Home તાજા સમાચાર gujrati ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત, છેલ્લી રીલમાં જિંદગી વિશે શું કહ્યું...

‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત, છેલ્લી રીલમાં જિંદગી વિશે શું કહ્યું હતું?

4
0

Source : BBC NEWS

ચંદન રાઠોડ બીબીસી ગુજરાતી ચંદન રાઠોડ એ વાવ-થરાદના જાણીતા ઇન્ફ્લુએન્સર હતા ગુજરાત બનાસકાંઠા ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ

ઇમેજ સ્રોત, Chandan Rathod/FB

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

‘જેનો ભરોસો નથી એનું નામ છે જિંદગી, જેનો સોએ સો ટકા ભરોસો નથી એનું નામ છે મોત…’

તાજેતરમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડે તેમના ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી છેલ્લી રીલમાં કંઈક આમ કહ્યું હતું.

એ શબ્દો જાણે કે સાચા પડ્યા અને ચંદન રાઠોડનું ગઈકાલે 17 સપ્ટેમ્બરે અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું.

ભાભરમાં બે મોટરસાઇકલનો અકસ્માત થયો હતો જેમાં તેમનું મૃત્યુ થયું છે.

ચંદન રાઠોડ એ વાવ-થરાદના જાણીતા ઇન્ફ્લુએન્સર હતા અને તેઓ સોશિયલ મીડિયામાં ‘ગુજ્જુ લવગુરુ’ના હુલામણા નામે જાણીતા હતા. તેમના વીડિયો સોશિયલ મીડિયામાં લાખો લોકો દ્વારા જોવાતા હતા.

અકસ્માતની ઘટનામાં થયું મોત

ચંદન રાઠોડના એક વીડિયોનું દૃશ્ય (નીચેની હરોળમાં ડાબેથી બીજા) ચંદન રાઠોડ બીબીસી ગુજરાતી ચંદન રાઠોડ એ વાવ-થરાદના જાણીતા ઇન્ફ્લુએન્સર હતા ગુજરાત બનાસકાંઠા ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ

ઇમેજ સ્રોત, Chandan Rathod/FB

બનાસકાંઠાથી બીબીસી સહયોગી પરેશ પઢિયારે આપેલી માહિતી અનુસાર, ભાભર નજીક માર્ગ અકસ્માતમાં તેમનું મોત થયું છે.

તેમના નજીકના મિત્રોએ જણાવ્યું એ અનુસાર, ચંદન રાઠોડનો છેલ્લો વીડિયો પણ તેમની ટીમ સાથે શૂટ થયો હતો.

શૂટિંગ પૂર્ણ કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર નજીક અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ ચંદન રાઠોડના મૃતદેહને તેમના વતન સુઈગામ ખાતે લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર પણ ભાભર સરકારી હૉસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં અને પરિવારજનો તથા ચાહકો સાથે મુલાકાત કરી હતી.

સંઘર્ષથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સુધી

તેમના કેટલાક વીડિયો અને યુટ્યૂબ પર હજારો વ્યૂ ચંદન રાઠોડ બીબીસી ગુજરાતી ચંદન રાઠોડ એ વાવ-થરાદના જાણીતા ઇન્ફ્લુએન્સર હતા ગુજરાત બનાસકાંઠા ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ

ઇમેજ સ્રોત, Youtube

ચંદન રાઠોડના મિત્રો અને પરિવારજનોએ જણાવ્યા અનુસાર તેમના જીવનનો શરૂઆતનો તબક્કો અતિશય સંઘર્ષભર્યો રહ્યો હતો.

તેમના એક મિત્રએ જણાવ્યા અનુસાર, ” પરિવારની સ્થિતિને કારણે ચંદન રાઠોડ નોકરી કરવા મોરબી ગયા. પણ ત્યાં સારો પગાર ન મળ્યો તો પાછા આવ્યા. ધીમેધીમે વીડિયો બનાવવાના શરૂ કર્યા અને કૉમેડી કરીને લોકોને હસાવતા હતા અને એમાંથી ધીમેધીમે પ્રસિદ્ધ થયા.

તેમના એક મિત્ર ભરતસિંહ રાજપૂતે જણાવ્યા અનુસાર, “તેમના પિતા કોઈના ખેતરમાં અમુક ભાગ લઈને મજૂરી-ખેતી કરતા હતા. એટલે પરિવારની સ્થિતિ સારી નહોતી. પરંતુ ચંદનને ઇન્સ્ટાગ્રામમાં લાઇક, ફૉલોઅર્સ મળવા લાગ્યા પછી થોડી કમાણી થવા લાગી.”

ચંદન રાઠોડના ઇન્સ્ટાગ્રામ પર 19 લાખ ફૉલોઅર્સ અને ફેસબુક પર 1.92 લાખ ફૉલોઅર્સ હતા. ‘વાહતો વાડી’ નામે તેમની યુટ્યૂબ ચૅનલ હતી.

આ યુટ્યૂબ ચૅનલમાં તેમના લાંબા કૉમેડી વીડિયો પણ મુકાતા હતા.

‘કાનુડો રમવા જવા દો’, ‘ઉધાર બંધ’, ‘દુબઈનો કડિયો’ જેવા ટાઇટલ સાથે તેમણે અનેક કૉમેડી વીડિયો બનાવ્યા હતા.

તેઓ આગવી શૈલીમાં આ વીડિયોમાં કૉમેડી કરીને લોકોને હસાવતા હતા.

તેમના મૃત્યુ પછી તેમના પરિવારમાં દીકરી અને દીકરો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS