Home તાજા સમાચાર gujrati કૉંગ્રેસના સમર્થનથી ચાલતી ઝારખંડ સરકાર સામે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે રાહુલ...

કૉંગ્રેસના સમર્થનથી ચાલતી ઝારખંડ સરકાર સામે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ વાત કરી – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

રાહુલ ગાંધી દિલ્હીમાં થયેલા વિરોધપ્રદર્શન અને વિદ્યાર્થીઓની માગ મુદ્દે ઘણા મુખર રહ્યા છે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઝારખંડની રાજધાની રાંચીમાં જેએસએસસી અને જેપીએસસી સામે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ ફોન પર વાત કરી છે.

પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી નેતા પીયૂષકુમારે કહ્યું, “પરીક્ષા રદ કરવા, તપાસ અને સુધારા માટે અમારી જે માગો છે, એ અમે જણાવી છે.”

“રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તમારી માગો સાથે છીએ. અમે સરકાર સાથે આ સંબંધે વાત કરીશું કે તમારી માગો સ્વીકારી લેવામાં આવે.”

81 સભ્યવાળી ઝારખંડ વિધાનસભામાં મુખ્ય મંત્રી હેમંત સોરેનની પાર્ટી સાથે 34 ધારાસભ્ય અને કૉંગ્રેસના 16 ધારાસભ્યના સમર્થનથી સરકાર ચાલી રહી છે.

તેમજ આરજેડીના ચાર ધારાસભ્યોનું સમર્થન પણ જેએમએમને છે. એવામાં રાહુલ ગાંધીનું પ્રદર્શનકારીઓ સાથે વાત કરવું એ રાજકીય રીતે ઘણું મહત્ત્વનું છે.

આ દરમિયાન રાંચીમાં જેપીએસસી-જેએસએસસી વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર સાથે વાત કરવા માટે પોતાનું પ્રતિનિધિમંડળ બનાવી લીધું છે.

જોકે પીયૂષકુમારે કહ્યું કે તેમને સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી અપાઈ નથી.

ઉલ્લેખનીય છે કે બીજી જુલાઈએ ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જેપીએસસી) 14મીની પ્રારંભિક પરીક્ષાનું પરિણામ આવ્યું હતું.

કુલ 2,204 ઉમેદવારો મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા માટે ક્વૉલિફાય થયા હતા. મુખ્ય પરીક્ષાની તારીખ 18થી 20 જુલાઈ હતી.

પરિણામ આવતાં જ સવાલો શરૂ થઈ ગયા. કૅટેગરી-વાઇઝ કટ ઑફ જાહેર ન થયા અને આ દરમિયાન એક ઉમેદવારની કથિત ઑપ્ટિકલ માર્ક રિકગ્નિશન (ઓએમઆર) શીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ.

કથિત રીતે તેમાં માત્ર 48 સવાલના જવાબ આપ્યા હતા, છતાં તેની મુખ્ય પરીક્ષામાં પસંદગી થઈ હતી.

તેમજ જે પરિણામ જાહેર થયું તેમાં જેપીએસસીના અધ્યક્ષ, સચિવ કે સભ્યોની સહી નહોતી, જે નિયમ પ્રમાણે હોવી જોઈએ. બાદમાં મુખ્ય પરીક્ષા રદ કરી દેવાઈ હતી.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે ‘જેપીએસસીનું પ્રશ્નપત્ર લીક કરાયું, સીટો વેચાઈ’ અને અને તેમને સીઆઇડીની તપાસ પર વિશ્વાસ નથી. તેઓ માગ કરી રહ્યા છે કે આ કેસની તપાસ ઈડી અથવા સીબીઆઇને સોંપવામાં આવે.

વિદ્યાર્થીઓ તેમની વિવિધ માગો સાથે 25 જુલાઈથી રાંચીમાં પ્રદર્શન કરી રહ્યા છે.

હૂતીઓના હુમલામાં યમનની સેનાના કમસે કમ 30 સૈનિકોનાં મોત

યમનના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓને

ઇમેજ સ્રોત, MOHAMMED HUWAIS/AFP via Getty Images

મધ્ય યમનમાં હૂતી બળવાખોરો દ્વારા સૈન્ય છાવણીઓ પર કરાયેલા હુમલાઓમાં યમનની સરકારી સેનાના કમસે કમ 30 જવાનો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

તાજેતરનાં વર્ષોમાં બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણોમાં આ સૌથી ઘાતક હુમલાઓમાંની એક છે.

યમનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, “મારિબ અને હદરામૌત પ્રાંતોમાં અનેક સૈન્ય છાવણીઓ પર બૅલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલા કરાયા. આ હુમલાઓમાં ઘણા સૈનિકોનાં મોત થયાં છે અને અનેક ઘાયલ થયા છે.”

જોકે, મંત્રાલયે મૃત્યુ પામેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી.

સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓને “વિશ્વાસઘાતી” ગણાવ્યા અને કહ્યું કે આ “આક્રમક કાર્યવાહી”નો યોગ્ય સમય અને સ્થળે જવાબ અપાશે.

ઉત્તર-પશ્ચિમ યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવતા અને ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેણે એવા “મોટા સાઉદી સૈન્ય જમાવડા”ને નિશાન બનાવ્યા, જે કથિત રીતે સૈન્ય અભિયાનની તૈયારી કરી રહ્યા હતા.

યમનના ગૃહયુદ્ધ દરમિયાન સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને સતત યમનની સરકારી સેનાને સમર્થન આપ્યું છે.

એક અન્ય હુમલાની ઘટનામાં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના પ્રવક્તાએ જણાવ્યું કે સાઉદી અરેબિયાના નજરાન સીમા વિસ્તારમાં 11 નાગરિકો ઘાયલ થયા છે. તેમના જણાવ્યા અનુસાર આ હુમલો હૂતી બળવાખોરોએ કર્યો હતો.

ગઠબંધન દ્વારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેર કરાયેલા નિવેદન મુજબ, ઘાયલોમાં સાત સાઉદી નાગરિકો સામેલ છે. તેમાં એક મહિલા અને ચાર વર્ષનું બાળક પણ છે.

અન્ય ચાર ઘાયલ વ્યક્તિઓ યમન, પાકિસ્તાન અને ઇજિપ્તના નાગરિકો હોવાનું જણાવાયું છે.

યમનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મધ્ય યમનમાં હૂતી બળવાખોરોએ ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10:40 વાગ્યે હુમલા કર્યા હતા.

ભચાઉ–સામખિયાળી વચ્ચે 130 કિમીની ઝડપે દોડી ટ્રાયલ ટ્રેન

કચ્છના ભચાઉ–સામખિયાળી વચ્ચે 32 કિલોમીટર લાંબા ટ્રેક પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ ટ્રેન દોડાવાઈ હતી

ઇમેજ સ્રોત, Aashutosh Ayachi/BBC

કચ્છના ભચાઉ–સામખિયાળી વચ્ચે રેલવે દ્વારા નિર્માણ કરાયેલા નવા ત્રીજા અને ચોથા ટ્રેકનું હાઈ સ્પીડની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

32 કિલોમીટર લાંબા ટ્રૅક પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ ટ્રેન દોડાવાઈ હતી.

ટ્રાયલ દરમિયાન ટ્રેન સામખિયાળીથી ભચાઉ સુધી પહોંચી હતી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એ જ ઝડપે પરત ફરી હતી.

નવા ટ્રૅકનું ઇન્સ્પેક્શન અને અન્ય જરૂરી પરીક્ષણોની કામગીરી હાલ ચાલી રહી છે.

તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ નવા ટ્રેકને મુસાફર તેમજ માલગાડીઓની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે એવું રેલવે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

આ નવા ટ્રૅકથી કચ્છના રેલવે પરિવહનને વધુ ગતિ અને સુવિધા મળવાની આશા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS