Home તાજા સમાચાર gujrati ભારતમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રે સવાલ ઉઠાવ્યા –...

ભારતમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રે સવાલ ઉઠાવ્યા – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

ભારતમાં પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રે સવાલ ઉઠાવ્યા

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતમાં તાજેતરમાં થયેલાં વિરોધપ્રદર્શનો સામે પોલીસની સખત કાર્યવાહી પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલય પ્રમાણે ભારતીય અધિકારીઓને શાંતિપૂર્વક પ્રદર્શન કરવાના અધિકારનું સન્માન કરવા, તેમનું રક્ષણ કરવા અને માનવાધિકાર ભંગના મામલામાં ન્યાય કરવાની અપીલ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ આરોપ લગાવ્યો છે કે ભારતીય અધિકારીઓને શાંતિપૂર્ણ સભા પર અયોગ્ય પ્રતિબંધ લગાવવા, વધારે પડતા બળનો ઉપયોગ કરવા, ફાવે તેમ અટકાયત કરવી અને વિદ્યાર્થીઓને નિશાન બનાવવા જેવા મામલે પહેલાં પણ ચેતવવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે અહેવાલો મુજબ “રેલીમાં સાદા કપડામાં આવેલા પોલીસ કર્મચારીઓએ નવી દિલ્હીમાં સ્ટુડન્ટ્સ રાઇટ્સ અને મજૂરોના અધિકારો માટે કામ કરતા 10 કાર્યકરોની અટકાયત કરી હતી. તેમને 24 કલાક કરતા વધુ સમય સુધી કોઇનો સંપર્ક કરવા દેવાયો ન હતો. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, ધમકાવાયા, દબાણ કરવામાં આવ્યું અને બળજબરીથી નિવેદનો લેવાયાં તેવા આરોપ છે. ત્યાર પછી અદાલતે તેમને મુક્ત કરી દીધા હતા.”

એશિયન પૅરા સ્પૉર્ટ્સ 2026માં ભારતે નવ ગોલ્ડ મેડલ જીત્યા

એશિયન પેરા સ્પોર્ટ્સ 2026માં ભારતે નવ સુવર્ણ પદક જીત્યા

જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત 2026 એશિયન પૅરા ગેમ્સના બીજા દિવસના અંત સુધીમાં ભારતે કુલ 35 મેડલ જીત્યા છે.

તેમાં 9 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રૉન્ઝ મૅડલ સામેલ છે.

ભારતે પુરુષોના ડિસ્કસ થ્રો (F43/F44/F62/F64 શ્રેણીઓ)માં ક્લીન સ્વિપ કર્યું છે. દેવેન્દ્રકુમારે ગોલ્ડ, રાકેશે સિલ્વર અને પ્રદીપકુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

પૅરા ઍથ્લેટિક્સમાં સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટી12 શ્રેણીમાં 24.80 સેકન્ડના રેકૉર્ડ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.

તેમની સાથે જ પ્રીતિ પૉલ, મનીષ નરવાલ અને પૅરા પાવરલિફ્ટર અશોકકુમાર મલિકે પણ સિલ્વર મેડલ જીત્યા છે.

હોકાટો હોટોજે, પ્રવીણ શર્મા, આયુષ વર્મા અને નિરંજન મુકુંદને બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. ભારતીય ઍથ્લીટ્સે પેરા ટેબલ ટેનિસ અને શૂટિંગમાં પણ પદક મેળવ્યા છે.

મેડલ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને છે, જ્યારે ચીન 149 મેડલ સાથે ટોચ પર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS