Home તાજા સમાચાર gujrati પશુઓ માટેના ખોળ-ખાણદાણ ઉદ્યોગનું નિયમન કરવા ગુજરાત વિધાનસભામાં બિલ પસાર; ખડૂતો અને...

પશુઓ માટેના ખોળ-ખાણદાણ ઉદ્યોગનું નિયમન કરવા ગુજરાત વિધાનસભામાં બિલ પસાર; ખડૂતો અને પશુપાલકો પર તેની શું અસર થશે?

3
0

Source : BBC NEWS

પશુઓ માટેના ખોળ-ખાણદાણ ઉદ્યોગનું નિયમન કરવા ગુજરાત વિધાનસભામાં બિલ પસાર; ખડૂતો અને પશુપાલકો પર તેની શું અસર થશે? જિતુ વાઘાણી ભાજપ ખેડૂત પશુપાલકો બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાતી અપડેટ ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ વિધેયક-2026’ સર્વાનુમતે પસાર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારના કૃષિ મંત્રી જિતુભાઈ વાઘાણીએ ગુરુવારે વિધાનસભામાં એક મહત્ત્વપૂર્ણ વિધેયક (બિલ) રજૂ કર્યું હતું.

આ બિલનું નામ ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ (ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ગુણવત્તા નિયંત્રણનું નિયમન) અધિનિયમ, 2026’ છે.

ગુજરાત સરકારની અખબારી યાદી મુજબ, ગુરુવારે જ વિધાનસભાએ આ બિલને સર્વાનુમતે પસાર કરી દીધું છે. હવે તેને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે, અને રાજ્યપાલની મંજૂરી મળતાં જ આ બિલ કાયદો બની જશે.

જો આ કાયદો અમલમાં આવશે તો, રાજ્યમાં ખોળ, ખાણદાણ, પશુદાણ, મરઘાં-ચણ અને પાલતું પશુ-પક્ષીઓ માટેના ખનીજ મિશ્રણ (મિનરલ મિક્સચર) ઉદ્યોગમાં મોટા ફેરફારો આવશે.

આ ફેરફારોની દુરોગામી અસરો દૂધાળાં પશુઓ, ખેડૂતો, પશુપાલકો અને દૂધ તથા દૂધની બનાવટો ખરીદતા ગ્રાહકો પર પણ પડશે.

ડેરી ક્ષેત્રના આગેવાનો અને ઉદ્યોગપતિઓનું માનવું છે કે આ કાયદો આવકારદાયક છે, પરંતુ તેની સાચી અસર ત્યારે જ દેખાશે જ્યારે સરકાર તેનો કડક અમલ કરાવશે.

મંત્રી જિતુભાઈ વાઘાણીએ આ બિલ વિશે મીડિયાને જણાવ્યું હતું, “સ્વસ્થ પશુ, સમૃદ્ધ પશુપાલક અને સશક્ત ગ્રામ્ય અર્થતંત્ર જ અમારો મુખ્ય સંકલ્પ છે.”

ગુજરાતમાં ખોળ-ખાણદાણ ઉદ્યોગમાં કેવો ફેરફાર જોવા મળશે?

પશુઓ માટેના ખોળ-ખાણદાણ ઉદ્યોગનું નિયમન કરવા ગુજરાત વિધાનસભામાં બિલ પસાર; ખડૂતો અને પશુપાલકો પર તેની શું અસર થશે? જિતુ વાઘાણી ભાજપ ખેડૂત પશુપાલકો બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાતી અપડેટ ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ વિધેયક-2026’ સર્વાનુમતે પસાર

ગુજરાતમાં ડેરીનું ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પશુપાલન એ ખેતી સાથે જોડાયેલો એક મુખ્ય અને નફાકારક પરંપરાગત વ્યવસાય બની ગયો છે. ‘અમૂલ’ના સહકારી મૉડેલે લાખો પશુપાલકોને રોજગારી અને સારો આવકનો સ્ત્રોત પૂરો પાડ્યો છે.

પશુઓ વધુ અને ગુણવત્તાયુક્ત દૂધ આપે તેમજ તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પશુપાલકો તેમને લીલા-સૂકા ઘાસચારા ઉપરાંત પૂરક આહાર તરીકે ખોળ, ખાણદાણ કે પશુદાણ આપે છે.

રાજ્યમાં ‘અમૂલ ડેરી’ ખાણદાણનું સૌથી મોટી ઉત્પાદક છે.

જોકે, અત્યાર સુધી આવાં ખાણદાણ, ખોળ અને ચણ માટે સરકાર દ્વારા નક્કી કરાયેલાં કોઈ ચોક્કસ ધારાધોરણો નહોતાં.

હવે રાજ્યપાલની મંજૂરી બાદ સરકાર આ નવા કાયદા હેઠળ નિયમો ઘડશે, અને તે જાહેર થતાં જ કાયદાનો અમલ શરૂ થશે. જો આ બિલને મંજૂરી મળે અને જો તે કાયદો બને તો નવા નિયમો આ પ્રમાણે હશે:

  • પોષક તત્ત્વોનાં ધોરણો : પશુ આહાર અને મરઘાં-ચણમાં પોષક તત્ત્વોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તેનાં સરકારી ધોરણો નક્કી થશે.
  • લાઇસન્સ ફરજિયાત : ફૅક્ટરીઓ યોગ્ય ધોરણો મુજબ જ ઉત્પાદન કરે તે માટે પશુપાલન વિભાગના ‘સંયુક્ત પશુપાલન નિયામક’ પાસેથી લાઇસન્સ મેળવવું ફરજિયાત બનશે.
  • વેપારીઓ પર નિયંત્રણ : ભેળસેળ રોકવા માટે જથ્થાબંધ (હોલસેલ) અને છૂટક (રિટેલ) વેપારીઓએ પણ લાઇસન્સ લેવું પડશે.
  • દરેક ઉત્પાદકે હવે BIS અને ICAR દ્વારા નિર્ધારિત ધોરણોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
  • પશુ આહારના નમૂનાઓનું સમયાંતરે પૃથ્થકરણ અને પરીક્ષણ કરવામાં આવશે.
  • ઇન્સ્પેક્ટરને સત્તા : પશુપાલન વિભાગના અધિકારીઓને તપાસ (ઇન્સ્પેક્શન) કરવાની સત્તા મળશે. તેઓ ફૅક્ટરીઓ, ગોડાઉનો અને દુકાનોમાં દરોડા પાડીને ખોળ-ખાણદાણનાં સૅમ્પલ લઈને લૅબોરેટરી ખાતે ચકાસણી માટે મોકલી શકશે.
  • ગેરમાર્ગે દોરતી જાહેરાતો કે ભ્રામક બ્રાન્ડિંગ અટકાવવા માટે પૅકેજિંગ અને લેબલિંગના નિયમો પણ નક્કી કરાયા છે.
  • કડક સજા અને દંડ : જો માલ હલકી ગુણવત્તાનો, ભેળસેળવાળો અથવા લેબલ મુજબ ન હોય તો તેને સીલ કે જપ્ત કરી શકાશે. નિયમોનો ભંગ કરનાર સામે ફોજદારી કેસ ચલાવી શકાશે, જેમાં રૂ. 10 લાખ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

ગુજરાત સરકારે આ બિલ લાવવાની જરૂર કેમ પડી?

 પશુઓ માટેના ખોળ-ખાણદાણ ઉદ્યોગનું નિયમન કરવા ગુજરાત વિધાનસભામાં બિલ પસાર; ખડૂતો અને પશુપાલકો પર તેની શું અસર થશે? જિતુ વાઘાણી ભાજપ ખેડૂત પશુપાલકો બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાતી અપડેટ ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ વિધેયક-2026’ સર્વાનુમતે પસાર

ઇમેજ સ્રોત, TWITTER/JITUVAGHANI

ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા બિલ મુજબ, ગુજરાતમાં 96 લાખ ગૌવંશ (ગાયો), 1 કરોડ ભેંસો, 18 લાખ ઘેટાં, 48 લાખ બકરીઓ અને 2.17 કરોડ મરઘાં છે. સમગ્ર ભારતમાં ભેંસોની વસ્તીમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે.

લોકોને પ્રોટીનસભર ખોરાક (દૂધ, મરઘાં પેદાશો) મળી રહે તે માટે પશુ આહાર એક “મહત્ત્વપૂર્ણ સામગ્રી” છે.

જોકે, આટલી મોટી સંખ્યામાં પશુધન હોવા છતાં અત્યાર સુધી તેમના આહાર ઉત્પાદન અને ગુણવત્તા પર નજર રાખવા માટે કોઈ સરકારી તંત્ર ઉપલબ્ધ નહોતું. તેથી કથિત અનૈતિક વેપાર રોકવા અને પશુપાલકોનાં હિતનું રક્ષણ કરવા માટે આ પ્રકારનો કાયદો લાવવો જરૂરી બન્યો હતો.

આ કાયદાથી ભેળસેળ અને ખોટાં લેબલિંગ પર રોક લાગશે. દરેક બૅગ (થેલી) પર પોષક તત્ત્વોની વિગત લખવી પડશે, જેથી પશુપાલકો યોગ્ય આહાર પસંદ કરી શકે. ઉપરાંત, પ્રતિબંધિત ઍન્ટિબાયૉટિક્સ અને હાનિકારક રસાયણોની ભેળસેળ અટકવાથી ગુણવત્તા સુધરશે અને આ ઉત્પાદનોની વિદેશોમાં પણ નિકાસ વધી શકશે.

ઉત્પાદકો અને નિષ્ણાતોનું શું કહેવું છે?

 પશુઓ માટેના ખોળ-ખાણદાણ ઉદ્યોગનું નિયમન કરવા ગુજરાત વિધાનસભામાં બિલ પસાર; ખડૂતો અને પશુપાલકો પર તેની શું અસર થશે? જિતુ વાઘાણી ભાજપ ખેડૂત પશુપાલકો બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાતી અપડેટ ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનીજ મિશ્રણ વિધેયક-2026’ સર્વાનુમતે પસાર

ઇમેજ સ્રોત, Getty Images

‘અમૂલ ડેરી’ તરીકે જાણીતી ગુજરાત કો-ઑપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (ટૂંકમાં GCMMF-જીસીએમએમએફ)નામની ગુજરાતની સહકારી સંસ્થા પશુપાલકો પાસેથી દૂઘ ખરીદી તેના પર પ્રક્રિયા કરીને તે દૂધ અને તેમાંથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરે છે. સાથે સાથે તે ખાણદાણનું પણ મોટા પાયે ઉત્પાદન કરે છે અને પશુપાલકોને વેચે છે.

જીસીએમએમએફના વાઇસ ચૅરમૅન અને રાજકોટની ગોપાલ ડેરીના ચૅરમૅન ગોરધનભાઇ ધામેલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, નવા કાયદાથી ડેરી ઉદ્યોગને ફાયદો થશે.

તેમણે કહ્યું, “પશુદાણ તરીકે ઘણી વસ્તુઓ વેચાય છે. તેમાં ભેળસેળ થાય છે. કેટલાક પશુદાણ ઉત્પાદકો તેમાં ધૂળ અને અન્ય અખાદ્ય પદાર્થો ભેળવે છે. જે પશુનાં સ્વાસ્થ્ય માટે સારું નથી. કાયદો આવવાથી આ પ્રવૃત્તિ પર નિયંત્રણ આવશે. જેમ આપણે ઇચ્છીએ કે આપણે સારો ખોરાક ખાઈએ તેમ પશુઓને પણ સારો આહાર મળે તો તેઓ સારું દૂધ આપી શકે. તેથી, આ કાયદાથી ડેરી ઉદ્યોગ પર તો સારી જ અસર પડશે.”

ગોરધનભાઇ વિશ્વાસ વ્યક્ત કરે છે કે પશુદાણ ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓને સરકાર પાસેથી લાઇસન્સ મેળવવામાં બહુ તકલીફ નહિ પડે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલી અંબિકા કૅટલ-ફીડ ઇન્ડસ્ટ્રીઝ નામની પઢી વર્ષ 2015થી પશુદાણનું ઉત્પાદન કરતી આવી છે.

આ પેઢીના ભાગીદાર ડૉ. અભિષેક માહેશ્વરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “અત્યારે પશુદાણમાં બહુ ભેળસેળ થાય છે અને પોષક તત્ત્વોનું યોગ્ય પ્રમાણ જળવાતું નથી. પશુદાણમાં 1.5 ટકા કૅલ્શિયમ હોવું જરૂરી છે પરંતુ અત્યારે કેટલાય ઉત્પાદકો કૅલ્શિયમના બદલે ટનના હિસાબે આરસ પથ્થરનો પાવડર જે કૅલ્સાઇટ છે, તે વાપરે છે. તેનું પ્રમાણ 1.5 ટકાના બદલે 20 ટકા જેટલું ઊંચું રાખે છે. તે જ રીતે પશુદાણમાં 0.75 ટકાથી 1 ટકા જેટલું યુરિયા હોય તો તે સારું દાણ ગણાય અને તેનાથી પશુને જરૂરી પ્રોટીન મેળવવામાં મદદ મળી રહે છે. પરંતુ કેટલાય ઉત્પાદકો તેનું પ્રમાણ 3.5 ટકા જેટલું ઊંચું રાખે છે. આવા પદાર્થોના ઊંચા પ્રમાણને કારણે પશુઓનાં સ્વાસ્થ્ય પર અવળી અસર પડે છે.

“જે ગાયો સરેરાશ સાત વેતર આપવી જોઇએ, તે ત્રણ ચાર વેતર બાદ ગાભણી થતી નથી. નવો કાયદો આવતા આ બાબતો પર નિયંત્રણો આવશે, પશુનું આરોગ્ય સુધરશે અને તેથી પશુપાલકોને ફાયદો થશે.”

ડૉ. માહેશ્વરીએ ઉમેર્યું કે અત્યારે પશુદાણની ફૅક્ટરી સ્થાપવા માટે આબકારી વિભાગ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસેથી લાઇસન્સ લેવું પડે છે.

તેમણે કહ્યું, “પશુદાણનાં ઉત્પાદનમાં મૉલાસિસ (શેરડીના રસમાંથી ખાંડ બનાવ્યા બાદ વધતો ગાળ્યો, ચીકણો પદાર્થ) વપરાય છે અને તે વાપરવા માટે આબકારી વિભાગ પાસેથી લાઇસન્સ લેવું પડે છે. તે જ રીતે ફૅક્ટરી પ્રદૂષણ નથી ફેલાવતી તે સબબનું લાઇસન્સ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી લેવું પડે છે. હવે પશુપાલન વિભાગ પાસેથી પણ લાઇસન્સ લેવાની જરૂર ઊભી થશે તેથી ઉત્પાદકો માટે કેટલીક અડચણો તો ઊભી થશે. પરંતુ કાયદાનો કડક અમલ થાય તો પશુના સ્વાસ્થ્યને ફાયદો થશે અને તે માટે આ અડચણો સ્વીકારવી પડશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS