Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Shutterstock
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાનાં હવાઈ મથકો પર કરવામાં આવેલા હુમલાઓ વચ્ચે ભારતે એક ઍડ્વાઇઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને સતર્ક રહેવા અને જરૂર મુજબ ઘરોની અંદર રહેવા જણાવ્યું છે.
રિયાધસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી ઍડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે, “હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની, જરૂર પડ્યે ઘરોની અંદર રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.”
ઍડ્વાઇઝરીમાં ભારતીય નાગરિકોને હાલના ઘટનાક્રમ સાથે જોડાયેલા કોઈપણ વીડિયો અથવા સમાચારનું પ્રસારણ કરવા અથવા તેને ફરીથી પોસ્ટ કરવાના મામલે બચવાની સલાહ આપવામાં આવી છે.
દૂતાવાસે જણાવ્યું કે, રિયાધસ્થિત ભારતીય દૂતાવાસ અને જેદ્દાહસ્થિત વાણિજ્ય દૂતાવાસ તેમજ વીએફએસ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પણ સામાન્ય રીતે ચાલુ છે. જરૂર પડ્યે આગળ વધુ માહિતી અને ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવશે.
દૂતાવાસે એ પણ જણાવ્યું કે, પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર (પીબીએસકે)ની 24 કલાક ઉપલબ્ધ હેલ્પલાઇન કાર્યરત છે. તેનો સ્થાનિક ટોલ-ફ્રી નંબર 8002471234 છે.
આ પહેલાં ઍર ઇન્ડિયાએ સાઉદી અરેબિયાના રિયાધ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ 10 ઑક્ટોબર સુધી રદ કરી દીધી છે. રિયાધમાં ભારતીય દૂતાવાસે ઍક્સ પર એક પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




