Home તાજા સમાચાર gujrati જમુઈમાં જ્યાં સગીરા સાથે યૌન શોષણ થયું ત્યાંના લોકો શું કહે છે?

જમુઈમાં જ્યાં સગીરા સાથે યૌન શોષણ થયું ત્યાંના લોકો શું કહે છે?

4
0

Source : BBC NEWS

જમુઈમાં જ્યાં સગીરા સાથે યૌન શોષણ થયું ત્યાંના લોકો શું કહે છે?

પ્રકાશિત

બિહારના જમુઇ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ટોળાએ રસ્તાની વચ્ચે બે સગીરોને ઘેરી લીધા હતા અને તેમના પર હિંસા અને જાતીય હુમલો કર્યો હતો.

બિહાર પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ સમયે જમુઇના આ વિસ્તારમાં વાતાવરણ કેવું છે અને ત્યાંના લોકો આ ઘટના પર શું કહી રહ્યા છે?

બિહાર પોલીસ અનુસાર 19 તારીખના એક સગીર વિદ્યાર્થિની પોતાના વિદ્યાર્થી મિત્ર સાથે જમુઈમાં ઘટનાસ્થળની પાસે ફોટો લેવા માટે ગઈ હતી. તે સમયે કેટલાક સગીર વિદ્યાર્થીઓ અને યુવક ત્યાં પહોંચ્યા અને સગીરા સાથે છેડતી કરી.

સોમવારના બિહારના જમુઈનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એક સ્કૂટર પર બેઠાં છે અને યુવકોની ભીડે તેમને ઘેરી લીધા છે. ભીડ તેમને સવાલ કરી રહી છે કે સાંજે આ બંને ત્યાં શું કરી રહ્યાં છે.

આ દરમ્યાન વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થી યુવકોના જૂથથી વિદ્યાર્થિનીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

બિહાર, જમુઈ, જાતીય ઉત્પીડન, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS