Home તાજા સમાચાર gujrati ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી, આઈઆરજીસીએ આપી ચેતવણી– ન્યૂઝ અપડેટ

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી, આઈઆરજીસીએ આપી ચેતવણી– ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

ઈરાન, હોર્મુઝ સામુદ્રધુની

ઇમેજ સ્રોત, AFP via Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

ઈરાનમાં યુદ્ધની દેખરેખ કરતા ખાતમ અલ-અંબિયા મુખ્યાલયે જાહેરાત કરી છે કે હોર્મુઝ સામુદ્રધુનીને જહાજોના પરિવહન માટે ‘બંધ’ કરી દેવાશે.

બીબીસી પર્શિયન સેવા અનુસાર, ખાતમ અલ-અંબિયા મુખ્યાલયે પોતાની ઘોષણા પાછળ અમેરિકા સાથે થયેલી યુદ્ધવિરામ સમજૂતીની શરતોના ઉલ્લંઘનને કારણ ગણાવ્યું છે.

આ ઉપરાંત દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ તરફથી ‘સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન’ અને લેબનોનના ‘સેંકડો-હજ્જારો લોકોના ક્રૂર નરસંહાર અને વિસ્થાપન’ ને પણ આ ઘોષણાનું કારણ ગણાવ્યું છે.

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કોર (આઈઆરજીસી) નેવીએ કહ્યું છે કે હોર્મુઝ સામુદ્રધુની બધાં જહાજો માટે બંધ કરી દેવાઈ છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી એક સમજૂતીમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે 14 બિંદુઓની રૂપરેખા તૈયાર કરાઈ હતી.

આઈઆરજીસીએ બધાં જહાજોને કડક ચેતવણી આપી છે કે, “હોર્મુઝ સામુદ્રધુની નજીક ન આવે, નહીં તો તમારી સુરક્ષા જોખમમાં મૂકાશે.”

ખાતમ અલ-અંબિયા મુખ્યાલયે દક્ષિણ લેબનોનથી ઇઝરાયલના સૈનિકોની ‘વાપસી કરાવવામાં નિષ્ફળતા’ નો પણ ઉલ્લેખ કર્યો છે.

મુખ્યાલયે પોતાની આ કાર્યવાહીને ‘દુશ્મન તરફથી વાયદાના ઉલ્લંઘનનો જવાબ આપવાની દિશામાં પ્રથમ પગલું’ ગણાવ્યું છે.

ગત દિવસોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે એક ‘મેમોરેંડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ’ પર ડિજિટલ હસ્તાક્ષર કર્યા.

14 બિંદુઓના આ એમઓયુમાં હોર્મુઝ સામુદ્રધુની ખોલવા, લેબનોન સહિત બધા મોરચે યુદ્ધવિરામ અને પરમાણુ કાર્યક્રમ પર આગળની વાતચીત જેવી કેટલીય વાતો સામેલ હતી.

ઈરાન- અમેરિકા સમજૂતીના પ્રથમ ફકરામાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા, ઈરાન અને તેના સહયોગી લેબનોન સહિત ‘બધા મોરચા’ પર સૈન્ય અભિયાનોને ‘તત્કાળ અને સ્થાયી રીતે રોકવામાં’ આવશે.

ઇટાલીનાં વડાં પ્રધાન મેલોની અંગે ડોનાલ્ડ ટ્રમ્પે હવે શું નવો દાવો કર્યો

ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની, ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EVAN VUCCI/POOL/AFP via Getty Images

ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ફગાવાયા બાદ ટ્રમ્પે ફરી કહ્યું છે કે મેલોનીએ તેમને ફોટો માટે અનેક વખત કહ્યું હતું.

તેમણે શનિવારે ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં એક વખત ફરી કહ્યું કે મેલોનીએ ફ્રાન્સમાં જી-7 બેઠક દરમિયાન ‘મારી સાથે ફોટો પડાવવા માટે આજીજી કરી’.

અમેરિકાના રાષ્ટ્રપતિએ લખ્યું કે, “ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ ફ્રાન્સમાં જી-7 બેઠક દરમિયાન મારી સાથે તસવીર લેવા માટે આજીજી કરી હતી.”

આ ઉપરાંત ટ્રમ્પે ઇટાલીમાં મેલોનીની લોકપ્રિયતા, નેટો અને ઈરાન સામે યુદ્ધ દરમિયાન ઇટાલીના વલણ મામલે નિવેદન આપ્યું છે.

ટ્રમ્પે દાવો કર્યો કે, “ઇટાલીમાં તેમની (મેલોનીની) લોકપ્રિયતાનું સ્તર બહુ સારું નથી અને શક્ય છે કે આનું કારણ એ હોય કે જ્યારે ઈરાનના પરમાણુ હથિયાર હાંસલ કરવા અથવા વિકસિત કરતા રોકવાની વાત આવી તો તેમણે અમેરિકાનો સાથ ન આપ્યો.”

જોકે, ટ્રમ્પે કહ્યું કે ઈરાનના મામલામાં નેટોએ પણ ઇટાલી જેવું જ વલણ અપનાવ્યું

તેમણે કહ્યું કે અમેરિકા એક એવો દેશ છે જે વાસ્તવમાં ઇટાલીને પ્રેમ કરે છે અને તેની રક્ષા કરે છે.

ટ્રમ્પે કહ્યું કે, “તેમણે (મેલોની) અમને ઇટાલીની ઍરસ્ટ્રીપ અથવા રનવેનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપી, જેના કારણે રસદ સામગ્રી પહોંચાડવામાં ઘણી અસુવિધા થઈ.”

“આવું ત્યારે છે જ્યારે અમેરિકા ઇટાલી અને નેતોના અન્ય ‘તથાકથિત’ સહયોગી દેશો માટે દર વર્ષે સેંકડો અબજ ડૉલર ખર્ચ કરે છે.”

તેમણે આગળ લખ્યું કે, “હવે, જ્યારે અમેરિકાએ ઈરાનને સૈન્ય રૂપે હરાવી દીધું છે, તો તેઓ (મેલોની) ફરીથી મિત્રતા કરવાં માગે છે, જેનાથી તેમના આંકડા (લોકપ્રિયતાના) બહેતર થઈ શકે.”

હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇટાલિયન ચેનલને એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે જી-7 સમિટ દરમિયાન જ્યૉર્જિયા મેલોનીએ તેમની સાથે ફોટો લેવા માટે ‘વિનંતી’ કરી છે.

ત્યાર બાદ મેલોનીએ એક વીડિયો જાહેર કરીને ટ્રમ્પના દાવાને ‘મનગડંત’ ગણાવ્યો. તેમણે એવું પણ કહ્યું કે ‘તેઓ ક્યારેય આજીજી નથી કરતાં, ન તો ઇટાલી.’

ટ્રમ્પના નિવેદનના વિરોધમાં ઇટાલીના વિદેશ મંત્રીએ તેમની આગામી અમેરિકા યાત્રા રદ કરી હતી.

કૉક્રોચ જનતા પાર્ટીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર પરથી ન હટવાની જાહેરાત કરી

કૉક્રોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજિત દીપકે, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન,  જંતર-મંતર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @Cockroachisback

કૉક્રોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજિત દીપકેએ જાહેરાત કરી છે કે તેઓ ‘શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર નહીં છોડે.’

સીજેપીએ ઍક્સ પર આ જાહેરાત કરી છે.

શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે સીજેપીનું પ્રદર્શન દિલ્હીના જંતર-મંતર પર શનિવારના દિવસે પણ ચાલી રહ્યું છે.

અભિજિત દીપકેએ દિલ્હી પોલીસને વિનંતી કરી છે કે તેઓ જંતર-મંતર પર પ્રદર્શનની અનુમતિને લંબાવે.

જોકે જંતર-મંતર પર હાજર બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું કે પોલીસે ધરણાસ્થળ ખાલી કરવાનું કહ્યું છે.

અભિજિત દીપકેએ કહ્યું કે સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની શરત સાથે તેમની સાથે વાતચીતની ચેનલ ખોલે.

સીજેપી ઇઝ બૅકે ઍક્સ પર લખ્યું કે, “દીપકેએ પોલીસને જંતર-મંતર પર પોતાની અનુમતિને લંબાવવાની અપીલ કરી છે અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની શરત પર સરકાર સાથે વાતચીતનો રસ્તો ખોલવાનું કહ્યું છે.”

આની પહેલાં એક અન્ય પોસ્ટમાં સીજેપીએ ઍક્સ પર લખ્યું કે, “દિલ્હી, હવે બહાર નીકળવાનો સમય આવી ગયો છે. અમે બધા વિદ્યાર્થીઓ, વાલીઓ અને જાગરૂક નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ આજે (શનિવાર) સાંજે છ વાગ્યે જંતર-મંતર પર એકઠા થાય અને એક સ્પષ્ટ માગ મૂકે- ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ.”

અમિત શાહે કહ્યું ‘હવે કોઈ જૂથ નથી બચ્યું, શિવસેના એક થઈ ગઈ’

અમિત શાહ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્ર, શિવસેના

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આયોજિત એક રેલીમાં રાજ્યની પાર્ટી શિવસેનાને લઈને એક નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે હવે શિવસેનામાં ‘કોઈ જૂથ નથી બચ્યું’, શિવસેના ‘એક જ થઈ ગઈ’ છે.

જ્યારે શિવસેના (યુબીટી)ના છ સાંસદોના એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાના સમાચાર છે, ત્યારે અમિત શાહનું આ નિવેદન આવ્યું છે પાર્ટીના સંસદીય દળની બેઠકમાં આ છ સાંસદો નહોતા પહોંચ્યા.

શનિવારે કોલ્હાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના સંબોધન દરમિયાન ત્યાં હાજર પ્રમુખ લોકોનાં નામોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

ત્યારે તેમણે કહ્યું હતું કે, “મારી સાથે ઉપસ્થિત મિત્રો અને મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેજી…પહેલાં શિંદેજીની પાછળ શિવસેના શિંદે જૂથ કહેવું પડતું હતું. હવે કોઈ જૂથ નથી બચ્યું. એક જ શિવસેના રહી ગઈ છે.”

ભારતના વિદેશી મુદ્રા ભંડોળમાં ઘટાડો યથાવત્

ભારતના વિદેશી મુદ્રા ભંડોળમાં ઘટાડો યથાવત્ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 12 જૂને સમાપ્ત થયેલા સપ્તાહમાં 9.985 અબજ ડૉલર ઘટીને 671.625 અબજ ડૉલર થઈ ગયું. તેનું મુખ્ય કારણ સોનાના ભંડારમાં ઝડપથી ઘટાડો થવાનું છે.

આરબીઆઈએ આ જાણકારી આપી છે.

આ પહેલાં ગત સપ્તાહે કુલ વિદેશી મુદ્રા ભંડોળ 71.1 કરોડ ડૉલર ઘટીને 681.610 અબજ ડૉલર પર પહોંચી ગયું હતું.

12મી જૂને સમાપ્ત થતા સપ્તાહમાં ફૉરેન કરન્સી એસેટ્સ એટલે કે એફસીએ, જે કુલ રિઝર્વનો સૌથી મોટો હિસ્સો છે, 84.6 કરોડ ડૉલર વધીને 544.290 અબજ ડૉલર થઈ ગઈ છે. જોકે, સોનાનું ભંડોળ 10.754 અબજ ડૉલર ઘટીને 103.821 અબજ ડૉલર રહી ગયું છે.

નીટ પરીક્ષા : નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર, રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ કહ્યું કે એનટીએને પરીક્ષા લેવાનો કોઈ અધિકાર નથી

ઇમેજ સ્રોત, Getty Images

નીટની પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થીએ જ્યારે પરીક્ષા માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યું તો તેને સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં કેન્દ્ર મળ્યું.

રાહુલ ગાંધીએ લખ્યું, “ન પાસપૉર્ટ, ન પરિવાર પાસે વિદેશ મોકલવાના પૈસા, હવે સમય પણ બચ્યો નથી. એ (વિદ્યાર્થી) આખી રાત રોતો રહ્યો, અને હવે પરીક્ષા આપવાની ના પાડે છે. શું આ તણાવની કલ્પના પણ કરી શકાય છે?”

“આખરે આવું કેવી રીતે થયું? કાલથી કોઈ પણ વિદ્યાર્થીની કેન્દ્ર પર ન પહોંચવાની ફરિયાદ ન આવવી જોઈએ. એનટીએ ખરેખર તો દેશનાં બાળકો અને તેમનાં માતાપિતાની માત્ર ધીરજની તપાસ કરી રહી છે.”

રાહુલ ગાંધીએ લખ્યું, “જે સિસ્ટમ એક બાળકને પોતાના જ શહેરમાં એક કેન્દ્ર ન આપી શકે, ઊલટું તેને વિદેશ મોકલી શકે છે, તેને પરીક્ષા લેવાનો કોઈ હક નથી.”

“આપણાં બાળકોના ભવિષ્ય સાથે જુગાર રમવાનું બંધ કરો. તેઓ એક સંવેદનશીલ, ઉત્તરદાયી શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાના અધિકારી છે- અને અમને તેમને એ અપાવીશું.”

નીટની પરીક્ષા 3 મે, 2026માં લેવાઈ હતી, પરંતુ પેપરલીકના આરોપ બાદ આ પરીક્ષા રદ કરાઈ હતી અને હવે ફરી આ પરીક્ષા રવિવારે, 21 જૂને લેવાશે.

ઉલ્લેખનીય છે કે પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી એનટીએ પર સતત સવાલો થઈ રહ્યા છે.

ઈરાને કહ્યું, ‘અમેરિકાએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે’

ઈરાને કહ્યું- અમેરિકાએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના પ્રમુખ ઇબ્રાહિમ અઝીઝીએ કહ્યું છે કે એમઓયુની પ્રથમ શરતનું પાલન ન કરી શકવું એ દર્શાવે છે કે અમેરિકા પાસે ઈરાની લોકોનો વિશ્વાસ જીતવાની ઇચ્છાશક્તિનો અભાવ છે.

તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “જો પરિસ્થિતિ આવી જ રીતે ચાલુ રહેશે તો તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે, જેની શરૂઆત એમઓયુનાં વચનોના ઉલ્લંઘનનો સ્માર્ટ અને યોગ્ય જવાબ આપવા સાથે થશે.”

ઇબ્રાહિમ અઝીઝીએ ચેતવણી આપી, “અમે મક્કમ ઇરાદા ધરાવીએ છીએ.”

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, “અમે કોઈ મજબૂરીમાં મળ્યા નહોતા, ઈરાન મળ્યું હતું. તેમની રમત પૂરી થઈ ચૂકી છે. અમે 60 દિવસનો સમય પૂર્ણ થવા દઈશું. તેમને કોઈ પૈસા મળશે નહીં, દસ સૅન્ટ પણ નહીં.”

તે જ સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની સ્વિટ્ઝર્લૅન્ડની પૂર્વનિર્ધારિત મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીતના નવા રાઉન્ડને મુલતવી રાખવામાં આવ્યો છે.

વ્હાઇટ હાઉસે ગુરુવારે (સ્થાનિક સમય અનુસાર) મોડી રાત્રે જાહેરાત કરી કે વેન્સ વાતચીત માટે જઈ રહ્યા નથી.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને આગળ વધારવા માટેના 14 મુદ્દાવાળા મૅમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે.

તે હેઠળ અન્ય બાબતો સાથે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં, જ્યારે ઈરાનના “પુનર્નિર્માણ અને આર્થિક વિકાસ” માટે 300 અબજ ડૉલરનું ફંડ બનાવવામાં આવશે. જોકે, અમેરિકા માટે તેમાં યોગદાન આપવું ફરજિયાત નહીં હોય.

અમેરિકાની તરફથી ઈરાની બંદરો પર લગાવવામાં આવેલી નૌસેનાની નાકાબંધી હટાવી લેવામાં આવી છે, જેનો ઉલ્લેખ બંને દેશો વચ્ચે થયેલા કરારમાં છે

નીરજ ચોપડા દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યા, કૉમનવેલ્થ ગેમ્સમાં રમશે કે નહીં?

નીરજ ચોપડા દોહા ડાયમંડ લીગમાં ચોથા નંબરે રહ્યા, કૉમનવેલ્થ ગેમ્સમાં રમશે કે નહીં? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Mohammed Dabbous/Anadolu via Getty Images

ભારતના ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપડા કતારમાં થયેલી દોહા ડાયમંડ લીગ 2026માં ચોથા નંબરે રહ્યા હતા. આ સિઝનમાં તેમની આ પહેલી પ્રતિયોગિતા છે.

જોકે, નીરજ ચોપડાએ આ વર્ષે થનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઈ કરી લીધું છે.

નીરજની શરૂઆત બહુ સારી નહોતી રહી. તેનો પહેલો થ્રો ફાઉલ થઈ ગયો હતો. પરંતુ તેઓ તેમના બીજા પ્રયાસમાં 82.77 મીટર થ્રો કરવામાં સફળ રહ્યા અને કૉમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઈ થઈ ગયા.

આ સ્પર્ધામાં તમામ છ રાઉન્ડ પૂર્ણ થયા બાદ શ્રીલંકાના રુમેશ પથિરાગે સૌથી ઉપરના ક્રમે રહ્યા. નીરજ ચોપડાએ પીઠની ઈજામાંથી વાપસી કરી છે. તે પહેલાં તેઓ સપ્ટેમ્બર 2025માં વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં સામેલ થયા હતા.

ભારતનું વિદેશ મંત્રાલય આ બાબતને તેની મોટી જીત કેમ ગણાવે છે?

એફએટીએફ ભારત વિવેક અગ્રવાલ વિદેશ મંત્રાલય આતંકવાદ નાણા મની લૉન્ડ્રિંગ

ઇમેજ સ્રોત, PIB

ભારતને પહેલી વખત મની લૉન્ડ્રિંગ અને આતંકવાદને મળનારી આર્થિક સહાયતા પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષનું પદ મળ્યું છે.

ભારત સરકારના વરિષ્ઠ અધિકારી વિવેક અગ્રવાલને આ પદ માટે પસંદ કર્યા છે. વિદેશ મંત્રાલય આ નિયુક્તિને ભારત માટે મોટી જીત ગણાવે છે.

વિવેક અગ્રવાલ હાલ સંસ્કૃતિ મંત્રાલયના સચિવ છે. તેઓ જુલાઈ 2026થી જૂન 2027 સુધી એફએટીએફના ઉપાધ્યક્ષનું પદ સંભાળશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, “એફએટેફમાં ભારતની મોટી જીત. ભારત સરકારના સચિવ વિવેક અગ્રવાલને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના ઉપાધ્યક્ષ પસંદ કરાયા છે.”

“આતંકવાદની સામે ઝીરો-ટૉલરન્સ નીતિ પર આગળ વધતા ભારતનું આ નવા નેતૃત્વની ભૂમિકા વૈશ્વિક આતંકવાદી ફંડિંગ નેટવર્કથી લડવા અને અવૈધ નાણાકીય તંત્રને સમાપ્ત કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.”

“ભારતના એફએટીએફ પ્રતિનિધિમંડળના પૂર્વ પ્રમુખ અને એફઆઈયુ-આઈએનડીના પૂર્વ નિદેશક તરીકે તેમનો અનુભવ એફએટીએફના નાણાકીય તંત્રની વૈશ્વક અખંડતાને સુનિશ્ચિત કરવા માટેના મિશનમાં મદદ કરશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS