્ડર”ને મળવા તેમની સાથે આવવું પડશે.

તેમણે જણાવ્યું કે બંદૂકધારીઓએ ખાતરી આપી હતી કે પ્રેમીએ ત્યાં જઈને કમાન્ડર સાથે ફક્ત વાત કરવાની છે અને તેઓ ટૂંક સમયમાં ઘરે પાછા આવી જશે.

કૌલે કહ્યું, “કેટલાક સ્થાનિક લોકોએ પણ અમને ખાતરી આપી હતી કે કંઈ ખોટું નહીં થાય. એટલે વીરેન્દ્ર તેમની સાથે ગયા. બીજા દિવસે પણ તેઓ પાછા ન ફર્યા ત્યારે આખા ગામમાં હડતાળ પડી.”

સોફ શાલીના રહેવાસી મોહમ્મદ શફીના પરિવારને પ્રેમી પરિવાર સાથે નજીકના સંબંધો હતા. તેઓ જણાવે છે કે ગામલોકોએ સામૂહિક હડતાળ પાડીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો.

તેમણે કહ્યું, “એને કારણે પોલીસે ગામમાં આવવું પડ્યું અને લોકોને ખાતરી આપવી પડી કે પ્રેમીજી ટૂંક સમયમાં પાછા આવી જશે.”

પરંતુ કૌલના જણાવ્યા મુજબ, 1 મે, 1990ના રોજ તેમના પિતા અને ભાઈના મૃતદેહ ગામથી આશરે 20 કિલોમીટર દૂર, બુલબુલ નૌગામ વિસ્તારમાં એક રાઈના ખેતરમાં ઝાડ પર લટકતા મળી આવ્યા.

તેમણે કહ્યું, “તેમના આખા શરીર પર અત્યાચારનાં નિશાન હતાં. મારા પિતા એટલા પ્રતિષ્ઠિત હતા કે મેં સાંભળ્યું હતું કે પાકિસ્તાને પણ આ હત્યાની નિંદા કરી હતી.”

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાનના પાડોશી સર્વાનંદ કૌલ 'પ્રેમી' અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા. આ ઘટનાનાં 36 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની હત્યાનો કેસ ખોલ્યો છે.

ઇમેજ સ્રોત, Jehangir Ali

પ્રેમીને નજીકથી ઓળખતા કાશ્મીરી કવિ અને સામાજિક કાર્યકર ઝરીફ અહમદ ઝરીફ કહે છે કે તેમનામાં ઉત્તમ કવિતા રચવાની અસાધારણ પ્રતિભા હતી.

તેમણે કહ્યું, “મને આ ઘટના વિશે રેડિયો બુલેટિન પરથી જાણ થઈ હતી. આ સમાચારથી આખું કાશ્મીર સ્તબ્ધ થઈ ગયું હતું.”

કૌલે જણાવ્યું કે સોફ શાલીમાં મુસ્લિમ સમુદાયના કેટલાક વડીલોએ બ્રિંગી નદીના કિનારે તેમના પિતા અને ભાઈની અંતિમવિધિ કરી હતી.

તેમણે કહ્યું, “એ પછી હું કદી ગામમાં પાછો ગયો નથી.”

શફીએ ગામમાં નવા બનેલા રમતના મેદાન પાસેના એ સ્થળ તરફ ઇશારો કર્યો, જ્યાં અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “ડરના કારણે પ્રેમીજીના પરિવાર સિવાય એક પણ કાશ્મીરી પંડિત અંતિમવિધિમાં હાજર રહી શક્યો નહોતો.”

જાણીતાં કાશ્મીરી પંડિત શિક્ષણવિદ્ નીરજા મટ્ટુ યાદ કરે છે કે પ્રેમી પોતાના વિસ્તાર અને સમુદાયમાં “અતિ ઉમદા માણસ” તરીકે જાણીતા હતા.

તેમણે કહ્યું કે પ્રેમી સમાજસુધારાની માર્ક્સવાદી વિચારધારાથી પ્રભાવિત હતા.

શ્રીનગરમાં રહેતાં મટ્ટુએ કહ્યું, “આ એક ભયાનક ઘટના હતી, જેની અસર સમગ્ર કાશ્મીરી પંડિત સમુદાય પર પડી. આટલા પ્રતિષ્ઠિત શિક્ષક સાથે કશા કારણ વિના આવું થઈ શકતું હોય, તો પોતે પણ સલામત નથી, એમ સૌને લોકોને લાગ્યું.”

શફીનું માનવું છે કે પ્રેમી અને તેમના પુત્રની હત્યા એક મોટા ષડયંત્રનો ભાગ હતી.

તેમણે કહ્યું, “ઉગ્રવાદીઓએ કદાચ એમ વિચારીને તેમને નિશાન બનાવ્યા હશે કે આ સમાચારથી બીજા પંડિતો પણ ડરી જશે અને કાશ્મીર છોડીને જતા રહેશે. પછી એમ જ થયું.”

કવિ, લેખક અને સમાજસેવક

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાનના પાડોશી સર્વાનંદ કૌલ 'પ્રેમી' અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા. આ ઘટનાનાં 36 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની હત્યાનો કેસ ખોલ્યો છે.

ઇમેજ સ્રોત, Jehangir Ali

અન્ય કાશ્મીરી પંડિતો જ્યારે ખીણ છોડીને જઈ રહ્યા હતા, ત્યારે પ્રેમીએ ગામમાં જ રહેવાનું નક્કી કર્યું. તેમને વિશ્વાસ હતો કે ગામના લોકો તેમને પોતાના શુભચિંતક ગણે છે. તેઓ સોફ શાલી અને આસપાસનાં ગામોના યુવાનોની એક આખી પેઢીને ભણાવી ચૂક્યા હતા.

વિસ્થાપિત કાશ્મીરી મુસ્લિમ મોહમ્મદ શફીએ કહ્યું, “ગામમાં ભાગ્યે જ કોઈ એવું હશે, જેણે તેમની દયા અને ઉદારતાનો અનુભવ ન કર્યો હોય. તેઓ સોફ શાલીનાં અનેક ગરીબ પરિવારોની દીકરીઓનાં લગ્ન માટે આર્થિક મદદ કરતા હતા.”

રાજિન્દર કૌલે જણાવ્યું કે તેમના પિતા 1979માં શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે ભગવદ્ ગીતા, રામાયણ, રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ અને રશિયન લોકકથાઓનો કાશ્મીરી ભાષામાં અનુવાદ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે તેમના પિતાની કવિતાનાં લગભગ એક ડઝન પુસ્તકો પ્રકાશિત થયાં હતાં.

કૌલના જણાવ્યા મુજબ, તેમના પિતા સાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની પણ હતા. તેમણે ‘ભારત છોડો આંદોલન’ માં ભાગ લીધો હતો અને ડોગરા શાસન સામે પણ સંઘર્ષ કર્યો હતો.

તેમણે કહ્યું કે કાશ્મીરના જાણીતા કવિ ગુલામ અહમદ મહજૂરે જ સર્વાનંદ કૌલને ‘પ્રેમી’ ઉપનામ આપ્યું હતું.

કૌલે કહ્યું, “મારા પિતાએ શેખ અબ્દુલ્લાના સમયમાં ડોગરા રાજ સામે લડત આપી હતી. તેમની એક કવિતા પર મહારાજા હરિસિંહે પ્રતિબંધ મૂકી દીધો હતો. એ પછી તેમને 12 વર્ષ સુધી કાશ્મીરની બહાર રહેવું પડ્યું.”

પણ એક વિદ્વાન, સાહિત્યકાર અને દયાળુ વ્યક્તિ હોવાથી કોઈ પોતાને નુકસાન નહીં પહોંચાડે એવો પ્રેમીનો વિશ્વાસ ખોટો સાબિત થયો. તેમને અને તેમના પરિવારને તેની ભારે કિંમત ચૂકવવી પડી.

રાજિન્દર કૌલે જણાવ્યું કે અંતિમવિધિ પછી પોલીસે તેમને ગામ છોડી દેવાની સલાહ આપી હતી.

તેમણે કહ્યું, “જે કંઈ થયું હતું, તેનાથી ગામના લોકો શરમિંદા હતા, કારણ કે તેઓ પોતાનું વચન પાળી શક્યા નહોતા. ત્યાર પછી અમે મારા ભાઈ સાથે દિલ્હી રહેવા જતા રહ્યા, કારણ કે મારાં માતા ઇચ્છતાં હતાં કે પરિવારના સૌ કોઈ એક જ છત નીચે રહે.”

કૌલનો આરોપ છે કે દૂરુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઈ.આર. નંબર 45/1990માં ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના ઘરમાં સુરક્ષા દળો હાજર હતાં.

તેમણે કહ્યું, “1992માં અમારા મંદિરને તોડી પાડવામાં આવ્યું અને 1998માં અમારા ઘરને સળગાવી દેવાયું.”

કૌલના જણાવ્યા મુજબ, પ્રેમી ફારસી અને સંસ્કૃત સહિત છ ભાષાઓના જાણકાર હતા.

જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ 1997માં તેમને મરણોત્તર સુવર્ણ ચંદ્રક આપીને સન્માનિત કર્યા હતા.

આ ઉપરાંત દિલ્હી સહિતની અનેક સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓએ પણ પ્રેમીને તેમના નિધન બાદ સન્માનિત કર્યા હતા.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાનના પાડોશી સર્વાનંદ કૌલ 'પ્રેમી' અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા. આ ઘટનાનાં 36 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની હત્યાનો કેસ ખોલ્યો છે.

ઇમેજ સ્રોત, Kaul Family

શેરખાનનો આતંક

1994માં ઉગ્રવાદી હિંસાથી બચવા માટે જમ્મુ ચાલ્યા ગયેલા મોહમ્મદ શફીનો દાવો છે કે આ ઘટના પાછળ રાજૌરીનો રહેવાસી શેરખાન હતો. ત્યારે તેની ઓળખ શંકાસ્પદ ઉગ્રવાદી તરીકેની હતી અને ગામમાં તે અવારનવાર આવ- જા કરતો હતો.

તેમણે કહ્યું, “ગામમાં લોકોને ડરાવવા-ધમકાવવા માટે તેની ટોળકીએ એક પ્રકારની ચોકી બનાવી રાખી હતી. ત્યારે અમારા ગામનો કોઈ સ્થાનિક યુવક ઉગ્રવાદી પ્રવૃત્તિમાં સામેલ નહોતો.”

સોફ શાલીની એક મહિલા રહેવાસીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે આ બેવડા હત્યાકાંડના થોડા મહિના પહેલાં શેરખાન અને તેના સાથીઓ રાત્રે તેમના ઘરમાં ઘૂસી ગયેલા .

તેમણે કહ્યું, “તેનો દેખાવ બહુ ભયાનક હતો. મારાં સાસુને એ ઘટનાથી એટલો આઘાત લાગેલો કે આખી જિંદગી તેને ભૂલી શક્યાં નહીં. મૃત્યુ પહેલાં પણ તેઓ ઘણી વાર ગભરાઈને કહેતાં, ‘શેરખાન આવી રહ્યો છે’. આપણે દરવાજો ખુલ્લો ન રાખવો જોઈએ.”

મીડિયાના અહેવાલો અનુસાર, શેરખાન આ કેસનો મુખ્ય શંકાસ્પદ હતો અને પછીનાં વર્ષોમાં એક અથડામણમાં માર્યો ગયો હતો.

જો કે, પ્રેમીના પુત્ર રાજિન્દર કૌલનું કહેવું છે કે તેમના પરિવારને તપાસ ક્યાં સુધી પહોંચી અને તેમાં શું પ્રગતિ થઈ તેની જાણ કદી કરવામાં આવી નહોતી.

તેમણે કહ્યું કે પોતાના પિતાને ન્યાય અપાવવા માટે તેમણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો.

‘અન્યાય કરીને બચી નહીં શકો’

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાનના પાડોશી સર્વાનંદ કૌલ 'પ્રેમી' અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા. આ ઘટનાનાં 36 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની હત્યાનો કેસ ખોલ્યો છે.

ઇમેજ સ્રોત, Jehangir Ali

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હત્યાકાંડ પછી કાશ્મીરમાં ઉગ્રવાદી હિંસા વધી ગઈ અને કેટલાક કાશ્મીરી પંડિતોને બાદ કરતાં મોટા ભાગના જમ્મુ, નવી દિલ્હી અને દેશના અન્ય વિસ્તારોમાં જતા રહ્યા. એ પછી કથિત રીતે ચોરો અને તોફાની તત્ત્વોએ પ્રેમીના ઘરને નિશાન બનાવ્યું.

રાજિન્દર કૌલે જણાવ્યું કે તેમનો પરિવાર તેમની નાની બહેનનાં લગ્નની તૈયારી કરી રહ્યો હતો. એના માટે સોનાનાં ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓ ખરીદવામાં આવી હતી.

તેમણે કહ્યું, “મારા પિતા અને ભાઈનું અપહરણ થયું ત્યારે આશરે 15 લાખ રૂપિયાની સંપત્તિ લૂંટી લેવામાં આવી હતી, જેમાં ચાર લાખ રૂપિયા રોકડા પણ સામેલ હતા. પછી અમે ગામ છોડીને ગયા ત્યારે નવું ઘર બનાવવા માટે રાખેલી સામગ્રી પણ લૂંટી લેવામાં આવી. અમારી પેઢી દર પેઢીની જમીન પર પણ કબજો કરી લેવામાં આવ્યો. કદાચ મારા કેટલાંક સગાંઓએ પોતાની જમીનનો હિસ્સો વેચી દીધો હશે, પણ મેં મારી જમીન વેચી નથી. મારે મારી જમીન પાછી જોઈએ છે.”

અગાઉ ઉલ્લેખ કરાયેલી મુસ્લિમ મહિલાએ કહ્યું, “જે લોકો માનતા હતા કે નિર્દોષોનું લોહી વહાવીને અને તેમની સંપત્તિ લૂંટીને તેઓ બચી જશે, તેમને કદાચ ખબર નહોતી કે અલ્લાહની અદાલતમાં પણ ન્યાય થાય છે. હવે ન્યાયનો ગાળિયો તેમના ગળાની આસપાસ કસાઈ રહ્યો છે.”

36 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે આ કેસની ફરી તપાસ શરૂ કરી છે. તપાસનો હેતુ એ જાણવાનો છે કે આ ઘટનામાં બીજા કોઈ પણ સામેલ હતા કે કેમ. આ મહિનાની શરૂઆતમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રાજૌરીમાં આવેલા ખાનના ઘરનો પણ સમાવેશ થાય છે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સોફ શાલી ગામમાં, 30 એપ્રિલ, 1990ની સવારે મોહમ્મદ અહસાનના પાડોશી સર્વાનંદ કૌલ 'પ્રેમી' અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલનું આગલી રાત્રે બુકાનીધારી બંદૂકધારીઓએ અપહરણ કરી લીધું હતું. તેઓ કાશ્મીરી પંડિત શિક્ષક, સમાજસેવક અને કવિ તરીકે માનનીય હતા. આ ઘટનાનાં 36 વર્ષ પછી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમની હત્યાનો કેસ ખોલ્યો છે.

ઇમેજ સ્રોત, Jehangir Ali

પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા માધ્યમો પર બહાર પાડેલા એક નિવેદનમાં પોલીસે જણાવ્યું કે તાજેતરમાં હાથ ધરવામાં આવેલું તપાસ અભિયાન લાંબા સમયથી ચાલી રહેલી તપાસમાં “એક મહત્ત્વનું પગલું” છે. તેનો હેતુ હત્યાઓ પાછળના સંજોગોને જાણવાનો અને તપાસને નિર્ણાયક તબક્કા સુધી પહોંચાડવાનો છે.

કાશ્મીરી પંડિત સરલા ભટ્ટના કેસ બાદ પ્રેમી અને તેમના પુત્રનો કેસ જમ્મુ-કાશ્મીર પોલીસે ફરી ખોલેલો બીજો ચર્ચિત કેસ છે.

ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ખીણમાં ઉગ્રવાદી હિંસાનો ભોગ બનેલા કાશ્મીરી પંડિતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું છે.

સોફ શાલીમાં એક સમયે પ્રેમીનું બે માળનું ઘર હતું, ત્યાં હવે અનેક દુકાનો અને કેટલાંક રહેણાંક મકાનો ઊભેલાં છે. તેમનાં પત્ની ઓમા કૌલનું 2018માં અવસાન થયું હતું. પરિવારના જણાવ્યા મુજબ, તેમને એ અફસોસ રહ્યો કે તેમના પતિને ન્યાય મળી શક્યો નહીં.

થોડાં વર્ષો પહેલાં ગામની શાળા અને રમતના મેદાનનું નામ પ્રેમીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પરંતુ રાજિન્દર કૌલ હજુ પણ પૂરેપૂરું સત્ય જાણવા માગે છે.

સાથે જ, તેઓ તેમના પિતાની અપ્રકાશિત રચનાઓનું સંકલન કરીને તેમના સાહિત્યિક વારસાને સાચવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

તેમણે કહ્યું, “પોલીસ આ કેસની ફરી તપાસ કરવા માગતી હોય અને અન્ય કાવતરાખોરો સુધી પહોંચવા માગતી હોય, તો તેમને રોકનાર હું કોણ?”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS