Source : BBC NEWS
ગુજરાતનું એ ગામ જે ‘શિક્ષક-શિક્ષિકાની ખાણ’ તરીકે ઓળખાય છે
પ્રકાશિત
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ચાપલધરા ગામ એક અનોખી ઓળખ ધરાવે છે. ચાપલધરા ગામની કૂલ વસતીના 30 ટકાથી વધુ લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે.
આ ગામમાં પ્રાથમિક શાળાથી લઈને કોલેજ અને વિવિધ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક, શિક્ષિકા કે અધ્યાપક તરીકે ફરજ બજાવતા અંદાજે 700થી 800 જેટલા શિક્ષકો હોવાનું ગામલોકોનું કહેવું છે.
ખાસ વાત એ છે કે અનેક પરિવારો ત્રણ પેઢીથી શિક્ષણ સેવા આપી રહ્યા છે. જ્યારે કેટલાક પરિવારોમાં મોટાભાગના સભ્યો શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ત્યારે, કેમ આ ગામના લોકો શિક્ષણનો વ્યવસાય પસંદ કરે છે અને બીજી શું ખાસ વાતો છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




