Source : BBC NEWS
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં વરસાદ થશે કે નહીં?
પ્રકાશિત
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી ત્રણ મહત્ત્વપૂર્ણ હવામાન સિસ્ટમો અંગે બીબીસી ગુજરાતીના ખાસ અહેવાલમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં ઉત્તર-પૂર્વનું ચોમાસું સક્રિય છે ત્યારે દરિયામાં લો-પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સર્જાવાની સ્થિતિ ઊભી થઈ છે. અરબી સમુદ્રની સિસ્ટમ સોમાલિયા તરફ આગળ વધીને નબળી પડી જવાની શક્યતા છે, જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત થઈ વાવાઝોડું બનવાની સંભાવના હોવા છતાં તેની સીધી અસર રાજ્ય પર નહિવત્ દેખાય છે. ગુજરાતમાં 25થી 30 ઑક્ટોબર દરમિયાન છૂટાછવાયા છાંટા પડી શકે, પરંતુ મોટો કે ભારે વરસાદ પડવાની સંભાવના નથી.
અહેવાલ- દીપક ચુડાસમા
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




