Home તાજા સમાચાર gujrati ગુજરાત : ‘જળ જીવન મિશન’ યોજના હેઠળ ગામડાંમાં અપાતું પાણી શું ખરેખર...

ગુજરાત : ‘જળ જીવન મિશન’ યોજના હેઠળ ગામડાંમાં અપાતું પાણી શું ખરેખર પીવાલાયક છે? – કૅગના અહેવાલમાં મોટો ખુલાસો

4
0

Source : BBC NEWS

પીવાનું પાણી ગુજરાત : ગામડાંમાં પીવાનાં પાણીના 88 નમૂનામાંથી 78 ફેઇલ, કૅગે કઈ રીતે પોલ ખોલી? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ નર્મદા દુષ્કાળ ચોમાસું પાણી પૂર ટીડીએસ ફ્લોરાઇડ ખારાશ ટીડીએસ તરસ મહિલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

ગુજરાત સરકાર કૅનાલ અને પાઇપલાઇનનાં નેટવર્ક દ્વારા નર્મદા નદીનું પાણી રાજ્યના ખૂણેખૂણા સુધી પહોંચાડીને પીવાના પાણીની સમસ્યા દૂર કર્યાનો અવારનવાર દાવો કરતી રહે છે.

જોકે, ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક એટલે કે કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (CAG)ના તાજેતરના અહેવાલે આ દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

કૅગના રિપોર્ટ અનુસાર, રાજ્યનાં કેટલાંય ગામોમાં નળ દ્વારા જે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, તે ખરેખર પીવાલાયક જ નથી.

કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ‘જળ જીવન મિશન’ની શરૂઆત કરી હતી. આ મિશન હેઠળ ગુજરાતનાં 18,191 ગામોનાં દરેક ઘરમાં વર્ષ 2023-24 સુધીમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

જોકે, 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કૅગના ‘પર્ફૉર્મન્સ ઑડિટ’ (કામગીરીની હિસાબી તપાસ) અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે મોટાં ભાગનાં ઘરોમાં નળ કનેક્શન આપી દેવાયાં હોવા છતાં, પાણીની ગુણવત્તા બાબતે મોટી ખામીઓ જોવા મળી છે.

રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે, 18,024 ગામોમાં ‘હર ઘર જળ’ યોજના પહોંચાડી દેવાઈ છે. પરંતુ કૅગના અહેવાલ મુજબ, ઑગસ્ટ 2025 સુધીમાં માત્ર 16,920 ગામોને જ આ યોજનાનું પૂર્ણ અમલીકરણ થયું હોવાનાં સત્તાવાર પ્રમાણપત્રો મળ્યાં છે.

કૅગનું સૌથી નોંધપાત્ર અવલોકન એ છે કે, આ યોજના હેઠળ વિતરણ કરવામાં આવતું પાણી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલાં ગુણવત્તાનાં ધોરણો મુજબનું નથી, તેથી તે પીવા માટે યોગ્ય ગણી શકાય નહીં.

કૅગનાં આ તારણો સામે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી હતી કે મોટા ભાગનાં ગામોમાં જમીનની સપાટી પરનું પાણી પૂરું પાડવામાં આવે છે, જે પીવા માટે સારું અને સુરક્ષિત છે.

પરંતુ, કૅગે પોતાના રિપોર્ટમાં સરકારના આ દાવાનું સ્પષ્ટપણે ખંડન કર્યું છે.

ગુજરાતના કયા જિલ્લામાં પાણી પીવાલાયક નથી?

પીવાનું પાણી ગુજરાત : ગામડાંમાં પીવાનાં પાણીના 88 નમૂનામાંથી 78 ફેઇલ, કૅગે કઈ રીતે પોલ ખોલી? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ નર્મદા દુષ્કાળ ચોમાસું પાણી પૂર ટીડીએસ ફ્લોરાઇડ ખારાશ ટીડીએસ તરસ મહિલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પર્ફૉર્મન્સ ઑડિટના ભાગ રૂપે કૅગે ગુજરાતના તે વખતના 33 જિલ્લાઓમાંથી અમરેલી, આણંદ, ભરૂચ, દાહોદ, ગાંધીનગર અને પાટણ એમ છ જિલ્લાઓનાં સૅમ્પલ તરીકે લઇ તે જિલ્લાઓમાં આ યોજનાના અમલીકરણનું ઑડિટ હાથ ધર્યું.

નળથી માત્ર પાણી જ નહીં પણ પીવા માટે સારું હોય તેવું પાણી પહોંચાડવું, તે ‘જળ જીવન મિશન’નું એક અગત્યનું ધ્યેય છે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે લોકોનાં ઘર સુધી પહોંચાડતાં પાણીની ગુણવત્તા જે-તે ગામમાં સ્થળ પર, તથા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની લૅબોરેટરીઓમાં ચકાસવાનું માળખું ઊભું કરવું, તે આ યોજનાનો એક ભાગ છે.

પાણીની પ્રાથમિક ગુણવત્તા તેના રંગ, તેમાં રહેલી ડહોળાશ એટલે કે મેલાપણું, અમ્લતા એટલે કે pH(પી.એચ.), ટોટલ ડિઝોલ્વ્ડ સૉલિડ્સ (ટુંકમાં TDS -ટીડીએસ) એટલે કુલ ઓગળેલા ઘન પદાર્થો, ચૂનાની માત્રાના કારણે કેટલું મોળું લાગે છે, ઉપરાંત કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ક્લોરાઇડ, સલ્ફેટ, નાઇટ્રેટ, ફ્લોરાઇડ વગેરેની માત્રાના આધારે નક્કી કરાય છે.

કેન્દ્ર સરકારે પાણીમાં રહેલી અશુદ્ધિઓની માત્રાને ‘સ્વીકાર્ય મર્યાદામાં’ અને ‘અનુમતિપાત્ર મર્યાદામાં’ એમ બે મુખ્ય વર્ગોમાં વહેંચી છે અને તે દરેક વર્ગની માત્રાને પણ ‘યોગ્ય’ અને ‘અયોગ્ય’ એમ બે-બે પેટા વર્ગમાં વહેંચી છે. તેમાંથી સ્વીકાર્ય મર્યાદાવાળું પાણી જો યોગ્ય માત્રામાં ખનીજો અને રસાયણોવાળું હોય તો તેને પેટાવર્ગ “યોગ્ય” મુજબનું પાણી કહેવાય છે, જે પીવા માટે ઉત્તમ છે.

ખનીજો અને રસાયણોની થોડી ઊંચી માત્રાવાળું પાણી તે જ કૅટેગરીની “અયોગ્ય” પેટા કૅટેગરીમાં સ્થાન પામે છે.

સ્વીકાર્ય મર્યાદાની “અયોગ્ય” પેટા કૅટેગરી પછી અનુમતિપાત્ર કૅટેગરી આવે છે. આવાં અયોગ્ય પાણીને તેમાં રહેલાં ખનીજ અને રસાયણોની માત્રાને ધ્યાને રાખીને અનુમતિપાત્ર મર્યાદાની શ્રેણીમાં પણ “યોગ્ય” અને “અયોગ્ય” એવા પેટા વર્ગોમાં વહેંચવામાં આવે છે.

સ્વીકાર્ય મર્યાદાના વર્ગનું “અયોગ્ય” પાણી સ્વાસ્થ્ય માટે નિવારવું જોઈએ પરંતુ જો પાણીનો અન્ય કોઈ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય તો તે પાણી પી શકાય, તેવું રિપોર્ટમાં જણાવ્યું છે.

પરફૉર્મન્સ ઑડિટના ભાગ રૂપે કૅગે આ છ જિલ્લાનાં 48 ગામોમાંથી પાણીનાં કુલ 88 સૅમ્પલ લીધાં. તે નમૂનાઓના લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવતા, તેમાંથી માત્ર ભરૂચ જિલ્લાનાં છ અને દાહોદ જિલ્લાનાં ચાર એમ કુલ 10 સૅમ્પલ સ્વીકાર્ય મર્યાદાની યોગ્ય શ્રેણી મુજબનાં છે, તેવું જાણવા મળ્યું હતું.

કૅગે નોંધ્યું છે કે, બાકીનાં 78 સૅમ્પલ અયોગ્ય શ્રેણીનાં હોવાનું માલૂમ પડ્યું. આમ, માત્ર 11.36 ટકા નમૂનાનું પાણી જ પીવા માટે સારી ગુણવત્તાનું હોવાનું જણાયું હતું, જયારે 88.64 ટકા નમૂનાનું પાણી અયોગ્ય જણાયું હતું. વળી, 78 અયોગ્ય સૅમ્પલ્સમાંથી 22 સૅમ્પલ્સ એટલે કે 25 ટકા નમૂના અનુમતિપાત્ર મર્યાદાના વર્ગમાં પણ અયોગ્ય પેટાવર્ગના હોવાનું લૅબોરેટરી ટેસ્ટમાં જણાયું હતું.

કૅગે જણાવ્યું છે કે, આ સૅમ્પ્લસના પાણીમાં પાણી મોળું હોવું, ડહોળું હોવું તથા ટીડીએસ, કુલ ક્ષારતા અને મેગ્નેશિયમનાં ઊંચાં પ્રમાણ જણાયાં હતાં.

ગુજરાત સરકારે શું બચાવ કર્યો?

કૅગ પીવાનું પાણી ગુજરાત : ગામડાંમાં પીવાનાં પાણીના 88 નમૂનામાંથી 78 ફેઇલ, કૅગે કઈ રીતે પોલ ખોલી? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ નર્મદા દુષ્કાળ ચોમાસું પાણી પૂર ટીડીએસ ફ્લોરાઇડ ખારાશ ટીડીએસ તરસ મહિલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી

ઇમેજ સ્રોત, Gujarat Vidhansabha

અનુમતિપાત્ર શ્રેણીમાં પણ અયોગ્ય વર્ગના ઠરેલા 22 નમૂનાઓમાંથી અમરેલીના બે, આણંદ અને ભરૂચના છ-છ, દાહોદના પાંચ અને પાટણના ત્રણ હતા, તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

આમ, આ સમસ્યા સૌરાષ્ટ્ર (અમરેલી), મધ્ય ગુજરાત (આણંદ), દક્ષિણ ગુજરાત (ભરૂચ), અને ઉત્તર ગુજરાત (પાટણ) એમ રાજ્યના બધા પ્રાંતોમાં જોવા મળી હતી, તેવું કૅગે તેના અહેવાલમાં જણાવ્યું છે.

આ સંદર્ભે કૅગે પૂછેલા સવાલોના જવાબમાં રાજ્ય સરકારે ઑગસ્ટ 2025માં જવાબો પાઠવ્યા હતા.

કૅગે તેના રિપોર્ટમાં નોંધ્યું છે, “રાજ્ય સરકારે જણાવ્યું હતું (ઑગસ્ટ 2025) કે, ઑડિટ દરમિયાન પરીક્ષણ કરાયેલા નમૂનાઓ ભૂગર્ભજળના સ્ત્રોતોમાંથી છે, જે કેટલાંક પરિમાણોમાં નિષ્ફળ ગયા હતા.”

“વધુમાં, 48 પરીક્ષણ કરાયેલાં ગામોમાંથી 40 માટે RWSS (રિજિઓનલ વૉટર સપ્લાય સ્કીમ એટલે કે જૂથ પાણી પુરવઠા યોજનાઓ) કનેક્ટિવિટીનાં કામો પૂર્ણ થઈ ગયાં છે, અને આ ગામોમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સરકારે દલીલ કરી હતી કે આ ગામોમાં હવે RWSS તરફથી સુરક્ષિત, પીવાલાયક અને નિયમિત પીવાનાં પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. સરકારે એ પણ ખાતરી આપી હતી કે બાકીનાં આઠ ગામોમાં ટૂંક સમયમાં RWSS પાણી પૂરું પાડવામાં આવશે.”

CAGએ ગુજરાત સરકારની પોલ કેવી રીતે ખોલી?

પીવાનું પાણી ગુજરાત : ગામડાંમાં પીવાનાં પાણીના 88 નમૂનામાંથી 78 ફેઇલ, કૅગે કઈ રીતે પોલ ખોલી? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ નર્મદા દુષ્કાળ ચોમાસું પાણી પૂર ટીડીએસ ફ્લોરાઇડ ખારાશ ટીડીએસ તરસ મહિલા ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

રિપોર્ટમાં કૅગે નોંધ્યું છે કે, અમરેલી, આણંદ, ગાંધીનગર અને પાટણ જિલ્લામાંથી લેવાયેલા પાણીના બધા નમૂના સ્વીકાર્ય મર્યાદાના માપદંડોમાં અયોગ્ય જણાયા હતા. વધુમાં, આણંદ, દાહોદ અને ભરૂચ જિલ્લાઓમાં અનુક્રમે 40%, 38% અને 30% નમૂનાઓ અનુમતિપાત્ર મર્યાદાના માપદંડોમાં પણ અયોગ્ય જણાય હતા. એટલે કે તે પાણી પીવા માટે સારું ન હતું.

વળી, ઑડિટ દરમિયાન કૅગના ધ્યાને એ પણ આવ્યું કે, આણંદ જિલ્લાનો ઉમરેઠ તાલુકો મુખ્યત્વે ભૂગર્ભજળ સ્ત્રોતો પર આધાર રાખે છે. કારણ કે મહીસાગર નદીમાંથી પાણીને લોકોનાં ઘર સુધી પહોંચાડવા માટે હાથ ધરાયેલી બે જૂથ પાણી પુરવઠા યોજનાના માળખાને પાણી વિતરણ કરવા માટેના ઍલિવેટેડ સર્વિસ રિઝર્વોયર એટલે કે ઊંચા ટાંકા સાથે ડિસેમ્બર 2024 સુધી જોડાણ થઇ શક્યું ન હતું અને તે રીતે તે યોજના નિર્ધારિત સમયમર્યાદામાં ચાલુ થઇ શકી ન હતી.

કૅગે તેના અહેવાલમાં નોંધ્યું છે, “રાજ્ય સરકારનો જવાબ વિશ્વાસપાત્ર નથી, કારણ કે વાસ્મો(વૉટર ઍન્ડ સેનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન)ના અધિકારીઓ દ્વારા ઑડિટની હાજરીમાં ક્ષેત્ર મુલાકાત દરમિયાન નમુના-તપાસેલા ગામોને પાણી પૂરું પડાતા પાણીના સ્ત્રોતોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.”

“વધુમાં, 48 નમૂના-તપાસ કરાયેલાં ગામોમાંથી, 18 ગામોમાં પુરવઠાના સ્ત્રોત તરીકે સપાટી પરનું પાણી હતું જયારે બાકીનાં 30 ગામોમાં સ્ત્રોત ભૂગર્ભજળ અથવા ભૂગર્ભજળ અને સપાટી પરનાં પાણીનું મિશ્રણ હતું.”

પાણીના નમુનાનું અપૂરતું ટેસ્ટિંગ?

ઑડિટ રિપોર્ટમાં કૅગે જણાવ્યું છે કે પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે 33 જિલ્લાકક્ષાની લૅબોરેટરીઓ છે. પરંતુ 249 તાલુકા સામે તાલુકાકક્ષાની માત્ર 46 લૅબોરેટરીઓ છે.

વળી, છ જિલ્લાઓમાં તો એક પણ તાલુકાકક્ષાની લૅબોરેટરી ન હતી. તાલુકાકક્ષાની લૅબોરેટરી પાણીની ગુણવત્તાનું પરીક્ષણ કરવાની પ્રથમસ્તરીય પ્રયોગશાળા છે અને તેમને પીવાનાં પાણીના દરેક સ્ત્રોતનાં પાણીનું રાસાયણિક અને બૅક્ટેરિયોલૉજિકલ પરીક્ષણ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ એમ વર્ષમાં બે વાર કરવાનાં હોય છે.

આ મામલે કૅગે અવલોકન કર્યું છે કે તાલુકાસ્તરની લૅબોરેટરીઓ ઓછી હોવાને અન્ય તાલુકાઓની લૅબોરેટરીઓ તથા જિલ્લાકક્ષાની લૅબોરેટરીઓ પર ભારણ વધુ છે.

જે સૅમ્પલનું તાલુકાકક્ષાની લૅબોરેટરીમાં રિઝલ્ટ પૉઝિટિવ આવે, તેને વધારે પરીક્ષણો માટે જિલ્લાકક્ષાની અને ત્યાં પણ પૉઝિટિવ આવે તો રાજ્યકક્ષાની લૅબોરેટરીમાં મોકલવાનાં હોય છે. પરંતુ કૅગે નોંધ્યું કે તાલુકાકક્ષાની લૅબોરેટરીના અભાવે વધારે પરીક્ષણો માટે ઉપલી લૅબોરેટરીઓમાં સૅમ્પલ મોકલવાનું માળખું “નિર્થક” બની ગયું છે.

કૅગે તેના અહેવાલમાં નોંધ્યું છે, “રાજ્યના 249 તાલુકાઓ પૈકી, 46 તાલુકાઓમાં તાલુકાકક્ષાની પ્રયોગશાળાઓ (TLLs) અસ્તિત્વમાં હતી. રાજ્યકક્ષાની પ્રયોગશાળા (SLL) નિર્ધારિત 30 માંથી 73 માપદંડોનું પરીક્ષણ કરવા માટે સક્ષમ છે. નમૂના-તપાસેલ જિલ્લાકક્ષાની પ્રયોગશાળાઓ (DLLs)માં, નિર્ધારિત 23 માપદંડોમાંથી, પરીક્ષણ કરાયેલા માપદંડોની સંખ્યા 13થી 16ની વચ્ચે હતી.”

તેવી જ રીતે કૅગના અહેવાલમાં એમ પણ જણાવાયું છે, “ચકાસાયેલ તાલુકાકક્ષાની પ્રયોગશાળાઓ (TLLs)માં, નિર્ધારિત 16 માપદંડોમાંથી, પરીક્ષણ કરાયેલા માપદંડોની સંખ્યા 13થી 14ની વચ્ચે હતી. નમૂના-તપાસાયેલી 15 લૅબોરેટરીઓમાં સાધનોની ઉપલબ્ધતાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી 2025 સુઘીમાં જરૂરી સાધનોમાંથી 61.70 ટકા સાધનો હાલમાં ઉપલબ્ધ હતાં.”

“ગાંધીનગરસ્થિત રાજ્યસ્તરની લૅબોરેટરી (SLL)માં, સપ્ટેમ્બર 2024 સુધીમાં ટૅક્નિકલ જગ્યાઓમાં 64.29 ટકા ખાલી જગ્યાઓ હતી. નમૂના-તપાસાયેલી લૅબોરેટરીઓમાં પૂરતા પ્રમાણમાં તકનીકી માનવબળની અનુપલબ્ધતાને કારણે પાણીના નમૂનાઓનું પરીક્ષણ ઓછું થયું હતું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

SOURCE : BBC NEWS