Home તાજા સમાચાર gujrati ‘ખાવાનાં ફાંફાં છે, ભાડાં મળતાં નથી’, અમદાવાદ-ગાંધીનગર રિક્ષાચાલકોની ચાર દિવસની હડતાળ

‘ખાવાનાં ફાંફાં છે, ભાડાં મળતાં નથી’, અમદાવાદ-ગાંધીનગર રિક્ષાચાલકોની ચાર દિવસની હડતાળ

4
0

Source : BBC NEWS

‘ખાવાનાં ફાંફાં છે, ભાડાં મળતાં નથી’, અમદાવાદ-ગાંધીનગર રિક્ષાચાલકોની ચાર દિવસની હડતાળ

પ્રકાશિત

અમદાવાદ-ગાંધીનગરમાં રિક્ષાચાલક યુનિયન દ્વારા ચાર દિવસની હડતાળનું એલાન આવ્યું છે. રૅપિડો, ઓલા, ઉબર સહિતની ઑનલાઇન ટ્રાન્સપોર્ટેશન ઍપના વિરોધમાં રિક્ષાચાલકોએ હડતાળ પાડી છે.

તેમનું કહેવું છે કે ઑનલાઇન ઍપથી તેમનું માર્કેટ તૂટે છે અને તેમને યોગ્ય ભાડાં મળતાં નથી. ઍપમાં સસ્તું ભાડું બતાવે છે તેથી પૅસેન્જર્સ ઑનલાઇન ઍપનો જ ઉપયોગ કરે છે અને મીટરથી કોઈ આવવા તૈયાર થતું નથી.

સીએનજીના ભાવ વધ્યા મોંઘવારી વધી હવે આ સ્થિતિમાં તેમને પણ મોંઘવારી નડી રહી છે. જે મીટર ભાડાં લેવાઈ રહ્યાં છે તે જ ભાવ ઑનલાઇન ઍપ પણ રાખે તેવી રિક્ષા અને ટૅક્સીચાલકોની માગ છે.

જોકે, સંપૂર્ણ હડતાળ રસ્તા પર દેખાઈ નથી રહી. સોમવારે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં કેટલાક રિક્ષાચાલકો વર્ધી લેતા જોવા મળ્યા હતા. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને રાણીપ બસ સ્ટેશન પાસે પૅસેન્જર ભરેલી રિક્ષાને અન્ય રિક્ષાચાલકોએ અટકાવી હતી.

સમગ્ર બાબતની અમદાવાદ પોલીસે નોંધ પણ લીધી હતી. સોમવારે સાંજે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રિક્ષાચાલક એકતા યુનિયનના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નોને ઉકલવા પ્રયત્ન કરાઈ રહ્યા હોવાનો દાવો કર્યો.

તેમણે રિક્ષાચાલકોને કહ્યું કે કોઈ પણ પૅસેન્જર ભરેલી રિક્ષાને અટકાવે નહીં. નહીં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હડતાળ સમેટવાના પ્રયત્નોના ભાગરૂપે યોજાયેલી બેઠક અનિર્ણિત રહી હતી. તેથી બીજા દિવસે પણ હડતાળ ચાલુ રહી હતી. જોકે રસ્તા પર ઘણી રિક્ષાઓ યથાવત્ દેખાઈ રહી હતી.

વીડિયો : શ્યામ બક્ષી

કૅમેરા ઍડિટ : પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS