Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનરે વિક્ટોરિયાઝ સિક્રેટ ફેશન શોમાં 50 મિલિયન ડૉલર (લગભગ 4.74 અબજ)ની કિંમતની બ્રા પહેરીને ડેબ્યૂ કર્યા પછી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ છે.
રવિવારે લૉન્જરીના વાર્ષિક શોમાં મેકઅપ આઇકૉન ગણાતાં કાઈલી જેનરે દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા.
તેમણે પ્રખ્યાત ફૅન્ટસી બ્રા પહેરી હતી. ડિઝાઇનર અનુસાર, આ બ્રા 18-કેરેટ સોનું અને 4410 હીરાથી બનેલી હતી.
ફૅન્ટસી બ્રા એ વર્ષોથી આ શોનું એક મુખ્ય લક્ષણ રહ્યું છે અને તેને પહેરવું એ સામાન્ય રીતે પસંદ કરેલા મૉડેલ માટે એક સન્માન અને નિર્ણાયક ક્ષણ તરીકે જોવામાં આવે છે.
કેટલાક એ વાતે ખુશ થયા છે કે એક 29 વર્ષનાં મૉડેલને આ બ્રા પહેરવા મળી અને કેટલાક અન્ય લોકોએ એક અનુભવી સુપરમૉડેલને આ અવસર ન આપવા માટે બ્રાન્ડની ટીકા કરી હતી.
સોશિયલ મીડિયા અને માર્કેટિંગ નિષ્ણાત જોએલ માર્લિનારસનનું કહેવું છે કે આ સારી રીતે આયોજિત કરવામાં આવ્યું હતું અને તેણે ‘મૉડેલિંગ અને સોશિયલ મીડિયાના ભવિષ્ય’ માટે તેનો શું અર્થ છે તેના વિશે ઘણી ચર્ચા છેડી છે.
ઇમેજ સ્રોત, Joel Marlinarson
જોએલે બીબીસી ન્યૂઝબીટને જણાવ્યું કે, “કાઈલી ચોક્કસપણે સેલિબ્રિટીની દુનિયામાં એક નવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં બ્રાન્ડ્સ એ વાતને પ્રાથમિકતા આપી રહી છે કે મૉડેલની પરંપરાગત વ્યાખ્યામાં કોણ બંધ બેસે છે તેના કરતાં મહત્ત્વનું કોણ છે સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરશે.”
માર્લિનારસનનું કહે છે કે યુવાનો જેનર સાથે ઘણા જોડાયેલા છે કારણ કે તેઓ સોશિયલ મીડિયા પર તેમના રિયાલિટી શોને જોઈને મોટા થયા છે.
જોકે, તેમનું કહેવું છે કે પ્રેક્ષકોનો એક વર્ગ એવો પણ હશે કે જે ‘ફૅશનના પ્રતિષ્ઠિત નાઓમી કેમ્પબૅલ યુગ’ને યાદ રાખશે અને જેનરને આ તક આપવામાં આવી રહી છે તે ‘વિશ્વાસઘાત’ તરીકે જોશે.
તેમણે કહ્યું, “આખરે, તેઓ માર્કેટિંગના આ નવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં બ્રાન્ડ્સ એટલે ખાસ કરીને વિક્ટોરિયા સિક્રેટ અને હેરિટેજ બ્રાન્ડ્સ એ કોઈ જોખમ લેવા માંગતા નથી.”
“તેઓ એવી વ્યક્તિને લાવવા માંગે છે જે લોકોનું ધ્યાન ખેંચી શકે, હેડલાઇન્સ બનાવી શકે અને સતત ભીડ ખેંચી શકે, અને વિક્ટોરિયા’સ સિક્રેટે બરાબર એ જ કર્યું છે.”
વિક્ટોરિયાઝ સિક્રેટના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા એક વીડિયોની ટિપ્પણીમાં પણ કેટલાક ચાહકોએ જેનરને પ્રોત્સાહન આપ્યું હતું જેમાં તેમનો આ લુક સામે આવ્યો હતો.
અન્ય લોકોએ તેને ‘વાસ્તવિક મૉડેલોનું ઘોર અપમાન’ ગણાવ્યું અને પ્રશ્ન કર્યો કે ‘પ્રતિભાશાળી મૉડેલોથી ભરેલા રૂમમાં’ જેનરને કેમ પસંદ કરવામાં આવ્યાં.
ઇમેજ સ્રોત, Getty Images
એક વ્યક્તિએ કહ્યું કે આ શો ‘આઇકૉનિક ગ્લૅમર’થી લઈને ‘ઇન્ફ્લૂઍન્સર સર્કસ’માં બદલાઈ ગયો છે.
તેમને લાગે છે કે “સોશિયલ મીડિયાના પ્રભાવ અને ઇન્ક્લુસિવ દેખાવાના ઉપરછલ્લા પ્રયાસે રિયલ મૉડેલિંગ, પ્રતિભા અને શાલીનતાનું સ્થાન લીધું છે.”
વિક્ટોરિયા સિક્રેટના ચીફ ક્રિએટિવ ઑફિસર ઍડમ સેલમૅને વોગને જણાવ્યું હતું કે જેનરને પસંદ કરવામાં આવ્યાં છે કારણ કે તેઓ એક એક ‘કલ્ચરલ સ્ટ્રેન્થ’ છે.
તેમણે ઉમેર્યું, “કાઈલી એ ખરેખર ફૅશન, સંસ્કૃતિ, ટીવી અને કોઈપણ વસ્તુથી પરે છે. આપણે પણ એવું જ કરીએ છીએ. આ શો ખૂબ મોટો છે, તે ખરેખર મનોરંજન છે અને મને લાગે છે કે તેઓ તેના માટે એક મહાન પ્રેરણા છે.”
ઇમેજ સ્રોત, Summer Nesbeth
બ્રિટિશ મૉડેલ સમર નેસબેથે ન્યૂઝબીટને જણાવ્યું હતું કે તેમના મતે વિક્ટોરિયાઝ સિક્રેટ દ્વારા જેનરની પસંદગી એ યુવાન ચાહકો સાથે તાલમેળ સાધવાનો પ્રયાસ હતો.
ન્યૂ યૉર્ક ફૅશન વીકમાં રૅમ્પ વૉક કરનાર 25 વર્ષીય મૉડેલ કહે છે, “તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિ છે જેઓ મોટો પ્રભાવ ધરાવે છે, અને આપણે સોશિયલ મીડિયાના યુગમાં જીવીએ છીએ.”
ઇમેજ સ્રોત, Dimitrios Kambouris/Getty Images for Victoria’s Secret)
2018માં લૉન્ઝરી બ્રાન્ડનો કૅટવૉક શો એ લૈંગિક રીતે ભેદભાવ કરનારો, જૂનો અને વિવિધતાનો અભાવ ધરાવતો કહેવાયો હતો અને તેથી તેને ઓછું રેટિંગ મળ્યું હતું ટીકા થઈ હતી. એ પછી આ શો રદ કરવામાં આવ્યો હતો.
આ શો 2024માં તમામ મહિલાઓની ઉજવણી કરવાના વચન સાથે પાછો ફર્યો હતો અને વધુ વૈવિધ્યસભર પ્રતિભા તેમણે દર્શાવી હતી.
જેમાં એશ્લે ગ્રેહામનો પ્લસ-સાઇઝ મૉડેલ તરીકે દેખાવ પણ સામેલ છે.
ઇમેજ સ્રોત, Kevin Mazur/Getty Images for Victoria’s Secret
વિક્ટોરિયાઝ સિક્રેટે આ વર્ષની ફૅન્ટસી બ્રાને જ્વેલરી બ્રાન્ડ જેકબ ઍન્ડ કંપની સાથે મળીને બનાવી છે.
કંપનીએ કહ્યું છે કે તે તેની અત્યાર સુધીની સૌથી ‘કિંમતી’ બ્રા છે અને તેને બનાવવામાં 15 કલાકારોએ 1000 કલાકથી વધુ સમય લીધો છે.
નેસબેથનું માનવું છે કે માને છે કે બ્રા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ દર્શાવે છે કે ‘આપણે કેટલા અલગ છીએ’.
તેઓ કહે છે કે,”લોકો ખાઈ શકતા નથી, લોકો તેમના વીજળીના બિલ પણ ચૂકવી શકતા નથી.”
“મને લાગે છે કે આપણે આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરી રહ્યા છીએ અને આપણા પૈસા ક્યાં મૂકી રહ્યા છીએ તે વિશે ઘણું કહેવાનું બાકી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




