Home તાજા સમાચાર gujrati ભારત vs પાકિસ્તાન : અંગ્રેજોની ધરતી પર પોણા છસ્સો કરોડનું ‘કેરી...

ભારત vs પાકિસ્તાન : અંગ્રેજોની ધરતી પર પોણા છસ્સો કરોડનું ‘કેરી યુદ્ધ’ કેમ લડાઈ રહ્યું છે?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી કેરી આંબો મેન્ગો હાફુસ કેસર લંગડો આલ્ફેન્ઝો, આલ્ફાન્ઝો દશેહરી રાજાપુરી તોતાપુરી ગિરની કેરી વલસાડની કેરી ગુજરાત, ન્યૂઝ અપડેટ સમાચાર, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાની કેરી

ઇમેજ સ્રોત, Tim Smith Photos

આ ઉનાળામાં યૉર્કશાયરના રસ્તાઓની બાજુ પર રસદાર, પાકી કેરીઓનાં બૉક્સ ભરેલી વૅન જોવા મળવી એ હવે સામાન્ય દૃશ્ય બની ગયું છે, કારણ કે, ખરીદકર્તાઓ કેરીની મોંઘી વેરાયટીની પૂરબહારમાં ખીલેલી મોસમનો ભરપૂર લાભ લેવા માટે ઉમટી રહ્યા છે.

પણ રસ્તાની બાજુ પર જોવા મળતા આ દૃશ્યની પાછળ વિવિધ ખંડોમાં 4,000 માઇલ સુધી ફેલાયેલી એક મહત્ત્વની મોસમી અર્થવ્યવસ્થા કામ કરે છે. અને સાથે જ તેમાં પાકશાસ્ત્રના એક ગહન વારસાની પેઢીઓથી ચાલી આવતી કહાણી પણ છૂપાયેલી છે.

વેસ્ટ યૉર્કશાયરનાં દક્ષિણ એશિયન સુપરમાર્કેટ્સમાં, “ફળોના રાજા” તરીકે ઓળખાતા આ ફળની સેંકડો પેટીઓ રોજે-રોજ ધડાધડ વેચાઈ જાય છે અને આયાતકર્તાઓ, હોલસેલ વેપારીઓથી માંડીને ડ્રાઇવરો, દુકાનદારો અને મીઠાઈની દુકાનો સુધી સૌ કોઈ કમાણીની આ દોડમાં સામેલ છે.

યૉર્કશાયર એશિયન બિઝનેસ ઍસોસિએશનના સતવીર મીન જણાવે છે, “કેરીની સિઝન અતિશય મહત્ત્વની છે અને સમગ્ર યૉર્કશાયરના ઘણા રિટેલરો માટે તે વેપાર માટેનો વર્ષનો મહત્ત્વનો સમયગાળો છે.”

તેઓ આગળ કહે છે: “તે લોકો ઘણી વખત મહિનાઓ પહેલાંથી તૈયારીઓમાં લાગી જાય છે, કારણ કે તેઓ જાણે છે કે, ગ્રાહકો ભારત અને પાકિસ્તાનમાંથી આવતી કેરીની ખાસ પ્રકારની જાત માટે રાહ જોઈ રહ્યા છે. તેના લીધે ચોક્કસપણે ગ્રાહકોની અવર-જવર અને વેચાણ વધે છે.”

તેઓ આગળ જણાવે છે તેમ, મોટાભાગની માગ સાંસ્કૃતિક સ્મૃતિ અને પારિવારિક વારસા સાથે જોડાયેલી હોય છે. “ભાવનાત્મક જોડાણ મજબૂત વ્યાવસાયિક માગમાં રૂપાંતરિત થાય છે અને તેના કારણે ઘણા ગ્રાહકો એકાદ-બે કેરી ખરીદવાને બદલે આખેઆખી પેટી જ ખરીદી લે છે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી કેરી આંબો મેન્ગો હાફુસ કેસર લંગડો આલ્ફેન્ઝો, આલ્ફાન્ઝો દશેહરી રાજાપુરી તોતાપુરી ગિરની કેરી વલસાડની કેરી ગુજરાત, ન્યૂઝ અપડેટ સમાચાર, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાની કેરી

ઇમેજ સ્રોત, Aisha Iqbal/BBC

બ્રેડફૉર્ડના ઇમરાન ખાનને કેરી એટલી ભાવે છે કે, તેમણે કેરીને સમર્પિત એક આખા ઉત્સવનું આયોજન કર્યું હતું.

તેઓ માને છે કે, “કેરીમાંથી 101 વસ્તુઓ બનાવી શકાય છે” અને તેમાંથી ઘણી વાનગીઓ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં લોકોએ મેંગો ટ્રાઇફલ અને તાજી મેંગો લસ્સીથી માંડીને ચટપટા મેંગો સલાડ અને જાતભાતની મેંગો કેક બનાવીને તેનો સ્વાદ માણ્યો હતો.

તેઓ કહે છે, “અમારી પાસે ઉનાળાના થોડા જ મહના હોય છે અને કેરી એ સમયે જ આવતી હોય છે.”

ઇમરાનને ખાસ કરીને તાજી મેંગો લસ્સી ખૂબ ભાવે છે.

તેમની આસપાસ મુલાકાતીઓ ‘તમે કેરી કેવી રીતે ખાઓ છો?’ તે વિશે ચર્ચા કરી રહ્યા છે, પોતાની જૂની યાદો તાજી કરી રહ્યા છે અને ત્યાં મોજૂદ જાતભાતનાં પીણાં, મિષ્ટાન્ન અને ચટાકેદાર વાનગીઓમાં રહેલા કેરીના રસદાર માવાનો સ્વાદ માણી રહ્યા છે.

એક મુલાકાતી જણાવે છે કે, તેઓ હંમેશા પાકી કેરી ઘોળીને તેમાં આઇસક્રીમ ઉમેરે છે, જ્યારે બીજાં એક મુલાકાતી કેરીની પાતળી ચીરી કરીને છાલ પરથી જ ખાય છે.

અરીસા ખાન જણાવે છે કે તેમના દાદા કાયમ તેમના માટે કેરી ખરીદે છે. તેમનાં બહેન અલિશા તેઓ જેને “કેરી આરોગવાની પાકિસ્તાની રીત” કહે છે, તેનું નિદર્શન કરીને બતાવે છે: કેરીને ટૂથપેસ્ટની ટ્યૂબની માફક દબાવવી, ટોપકું હટાવવું અને રસ ચૂસવો.

અન્ય એક મહિલા સ્વીકારે છે કે, તેમણે કદીયે જાતે કેરી કાપી નથી.

તેઓ કહે છે, “જો મારી મમ્મી કેરી કાપી આપે, તો જ હું ખાઉં છું. હું તેના ટુકડા ખાઉં છું, કારણ કે, મને બગીચામાં બેસીને વાંચવું ગમે છે. આથી, હાથમાં પુસ્તક પકડ્યું હોય, તે સમયે મને હાથ બગડે, એ ગમતું નથી.”

કૅનેડાથી આવેલાં મુલાકાતી બુશરા તૈમુર કેરીને “તમામ ફળોનો રાજા” ગણાવે છે, પણ તેઓ માને છે કે, તેનું મહત્ત્વ તેના ગળ્યા સ્વાદ અને વિટામિન્સ કરતાં પણ ઘણું વિશેષ છે.

તેઓ કહે છે, “તે માત્ર સિઝન નથી, તે એક લાગણી છે.”

“અમે સૌ અમારા પરિવાર સાથે તેનો આનંદ માણીએ છીએ. અમારા માટે તે વારસા કે સંસ્કૃતિ સમાન છે. તે એવી યાદો છે, જે અમે એકમેક સાથે શૅર કરી શકીએ છીએ.”

મેં કેરીના એક ચાહકને મજાકમાં પૂછ્યું, “તમે સારી કેરી માટે ક્યાં સુધી જઈ શકો? “

ચાહકે જવાબ આપ્યો, “પાંચ માઇલ. બ્રેડફૉર્ડમાં લીડ્ઝ રોડ તે માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. કહો કે તે હોટ-સ્પોટ છે.”

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી કેરી આંબો મેન્ગો હાફુસ કેસર લંગડો આલ્ફેન્ઝો, આલ્ફાન્ઝો દશેહરી રાજાપુરી તોતાપુરી ગિરની કેરી વલસાડની કેરી ગુજરાત, ન્યૂઝ અપડેટ સમાચાર, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાની કેરી

ઇમેજ સ્રોત, Aisha Iqbal/BBC

લીડ્ઝમાં અબુ બક્ર સુપરમાર્કેટમાં પણ માગની ગણતરી છૂટક કેરીઓમાં નહીં, બલ્કે પેટીઓમાં થાય છે.

સ્ટોર પર કામ કરનારા જાવેદના અંદાજ પ્રમાણે, સિઝન તેની પરાકાષ્ઠા પર હોય, ત્યારે સ્ટોરમાં રોજ 60થી 100 પેટીઓનું વેચાણ થતું હતું. તેઓ યાદ કરે છે કે, કેટલાક ગ્રાહકો એકસામટી બે કે ત્રણ પેટીઓ લઈ જાય છે અને દર બીજા દિવસે પાછા કેરી લેવા આવે છે.

હસનૈન નામના ગ્રાહક તેમની પસંદગીની ચૌંસા કેરી માટે ચૂકવણી કરી રહ્યા છે. આ કેરી પાકિસ્તાનની પીક સિઝનનાં છેલ્લાં અઠવાડિયાંની સૌથી લોકપ્રિય વેરાયટી છે. તેમના માટે, સ્વાદની સાથે પરંપરા અને તેની સાથે જોડાયેલી યાદો પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.

તેઓ બાળપણની યાદો તાજી કરતાં કહે છે, “અમે અઢળક કેરીઓ ખરીદતા હતા, પરિવારના તમામ સભ્યો ભેગા થતા હતા અને કેરી આરોગતા હતા. કેરી મને ઘરની યાદ દેવડાવે છે.”

કેરીનું આકર્ષણ માત્ર દક્ષિણ એશિયન સમુદાયો પૂરતું સીમિત નથી.

અબુ બક્રમાં ખરીદી કરનારા ગામ્બિયાના ગ્રાહક હાજી કામરા માટે, આ સમજાવવા વધુ સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી.

“મને કેરી પસંદ છે, બસ એટલું કાફી છે,” એમ તેઓ સીધા-સાદા અંદાજમાં કહે છે.

“મારી ફેવરિટ ગૅમ્બિયન કેરી છે. હું કેરીની છાલ ઉતારીને તેનો રસ નીકાળું છું. તે અત્યંત મીઠો હોય છે.”

આફ્રિકન, કૅરેબિયન અને અન્ય પ્રવાસી સમુદાયોમાં પણ કેરી તેમના પોતાના સ્વાદ, પરંપરા અને ઊંડાં સાંસ્કૃતિક જોડાણો ધરાવે છે.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી કેરી આંબો મેન્ગો હાફુસ કેસર લંગડો આલ્ફેન્ઝો, આલ્ફાન્ઝો દશેહરી રાજાપુરી તોતાપુરી ગિરની કેરી વલસાડની કેરી ગુજરાત, ન્યૂઝ અપડેટ સમાચાર, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાની કેરી

ઇમેજ સ્રોત, Aisha Iqbal/BBC

વિભિન્ન સમુદાયોમાં પ્રવર્તતું આ ભાવનાત્મક જોડાણ એક ધરખમ વેપારમાં રૂપાંતરિત થઈ જાય છે.

પાકિસ્તાન અને ભારતે સંયુક્તપણે લગભગ 15,000 ટન કેરીની સપ્લાય કરી હતી, જેનું મૂલ્ય અંદાજે 44.5 મિલિયન પાઉન્ડ હતું, જે તે સંયુક્ત કૅટેગરી માટે બ્રિટનના આયાત મૂલ્યના આશરે એક પંચમાંશ જેટલું થાય છે.

યુએન ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન પ્રમાણે, 2024માં કેરી, મેંગોસ્ટીન અને જામફળની વૈશ્વિક નિકાસો આશરે 2.5 મિલિયન ટન થઈ હતી, જે 2023ની તુલનામાં ત્રણ ટકા વધી હતી.

યૉર્કશાયર એશિયન બિઝનેસ ઍસોસિએશનના સતવીર જણાવે છે કે, કેરીની સિઝન ઘણાં દક્ષિણ એશિયન સુપરમાર્કેટ્સ અને ખાદ્ય વ્યવસાયો માટે મહત્ત્વનો સમયગાળો છે.

ગ્રાહકો “અત્યંત જાણકાર અને ચોકસાઈપૂર્ણ હોઈ શકે છે,” એમ તેઓ ઉમેરે છે.

“તેઓ માત્ર કેરી નથી ખરીદતા, બલ્કે તેઓ ચોક્કસ પ્રદેશની ચોક્કસ જાતની કેરી શોધી રહ્યા હોય છે, જે એ જ સ્વાદ, બનાવટ અને પાકવાની સ્થિતિ ધરાવતી હોય.”

તેનો ફાયદો માત્ર ફળોના પ્રદર્શન સાથે પૂરો નથી થતો. “લોકો કેરી તો ખરીદે જ છે, પણ તેની સાથે-સાથે બીજી પણ ઘણી ચીજવસ્તુઓની ખરીદી કરે છે,” એમ સતવીર જણાવે છે.

“રિટેલરોને ગ્રાહકોની સંખ્યામાં વધારાની સાથે-સાથે ગ્રાહકદીઠ થતી ખરીદીમાં વધારાનો પણ લાભ મળે છે.”

તેમણે ઉમેર્યું કે, આ ખર્ચ આયાતકારો, જથ્થાબંધ વેપારીઓ, ડ્રાઇવરો, સ્વતંત્ર દુકાનદારો, રેસ્ટોરાં, કાફૅ, મીઠાઈની દુકાનો તથા કૅટરર્સ સુધી વિસ્તરેલો હોય છે.

મેંગોમૅન

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી કેરી આંબો મેન્ગો હાફુસ કેસર લંગડો આલ્ફેન્ઝો, આલ્ફાન્ઝો દશેહરી રાજાપુરી તોતાપુરી ગિરની કેરી વલસાડની કેરી ગુજરાત, ન્યૂઝ અપડેટ સમાચાર, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાની કેરી

ઇમેજ સ્રોત, Aisha Iqbal/BBC

બ્રેડફૉર્ડના માર્ગોની બાજુએ કેરી અને કેટલીક વખત અન્ય ફળોની પેટીઓ ભરેલી વૅન ઉનાળાની એક ખાસ ઓળખ બની ગઈ છે.

ગ્રાહકો અને કેરીના રસિયાઓને બીબીસીએ સરળતાથી શોધી કાઢ્યા હતા, પણ કોઈ વેચાણકર્તાને બોલવા માટે સમજાવવાનું કામ મુશ્કેલ હતું, કદાચ એટલા માટે કે, તાજેતરનાં અઠવાડિયાંમાં આ પ્રકારની ફળોની વૅનની મંજૂરી સામે સવાલો ઊભા થયા છે.

કેટલાક પ્રયત્નો પછી, વેચાણકર્તા જગસીર કૅમેરા વિના વાત કરવા માટે સંમત થયા હતા. તેમણે તેમની વૅનનો ફોટો પાડવા દીધો હતો.

તેઓ કહે છે કે, તેઓ છેલ્લાં બે વર્ષોથી ફળ વેચી રહ્યા છે અને સિઝન દરમિયાન હજ્જારો કેરીઓ વેચે છે. તેમના મતે, વ્યસ્ત દિવસોમાં, 100થી 200 જેટલા ગ્રાહકો થોભીને તેમની પાસેથી ખરીદી કરે છે.

માગ પાછળનું કારણ સરળ છેઃ “તમે ચાહે ગમે ત્યાંથી આવ્યા હો, કેરી તો તમને ભાવે જ. કેરી બધાંને પસંદ છે.”

બ્રેડફૉર્ડ કાઉન્સિલ જણાવે છે કે, સડકની બાજુએ ફળોના વેપારને લગતી કોઈ સમસ્યા તેની જાણમાં આવી નથી અને અગાઉની ફરિયાદોમાં હાઇવે કાનૂનનો ભંગ થયાનો ઉલ્લેખ નથી.

તે કહે છે કે, જ્યાં પણ વિક્ષેપ, સુરક્ષા સામે જોખમ કે ટ્રાફિકને લગતા અપરાધનો પુરાવો હોય, ત્યાં કાર્યવાહી કરી શકાય છે.

આ પરિસ્થિતિનું આર્થિક પરિપ્રેક્ષ્ય સતવીર માટે પણ ઘણું સરળ છે.

“મને નથી લાગતું કે, સુપરમાર્કેટ્સ અને સડકની કિનારે ઊભા રહેતા વેચાણકર્તાઓ વચ્ચે કોઈ સીધી સ્પર્ધા હોય.”

“ઘણા ગ્રાહકો બંને પ્રકારની ખરીદી કરશે. તે સમાન સિઝનલ કેરીની અર્થવ્યવસ્થાના જુદા-જુદા ભાગ છે, જે ગ્રાહકોની થોડી અલગ જરૂરિયાતોને પૂરી કરે છે.”

વૅન કેટલીક પ્રીમિયમ જાતની કેરીઓ પર ધ્યાન આપી શકે છે અને નવા ફાલના આગમનને લઈને ઉત્સાહ ઉત્પન્ન કરી શકે છે, જ્યારે સુપરમાર્કેટ ખરીદીનો એક વ્યાપક અનુભવ પૂરો પાડે છે.

સતવીર ઉમેરે છે, “કેરીની સિઝન દર્શાવે છે કે, સાંસ્કૃતિક પરંપરાઓ કેવી રીતે ગ્રાહકોની વર્તણૂંકને આકાર આપે છે, સ્થાનિક વ્યવસાયોને સહાય કરે છે અને સમગ્ર સપ્લાય ચેઇનમાં એક આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરે છે.”

“તે માત્ર ફળ વિશે નથી, બલ્કે તે એ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે, દક્ષિણ એશિયન સમુદાયોએ કેવી રીતે યૉર્કશાયરની ખાણી-પીણીની સંસ્કૃતિ તથા સ્થાનિક અર્થતંત્રને આકાર આપવામાં મદદ કરી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS