Home તાજા સમાચાર gujrati ગુજરાત ભાડા વિધેયક 2026 સામે રાજ્યભરના વકીલોએ કેમ વાંધો ઉઠાવ્યો હતો?

ગુજરાત ભાડા વિધેયક 2026 સામે રાજ્યભરના વકીલોએ કેમ વાંધો ઉઠાવ્યો હતો?

4
0

Source : BBC NEWS

ગુજરાત ભાડા વિધેયક 2026 સામે અમદાવાદ સહિત રાજ્યભરના વકીલોના વિરોધ પ્રદર્શન, સરકારે આપી આ પ્રતિક્રિયા

અમદાવાદમાં શહેરની સિવિલ અને સ્મોલ કોઝ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો ગયા અઠવાડિયાથી એક બિલનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતભરના વકીલો 5 ઑક્ટોબરે આ મુદ્દાનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી કોર્ટ, ટ્રિબ્યુનલ, ન્યાયિક અને અર્ધ-ન્યાયિક જેવી કામગીરી ન કરી હળતાળ પાડવાનો નિર્ણય લીધો હતો.

પરિણામે 5 ઑક્ટોબરના રોજ અમદાવાદની જૂની હાઇકોર્ટથી લઈને ઇન્કમ ટૅક્સ સર્કલ સુધી વકીલોએ રેલી કાઢીને સૂત્રોચાર કર્યા હતા.

આંદોલન કરી રહેલા વકીલોના જણાવ્યા અનુસાર, ભાડા સંબંધિત વિવાદો ઉકેલવાની સત્તા ન્યાયિક અધિકારીઓ પાસેથી લઈને ડેપ્યુટી કમિશનર અને નાયબ મામલતદાર જેવા વહીવટી અધિકારીઓને સોંપવામાં આવી રહી છે.

તેથી બંધારણીય જોગવાઈઓ, કેસોના ભારણ અને વકીલોની કામગીરી પર પડનારી અસર મુદ્દે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

વકીલોએ આ બિલની પુનઃસમીક્ષા કરવા અને સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરીને યોગ્ય સુધારા કરવાની માગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.

સાંજ પડતાં પહેલા આ વિરોધ વચ્ચે સરકારની પણ પ્રતિક્રિયા આવી હતી. જેમાં ગુજરાતના ઍડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોમવારે ગુજરાત હાઇકોર્ટને જણાવ્યું હતું કે ગુજરાત ભાડા બિલ, 2026 પર રાજ્યપાલ સહી નહીં કરે અને રાજ્ય સરકાર મૂળ કાયદાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

ત્યારે જાણીએ કે શું છે સમગ્ર મામલો અને વકીલોએ કેમ વિરોધ કર્યો હતો.

વકીલોએ વિરોધપ્રદર્શન કેમ કર્યું હતું?

ગુજરાત ભાડા વિધેયક 2026 સામે અમદાવાદ સહિત રાજ્યભરના વકીલોના વિરોધ પ્રદર્શન, સરકારે આપી આ પ્રતિક્રિયા

‘ગુજરાત ભાડા બિલ, 2026’ની જોગવાઈના વિરોધમાં ગુજરાતભરના વકીલોએ બે દિવસના કોર્ટ કામથી દૂર રહેવાના વિરોધમાં આ હડતાળ પાડી હતી, જે ભાડા સંબંધિત વિવાદોના નિર્ણયને કોર્ટથી મહેસૂલ અધિકારીઓને ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરે છે.

અમદાવાદની ભદ્ર સિટી સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં રાજેન્દ્ર ગુર્જર બીબીસી ગુજરાતીને જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા ભાડા વિધેયક કલમ 2026 નવું પસાર કર્યું છે, જે હાલ રાજ્યપાલની સહી માટે રોકાયેલું છે. આ બાબતે અમે વિરોધ કરી રહ્યા છીએ.

“આમાં જે તકલીફ છે, તે મૂળ ન્યાયિક અધિકારી પાસેથી સત્તા લઈને નાયબ કમિશનર, કમિશનર તથા નાયબ મામલતદાર મારફતે કરવામાં આવે છે, જેના કારણે ભાડવાતોને ઘણી મુશ્કેલીઓ પડે છે, મકાનમાલિકને પણ પડે છે.

તેઓ કહે છે, “અમારી લડાઈ એટલી જ છે કે આ વિધેયકમાં સુધારો કરવામાં આવે.”

તેમણે ઉમેર્યું કે સરકાર કોઈ નવું વિધેયક લાવે એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ સુધારો કરીને આની જે સત્તા છે, તે ન્યાયિક અધિકારી પાસે જ રાખો, જેથી આ પ્રક્રિયા સાવ સરળ બને”

તેઓ કહે છે, “કમિશનર અને નાયબ કમિશનર વહીવટી અધિકારી છે, કોઈ કાયદાના નિષ્ણાત નથી. તેમને ન્યાયિક પ્રમાણના કાયદામાં કયા દસ્તાવેજ પ્રમાણ રજૂ કરવા અને તેના પર આનો ઉકેલ કેવી રીતે લાવવો તેનો ખ્યાલ નથી હોતો.”

કોર્ટ પર કેસનું ભારણ વધુ હોય છે તેવા સંજોગોમાં આવા નિર્ણય શું ન્યાયતંત્ર પરના ભારણને હળવું કરી શકે કે કેમ તે બાબતમાં રાજેન્દ્ર ગુર્જર જણાવે છે, “કેસોનો બોજ ઓછો કે વધારે છે, એનો અર્થ એ નથી કે વકીલને સંપૂર્ણ રીતે આમાંથી બહાર કરી દેવા.”

“ઉદાહરણ તરીકે, હૂંડિયામણ અધિનિયમ હેઠળના કેસ વધુ છે, તો તેમના માટે વિશેષ અદાલત સ્થાપિત કરવામાં આવી છે. તેમાં એવું નથી કરવામાં આવ્યું કે વકીલોને બહાર કરી દેવામાં આવ્યા હોય.”

તેમના મતે, “આ જ રીતે વકીલોનું શોષણ થાય છે, તેમની સાથે અન્યાય છે. આ ન થવું જોઈએ.”

અમદાવાદ બાર ઍસોસિયેશનનાં ખજાનચી વકીલ બેલા પંડ્યા કહે છે કે જો કોર્ટનું ભારણ ઓછું કરવું હોય તો જજની અને સ્ટાફની સંખ્યા કેમ વધારતા નથી અને એ વધારે તો કોર્ટનું ભારણ ઓછું થઈ શકે છે.

ગુજરાત ભાડા વિધેયક 2026 સામે અમદાવાદ સહિત રાજ્યભરના વકીલોના વિરોધ પ્રદર્શન, સરકારે આપી આ પ્રતિક્રિયા

આંદોલન કરી રહેલા વકીલ રિઝવાન શેખ કહે છે કે “જે વ્યવસ્થા પહેલાં ન્યાયિક અધિકારીઓ પાસે હતી, ન્યાયાલય પાસે હતી, તેને ન્યાયાલયમાંથી હઠાવીને વહીવટી વ્યવસ્થામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. તે બંધારણીય નથી અને બધી બાબતો વહીવટી અધિકારી જાણતા નથી.”

“તેથી જે હિતધારકોને પૂછવું જોઈએ, ત્યાર બાદ કોઈ કાયદો અમલમાં મૂકવો જોઈએ.”

વકીલ ઝલકનું માનવું છે કે આના કારણે ભ્રષ્ટાચાર વધવાની શક્યતા વધી જાય છે.

તેઓ કહે છે, “કલેક્ટરને આ વાતનું જ્ઞાન ન હોય અને સીધી રીતે એ સત્તા સીધી એમને આપી દેવામાં આવે તો પછી વકીલોના વ્યવસાય પર પણ અસર પડે.”

માનસી પ્રજાપતિનો દાવો છે કે “આ કાયદો જ્યારે સરકાર પાસે મુકાયો ત્યારે સરકારે કોઈ સલાહ લીધી નથી, અમારા ત્રણ-ત્રણ વકીલ જે ધારાસભ્ય છે એમને પણ એ લોકોએ જાણ નથી કરી અને ક્યારેય ચર્ચામાં બોલાવ્યા નથી અને પોતાની રીતે કાયદો બનાવી અને પોતાની રીતે કાયદો રજૂ કરી દીધો.”

તો અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર ઍસોસિયેશન જુનિયર કારોબારી સભ્ય વકીલ સતીશ પટેલે કહ્યું હતું કે ગુજરાતભરના વકીલોએ અચોક્કસ મુદતની હડતાળનું આયોજન કર્યું હતું, જો સુખદ સમાધાન નહીં આવે તો આગળની લડાઈ વકીલો લડવા તૈયાર જ છે.

આ નવા ગુજરાત રેન્ટ બિલ 2026માં શું શું સુધારા છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS