Home તાજા સમાચાર gujrati પૃથ્વીની આસપાસ જોવા મળેલો ‘મિની મૂન’ કે નાનો ચંદ્ર શું છે અને...

પૃથ્વીની આસપાસ જોવા મળેલો ‘મિની મૂન’ કે નાનો ચંદ્ર શું છે અને એ કેટલો મોટો છે?

8
0

Source : BBC NEWS

પૃથ્વીનો નવો ચંદ્ર, અંતરીક્ષ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ‘2026 QQ8 શું છે, ક્વાઝી મૂન શું છે, ઘોસ્ટ મૂન શું છે, મિનિ મૂન શું છે, ચંદ્ર,

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, પૃથ્વીને નવો ‘મિની મૂન’ એટલે કે નાનકડો ચંદ્ર મળ્યો છે.

‘2026 QQ8’ નામનો આ લઘુગ્રહ સૌ પ્રથમ ઑગસ્ટ મહિનામાં હંગેરીના ખગોળશાસ્ત્રી ક્રિસ્ટિયાન સારનેકીએ નિહાળ્યો હતો. જોકે, ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રૉનૉમિકલ યુનિયનના માઇનર પ્લૅનેટ સેન્ટરે ગયા મહિને તેની જાણ કરી હતી.

આ લઘુગ્રહ ખૂબ નાનો છે. તેનો વ્યાસ આશરે એકથી બે મીટર છે. તે પૃથ્વીથી પાંચ લાખ કિલોમીટર કરતાં વધુ દૂર છે, એટલે કે, ચંદ્ર કરતાં પણ વધુ અંતરે આવેલો છે.

‘મિની મૂન’ એટલે નાના લઘુગ્રહો, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તેની આસપાસ કામચલાઉ ભ્રમણકક્ષામાં આવી જાય છે.

ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે એપ્રિલ મહિનામાં ‘2026 QQ8’ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના પ્રભાવમાં આવ્યો હતો. જોકે, આગામી એકાદ-બે મહિનામાં તે આ પ્રભાવમાંથી મુક્ત થઈ જશે તેવી શક્યતા છે.

પરંતુ પૃથ્વીની આસપાસ આવા કામચલાઉ ‘ચંદ્ર’ માત્ર મિની મૂન જ નથી. તેના બીજા પણ પ્રકાર છે.

ક્વાઝી મૂન શું છે?

પૃથ્વીનો નવો ચંદ્ર, અંતરીક્ષ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ‘2026 QQ8 શું છે, ક્વાઝી મૂન શું છે, ઘોસ્ટ મૂન શું છે, મિનિ મૂન શું છે, ચંદ્ર, શું ક્વાઝી મૂન કે મિનિ મૂન પૃથ્વી માટે જોખમી છે ?

પૃથ્વીના ‘ક્વાઝી મૂન’ને આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે પૃથ્વી પરથી જોતાં તે આપણા ચંદ્રની જેમ પૃથ્વીની આસપાસ ફરતો હોય એવું લાગે છે, પરંતુ નજીકથી જોતાં જાણવા મળે છે કે હકીકતમાં આ લઘુગ્રહો પૃથ્વીની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરી રહ્યા છે.

આનું તાજેતરનું એક ઉદાહરણ ‘2025 PN7’ છે. ગયા વર્ષે ઑગસ્ટમાં શોધાયેલો આ લઘુગ્રહ છેલ્લા કેટલાંક દાયકાથી પૃથ્વી સાથેસાથે લગભગ તાલ મિલાવીને પરિભ્રમણ કરી રહ્યો છે.

ખગોળશાસ્ત્રી ડૉ. જેનિફર મિલાર્ડ સમજાવે છે, “ક્વાઝી મૂન રસપ્રદ છે, કારણકે તે ખરેખર ચંદ્રની જેમ પૃથ્વીની આસપાસ ફરતો નથી. તે માત્ર આપણી નજીકના વિસ્તારમાં છે.”

‘2025 PN7’ની લંબાઈ આશરે 20 મીટર છે.

ડૉ. મિલાર્ડે બીબીસીને જણાવ્યું હતું કે, “તે બહુ મોટો નથી. એક નાનકડી ઑફિસના બિલ્ડિંગ જેટલો છે. અમારું માનવું છે કે તે છેલ્લાં 60 વર્ષથી અહીં છે અને તેની વર્તમાન ભ્રમણકક્ષાની ગણતરી પ્રમાણે હજી 60 વર્ષ સુધી રહેશે.”

વીડિયો જુઓ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જોકે, આ કામચલાઉ ‘ચંદ્રો’માંથી કોઈની પણ સરખામણી પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર સાથે થઈ શકે તેમ નથી.

તેઓ સમજાવે છે, “આ પદાર્થો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, પરંતુ અવકાશમાં તેમની ગતિનો માર્ગ પૃથ્વી જેવો જ હોય છે. તેઓ આપણી ખૂબ નજીક રહે છે એટલે પૃથ્વીની આસપાસ ફરતા હોય એવું લાગે છે.”

“ક્યારેક તેઓ આપણાથી આગળ નીકળી જાય છે તો ક્યારેક પાછળ રહી જાય છે. પરંતુ હકીકતમાં તેઓ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરતા નથી કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ બંધાયેલા નથી. આ જ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે.”

જોકે, આ લઘુગ્રહો પોતાની ભ્રમણકક્ષામાં ફરતા હોય ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની તેમના પર થોડી અસર થાય છે અને તેઓ પૃથ્વીની નજીક ખેંચાય છે.

પૃથ્વીના અત્યાર સુધીમાં જાણીતા તમામ ક્વાઝી મૂન કામચલાઉ છે. તેમની ભ્રમણકક્ષા કેટલાક દાયકાઓથી લઈને એક સદી કરતાં પણ વધુ સમય સુધી ટકી શકે છે.

મિની મૂન એટલે શું?

પૃથ્વીનો નવો ચંદ્ર, અંતરીક્ષ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ‘2026 QQ8 શું છે, ક્વાઝી મૂન શું છે, ઘોસ્ટ મૂન શું છે, મિનિ મૂન શું છે, ચંદ્ર, શું ક્વાઝી મૂન કે મિનિ મૂન પૃથ્વી માટે જોખમી છે ?

ક્વાઝી મૂનથી વિપરીત, મિની મૂન એવો અવકાશી પદાર્થ છે, જે ખરેખર કોઈ ગ્રહની આસપાસ પરિક્રમા કરે છે.

પૃથ્વીના મિની મૂન એ નાના લઘુગ્રહો છે, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે થોડા સમય માટે તેની ભ્રમણકક્ષામાં આવી જાય છે. તે સૌરમંડળની રચના વખતે બચી ગયેલા અવશેષો અથવા અવકાશમાં રહી ગયેલો કાટમાળ હોઈ શકે છે. સામાન્ય રીતે તેઓ એક વર્ષ કરતાં ઓછો સમય પૃથ્વીની આસપાસ રહે છે.

આ પદાર્થો ખૂબ નાના હોવાથી તેમને શોધવા મુશ્કેલ છે. અવકાશ અંગે રસ ધરાવતી બિનનફાકારક સંસ્થા ‘પ્લૅનેટરી સોસાયટી’ના જણાવ્યા અનુસાર, ‘2026 QQ8’ની શોધ થઈ તે પહેલાં અત્યાર સુધીમાં માત્ર ચાર મિની મૂન જ જોવા મળ્યા હતા. તેમાંથી એકેય અત્યારે પૃથ્વીની આસપાસ પરિક્રમા કરી રહ્યો નથી.

‘2026 QQ8’ પહેલાં છેલ્લે ઑગસ્ટ 2024માં એક મિની મૂન જોવા મળ્યો હતો. ‘2024 PT5’ નામનો આ લઘુગ્રહ આશરે 10 મીટર લાંબો હતો.

એવું માનવામાં આવે છે કે તે ‘અર્જુના ઍસ્ટરૉઇડ બેલ્ટ’માંથી આવ્યો હતો. આ અવકાશી પથ્થરોનો સમૂહ છે, જે સૂર્યની આસપાસ પૃથ્વી જેવી જ ભ્રમણકક્ષામાં ફરે છે.

જોકે, તેની રાસાયણિક રચનાનું વધુ વિશ્લેષણ કરતાં એવું જણાય છે કે ‘2024 PT5’ હકીકતમાં આપણા ચંદ્રનો જ એક ટુકડો હોઈ શકે છે. ઘણા સમય પહેલાં કોઈ લઘુગ્રહની ટક્કરથી ચંદ્રનો આ ટુકડો છૂટો પડીને અવકાશમાં ફેંકાયો હોય તેવી શક્યતા છે.

આ લઘુગ્રહ પૃથ્વીની નજીક માત્ર થોડા મહિના રહ્યો હતો અને ત્યાર પછી ફરી ઊંડા અવકાશમાં જતો રહ્યો હતો. કેટલાક ખગોળશાસ્ત્રીઓનું અનુમાન છે કે 2055માં તે ફરી પૃથ્વીની નજીકથી પસાર થશે.

ઘોસ્ટ મૂન એ વળી શું?

પૃથ્વીનો નવો ચંદ્ર, અંતરીક્ષ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ‘2026 QQ8 શું છે, ક્વાઝી મૂન શું છે, ઘોસ્ટ મૂન શું છે, મિનિ મૂન શું છે, ચંદ્ર, શું ક્વાઝી મૂન કે મિનિ મૂન પૃથ્વી માટે જોખમી છે ?

ત્રણેય પ્રકારના કામચલાઉ ‘ચંદ્ર’માં ‘ઘોસ્ટ મૂન’ સૌથી રહસ્યમય છે. નામ પ્રમાણે જ તેની ઓળખ પણ હજી સ્પષ્ટ નથી.

એવું માનવામાં આવે છે કે તે ધૂળનાં વાદળોનો સમૂહ હોઈ શકે છે, જે પૃથ્વીની ભ્રમણકક્ષામાં જ રહે છે.

પૃથ્વી સૂર્યની આસપાસ ફરે ત્યારે આ ધૂળનાં વાદળો ક્યારેક તેની આગળ તો ક્યારેક પાછળ રહે છે. જોકે, ખરેખર આવા ઘોસ્ટ મૂન અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે અંગે વૈજ્ઞાનિકોમાં હજી સર્વસંમતિ નથી.

ડૉ. મિલાર્ડને જોકે આ વિચાર વિશ્વસનીય લાગે છે.

તેઓ કહે છે, “અવકાશમાં પુષ્કળ ધૂળ છે. ત્યાં આંતરગ્રહીય ધૂળનાં કણો પણ છે. તેથી પૃથ્વીની ભ્રમણકક્ષાની આસપાસનાં ગુરુત્વાકર્ષણનાં સ્થિર બિંદુઓ પર આવી ધૂળ એકઠી થતી હોય તો મને આશ્ચર્ય નહીં થાય.”

શું ક્વાઝી મૂન કે મિની મૂન જોખમી છે?

ખગોળશાસ્ત્રીય દૃષ્ટિએ આ પદાર્થો પૃથ્વીની નજીક હોવા છતાં તેઓ એટલા નજીક આવતા નથી કે કોઈ જોખમ ઊભું થાય.

પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે પણ તેઓ ચંદ્ર કરતાં અનેક ગણાં દૂર હોય છે.

અવકાશની દૃષ્ટિએ આ અંતર નજીક ગણાય, પરંતુ વાસ્તવમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

ડૉ. મિલાર્ડ સમજાવે છે, “એવું નથી કે તેઓ અચાનક અંધકારમાંથી ધસી આવતા હોય. જો તેઓ આપણી વધુ નજીક આવતા હોત, તો પણ તેમની ગતિ ખૂબ ધીમી હોત. આપણે તેમને આવતા જોઈ શકત અને તેનાથી બચવા માટે પૂરતો સમય મળત.”

બીજા કયા ગ્રહોની આસપાસ ક્વાઝી મૂન છે?

વીડિયો જુઓ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અત્યાર સુધી ગુરુ, શુક્ર, શનિ, નૅપ્ચ્યૂન અને પ્લૂટોની આસપાસ ક્વાઝી મૂન જોવા મળ્યા છે. ભવિષ્યમાં આવા બીજા પદાર્થો પણ મળી શકે છે.

SOURCE : BBC NEWS