Source : BBC NEWS
ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી, ઑક્ટોબરમાં કેવું રહેશે હવામાન?
પ્રકાશિત
દેશમાંથી ચોમાસાની વિદાય હવે આગળ વધતી જાય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ રોજેરોજ ઘટતો જાય છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ વરસાદ પડ્યો છે. કોઈ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ છાંટા પડ્યા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સૂકું રહ્યું છે.
હાલમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા પરથી ચોમાસાની વિદાયની લાઈન પસાર થાય છે.
દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા પર એક ડીપ ડિપ્રેશન સર્જાયું હતું જે 10 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે અને ઓડિશાના રાયગઢથી 60 કિમી દૂર તથા આંધ્ર પ્રદેશના કલિંગાપટનમથી 90 કિમી દૂર સ્થિત છે. આગામી ચોવીસ કલાકમાં તે નબળું થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
વીડિયો- દીપક ચુડાસમા
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




