Home તાજા સમાચાર gujrati “ઇસ્લામમાં મહિલાઓને જિમમાં જવાની મનાઈ નથી” – એ જિમ જે માત્ર મુસ્લિમ...

“ઇસ્લામમાં મહિલાઓને જિમમાં જવાની મનાઈ નથી” – એ જિમ જે માત્ર મુસ્લિમ મહિલાઓ માટે ચાલે છે

3
0

Source : BBC NEWS

“ઇસ્લામમાં મહિલાઓને જિમમાં જવાની મનાઈ નથી” – એ જિમ જે માત્ર મુસ્લિમ મહિલાઓ માટે ચાલે છે

પ્રકાશિત

દક્ષિણ ભારતના કોઇમ્બતુર શહેરમાં શબાના નામની મહિલાએ એક એવું જિમ શરૂ કર્યું છે, જ્યાં માત્ર મહિલાઓ જ કસરત કરવા આવે છે. આ જિમ શરૂ કરવા પાછળ શબાનાની પોતાની એક કહાની છે.

શબાના જણાવે છે કે આ જિમમાં મહિલાઓ પોતાનાં સામાન્ય કપડાં પહેરીને પણ કસરત કરી શકે છે. બીજા ઘણાં જિમમાં કસરત માટે ખાસ સ્પોર્ટ્સવેર પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે, પરંતુ અહીં મહિલાઓને એ બાબતે છૂટ છે.

મહિલાઓનું કહેવું છે કે તેઓ ઘર અને પરિવારની સંભાળ રાખવામાં એટલાં વ્યસ્ત રહે છે કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી. આ જિમમાં આવ્યા પછી તેઓ સ્વાસ્થ્ય અને પોષણ વિશે પણ શીખી રહી છે.

શબાનાને પણ જિમ શરૂ કરતી વખતે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ કહ્યું હતું કે મહિલા ચલાવતી જિમમાં કોઈ નહીં આવે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS