Source : BBC NEWS
ઇમેજ સ્રોત, BBC/Paresh Padhiyar
બનાસકાંઠામાં એક સમયે માત્ર એક ગાય અને એક ભેંસથી પશુપાલન શરૂ કરનારાં લીલાબહેન ચૌધરીએ પાસે હવે આખો તબેલો છે, જેમાં અંદાજે દોઢસો કરતાં પણ વધુ ગાય-ભેંસ છે.
લીલાબહેન પશુપાલનમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યાં છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચિત્રોડા ગામનાં પશુપાલક લીલાબહેન ચૌધરીનું કહેવું છે કે તેઓ દરરોજ આશરે રૂપિયા 42,000નું દૂધ ડેરીમાં ભરાવે છે અને આ વર્ષે રૂપિયા 1.23 કરોડનું દૂધ ભરાવીને રૂપિયા 40 લાખનો નફો મેળવ્યો છે.
તેમજ પશુઓની સારસંભાળ માટે તેમણે ચાર પરિવારોને રોજગારી આપી છે.
બીજી તરફ, બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામનાં તસલીમબહેન પશુપાલનથી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યાં છે.
ધોરણ 12 પાસ તસલીમબહેનના તબેલામાં હાલ 350થી વધુ ભેંસો છે અને તેઓ રોજ આશરે 2200થી 2300 લિટર દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે.
વર્ષ 2025-26માં બનાસ ડેરીમાં રૂપિયા 2.94 કરોડનું દૂધ ભરાવીને તેમણે પ્રથમ નંબર મેળવ્યો છે.
જવેરી પરિવાર દ્વારા 1990માં માત્ર ચાર-પાંચ પશુઓથી શરૂ કરાયેલા વ્યવસાયમાં આજે 18 જેટલા લોકો કામ કરે છે.
તમામ ખર્ચ બાદ કરતાં પરિવારને વાર્ષિક આશરે રૂપિયા 80 લાખનો ચોખ્ખો નફો મળે છે.
તસલીમબહેનનું માનવું છે કે નોકરી કરતાં પશુપાલનનો ધંધો વધુ સારો છે.
ગુજરાત રાજ્યમાં પશુપાલનમાં મહિલાઓની ભાગીદારી તરફ નજર કરીએ તો 16000થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાંથી, લગભગ 4150 મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે.
સમગ્ર દેશમાં 36 લાખથી વધુ સભ્યોમાંથી ગુજરાતમાં 11 લાખથી વધુ મહિલાઓ છે.
ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બનાસ ડેરી જેવી મોટી ડેરીઓમાં તેમનું યોગદાન ખાસ કરીને નોંધપાત્ર છે, જે દરરોજ લગભગ 90 લાખ લિટર દૂધ એકત્રિત કરે છે, જ્યાં પશુપાલનમાં મહિલાઓ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
બનાસ ડેરીમાં ઘણી મહિલા સભ્યોએ વાર્ષિક રૂ. 50 લાખથી વધુનું દૂધ સપ્લાય કરીને તેમની આર્થિક સ્થિરતામાં વધારો કર્યો છે.
‘લોકો કહે છે આટલા બધા પૈસા ક્યાં મૂકશો?’
ઇમેજ સ્રોત, BBC/ Paresh Padhiyar
લીલાબહેન ચૌધરી બીબીસી ગુજરાતીને જણાવે છે “પહેલા અમે દિવસનું 42 રૂપિયાનું દૂધ ભરાવતા હતા, આજે દૈનિક હું 42,000 રૂપિયાનું દૂધ ભરાવું છું.”
“હવે લોકો મને ખૂબ અભિનંદન પાઠવે છે. જે લોકો અમારું સરવૈયું જુએ છે તો પૂછે છે કે તમારે આટલો બધો નફો થાય છો ક્યાં મૂકશો આટલા બધા રૂપિયા.”
“છેક કૅનેડાથી પણ ફોન આવે છે કે મને એક વખત લીલાબહેનની મુલાકાત કરાવો.”
“પહેલા પરિસ્થિતિ જુદી હતી, જમીન તો ઘણી હતી પણ આ પશુ ઓછાં રાખતાં હતાં. તે વખતે પશુઓનો આટલો બધો ધંધો ન હતો, પાણીની તંગી હતી.”
વીડિયો જુઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

“પરંતુ સમય જતાં અમે તદ્દન જુદા રહીને જ બધી આ પ્રગતિ કરી છે.”
“50થી 80 હજારની કિંમતમાં લીધેલાં આ પશુઓની કિમત હાલ કરોડો ઉપર છે.”
“લીલાબહેને આ વર્ષે એક કરોડ તેવીસ લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું છે, જેમાં ચાલીસ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો છે.”
“અમારી પાસે દૂધનું મિલ્કિંગ મશીન છે અને પશુઓના ડૉક્ટરની સુવિધા પણ સારી મળી રહી છે. અમારા ઢોરોને કોઈ પણ તકલીફ હોય તો તરત અમે વિઝિટ નોંધાવીએ કે તરત જ ડૉક્ટરની સેવા મળી રહે છે.”
“92 ગાયોનો વીમો પણ અમે કઢાવી રાખ્યો છે. ઘાસચારો તો અમારે ઘરે જ છે.”
“અમારે જમીન છે અને ઘણું થાય છે તેથી એમ પણ વાંધો આવતો નથી.”
ચાર પરિવારોને પણ આપે છે રોજગારી
ઇમેજ સ્રોત, BBC/ Paresh Padhiyar
પશુપાલનમાં સારસંભાળ અને સહાય માટે લીલાબહેને ચાર કુટુંબોને નોકરી પર રાખ્યા છે, જેઓ તેમને આખો દિવસ મદદ કરે છે.
લીલાબહેન કહે છે કે અમે સવારે અમે ચાર વાગે ઊઠીએ છીએ.
“પણ અમારે તો ચાર કુટુંબ રાખેલાં છે, તેમને અમે બધી સારસંભાળની જવાબદારી સોંપેલી છે દરેકને 30થી 35 પશુ આપી દીધા છે. તેમને અમે પગાર આપી છીએ.”
“અમે કોઈને 14 હજાર પગાર તો કોઈને 12 હજાર છે ત્યારે કોઈને દસ હજાર પગાર આપીએ છીએ.”
લીલાબહેનનું કહેવું છે કે, “મહેનત તો કરવી પડે છે. દેખરેખ રાખવી પડે છે. પણ દૂધની આવકમાંથી જ અમે પાલનપુરમાં બે મકાનો પણ રાખ્યાં છે.”
તેઓ જણાવે છે, આ પૈસા થકી જ અમે ખેતીનાં સાધનો પણ ખરીદ્યાં છે.
તેમનું કહેવું છે કે પશુપાલનને કારણે દર મહિને બે વાર પગાર મળે છે જેથી પૈસાની તંગી વર્તાતી નથી.
“આ પશુપાલનને કારણે તેમને ખેતી માટે રાસાયણિક ખાતરની જરૂર પણ ઓછી પડે છે.”
350 ભેંસો, રોજ 2200 લિટર દૂધ અને વાર્ષિક ₹2.94 કરોડની કમાણી કરતાં તસ્લીમબહેન
ઇમેજ સ્રોત, BBC/ Paresh Padhiyar
વડગામના બસુ ગામમાં રહેતાં તસલીમબહેનના તબેલામાં સાડા ત્રણસો જેટલી ભેંસ છે. જેમાંથી તેમણે રોજ અંદાજે 2200 લિટર દૂધ ભરાવે છે.
તેમની પાસે જાફરાબાદી, બન્ની, દિલ્હી અને કાઠિયાવાડી ભેંસો છે.
તસલીમબહેન કહે છે, “જેમ જેમ આ કામમાં મને સફળતાપૂર્વક નફો મળતો ગયો એમ ભેંસો વસાવતા ગયા અને આજે 14 વર્ષમાં અમારી પાસે 350થી ભેંસો છે.”
તસલીમબહેને 2025-26માં બનાસ ડેરીમાં 2 કરોડ 94 લાખ રૂપિયાનું દૂધ ભરાવી પહેલો નંબર મેળવ્યો છે.
તેમણે જણાવે છે, આખા દિવસનું આશરે 2300 લિટર જેટલું દૂધ અમે બનાસ ડેરીને આપીએ છીએ અને એ દૂધના રકમમાં ગણવા જઈએ તો 1 લાખ 40થી 45 હજારનું દિવસનું દૂધ ભરાવીએ છીએ.
તેઓ કહે છે, અમે બનાસ ડેરીને મહિને 40-42 લાખનું દૂધ આપીએ છીએ.
તેઓ કહે છે કે, “મારા પિયરમાં તો અમારે પશુપાલનનો ધંધો નહોતો. સાસરે આવીને હું આ તરફ વળી છું.”
હાલ ઝવેરી પરિવાર પાસે પશુઓની દેખભાળ અને દૂધની વ્યવસ્થા માટે આશરે અઢાર લોકો કામ કરે છે.
તસલીમબહેનના પતિ સાહિલખાન ઝવેરી કહે છે, “આ પશુપાલનનો ધંધો 1990 આસપાસ મારા પિતાએ શરૂ કર્યો હતો. માતાપિતાની મહેનતનું ફળ આજે અમને મળી રહ્યું છે.”
ઝવેરી પરિવારનું કહેવું છે કે, “પશુપાલન પાછળ થતા તમામ ખર્ચને બાદ કરતા તેમને અંદાજે 80 લાખ રૂપિયા જેટલો ચોખ્ખો નફો મળે છે. ડેરી અમારી જોડેથી છાણિયું ખાતર ખરીદશે તો ચાર લાખ જેટલી અમારે આવક વધી જશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
-

વીડિયો, અમદાવાદ: ‘એવી મોંઘવારી છે કે…’, લીંબુના ભાવ વધતાં લોકોએ શું કહ્યું?, અવધિ 2,40
-

વીડિયો, ભાવનગર: જૂના બંદર વિસ્તારમાં દેખાઈ ડૉલ્ફિન, લોકોનાં ટોળાં ઊમટ્યાં, અવધિ 0,33
-

વીડિયો, શકીરાનાં ગીતોને રાજસ્થાની અંદાજમાં ગાનારા કલાકારોને મળો, અવધિ 1,24
-

વીડિયો, નવસારી: એટલો બધો ગુલાલ ઉડાવ્યો કે રોડ પર જાડા થર જામ્યા, અવધિ 1,28
-

વીડિયો, આ પરિવારે ‘નકલી પાડું’ બનાવી ભેંસ સામે કેમ મૂક્યું?, અવધિ 1,51
-

વીડિયો, 85 વર્ષે MA કર્યા બાદ હવે આ દાદાનું શું લક્ષ્ય છે?, અવધિ 1,51
-

વીડિયો, પંજાબની આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પથ્થરમારો અને તોડફોડ શા માટે કરી?, અવધિ 1,35
-

વીડિયો, આટલું સુંદર રણ તમે ક્યારેય જોયું છે?, અવધિ 0,48
-

વીડિયો, વિશાળ ગણેશ પ્રતિમા જોવા લોકો ઊમટ્યાં, અવધિ 0,33
-

વીડિયો, સિક્કિમમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અનેક ઘરોને નુકસાન, અવધિ 1,09
-

વીડિયો, કિંજલ દવે ‘ગુજ્જુ લવગુરુ’ના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપતાં શું બોલ્યાં?, અવધિ 1,43
-

વીડિયો, ગુજરાતમાં ચોમાસું પૂરું થયા પછી પણ શું વરસાદ પડશે?, અવધિ 0,56
-

વીડિયો, ગંભીરા પુલ દુર્ઘટના: ‘આ બ્રિજ ઉપર આવું, ત્યારે મારો દીકરો યાદ આવી જાય છે’, અવધિ 1,52
-

વીડિયો, અમદાવાદ : ‘ખીચડી લાલ થઈ જાય છે,’ પ્રદૂષિત પાણીથી ત્રસ્ત ખેડૂતો શું બોલ્યા?, અવધિ 1,49
-

વીડિયો, આ યુવતી કોઈ સેફ્ટી વિના 30 માળ ઊંચે હવામાં દોરડા પર ચાલી, અવધિ 1,01
શૉર્ટ વીડિયોનો અંત
SOURCE : BBC NEWS



















