Home તાજા સમાચાર gujrati ગુજરાત: ચોમાસું પૂર્ણ થયું ક્યારે કહેવાય અને ત્યારે કેવું હવામાન હોય છે?

ગુજરાત: ચોમાસું પૂર્ણ થયું ક્યારે કહેવાય અને ત્યારે કેવું હવામાન હોય છે?

5
0

Source : BBC NEWS

ગુજરાત: ચોમાસું પૂર્ણ થયું ક્યારે કહેવાય અને ત્યારે કેવું હવામાન હોય છે?

પ્રકાશિત

ભારતમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા, તેના વૈજ્ઞાનિક કારણો અને હવામાન વિભાગ દ્વારા નક્કી કરાયેલા નિયમો અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે.

ચોમાસાની વિદાય એક દિવસમાં નહીં પણ તબક્કાવાર રીતે ચારથી પાંચ અઠવાડિયામાં થાય છે, જે સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનથી શરૂ થઈ 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી પૂર્ણ થાય છે.

હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાય જાહેર કરવા માટે 1 સપ્ટેમ્બર પછી સતત પાંચ દિવસ સૂકું હવામાન, દોઢ કિલોમીટરની ઊંચાઈએ એન્ટી સાયક્લોનની રચના અને વાતાવરણમાં ભેજમાં મોટો ઘટાડો જેવા નિયમો ધ્યાને લેવાય છે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાની શરૂઆત થાય છે

Gujarat Monsoon ચોમાસું પૂર્ણ થયું ક્યારે કહેવાય અને ત્યારે કેવું હવામાન હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS