Home તાજા સમાચાર gujrati નેપાળ : અડધોઅડધ પુલ વહી ગયો, અચાનક આવેલા પૂરે મચાવેલી ભયાનક તબાહીની...

નેપાળ : અડધોઅડધ પુલ વહી ગયો, અચાનક આવેલા પૂરે મચાવેલી ભયાનક તબાહીની ડ્રોન તસવીરો

4
0

Source : BBC NEWS

નેપાળામાં ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂરના પગલે નુવાકોટમાં વ્યાપક વિનાશનું હવાઈ દૃશ્ય, 26 ઑગસ્ટ, 2026

ઇમેજ સ્રોત, Ambir Tolang/NurPhoto via Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

નેપાળની ભોટેકોશી નદીમાં બુધવારે અચાનક આવેલા પૂરે ત્રણ જિલ્લામાં ભારે તબાહી મચાવી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કમસે કમ 157 લોકોનાં મોત થયાં છે, જ્યારે સુરક્ષા દળોના જવાનો અને વિદેશી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ છે.

આ આપત્તિના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. તાજેતરનાં વર્ષોમાં નેપાળમાં આવેલી આ સૌથી ભયાનક આપત્તિઓમાંની એક માનવામાં આવે છે.

પૂર ત્યારે આવ્યું હિમસ્ખલનના કારણે ભોટેકોશીની ઉપનદી લ્હેન્દેનો પ્રવાહ અવરોધાઈ ગયો હતો.

ત્યાર બાદ પૂરનું પાણી સૌથી પહેલા ચીનની સરહદ નજીક આવેલા રસુવાગઢી પાસેના તિમુરે વિસ્તારમાં પહોંચ્યું.

સેંકડો લોકો વસવાટ કરતા આ વિસ્તારનો મોટો ભાગ પાણીમાં તણાઈ ગયો અને બાદમાં પૂરનું પાણી ઝડપથી નીચે તરફ વહી ગયું.

ડ્રોનથી લેવાયેલી તસવીરમાં જોવા મળે છે કે ત્રિશૂલી નદીમાં આવેલા ભારે પૂર બાદ નદીના કિનારે કેવી તબાહી થઈ છે. પૂરને લીધે અહીં મકાનો અને માળખાકીય સુવિધાને મોટું નુકસાન થયું છે

ઇમેજ સ્રોત, Skanda Gautam/SOPA Images/LightRocket via Getty Images

આ વિસ્તારમાં વરસાદની કોઈ માહિતી નહોતી, તેથી પૂર આવ્યું ત્યારે લોકો પોતાનાં રોજિંદાં કામકાજમાં વ્યસ્ત હતા.

વડા પ્રધાન કાર્યાલયે જાહેર કરેલા નિવેદન મુજબ, “391 વિદેશી નાગરિકો અને 44 સુરક્ષા કર્મચારીઓ સહિત સેંકડો લોકો ગુમ છે.”

નેપાળ પ્રવાસન બોર્ડે ટૂર ઑપરેટરોને ટાંકીને જણાવ્યું છે કે ગુમ થયેલા ભારતીયોમાંથી મોટા ભાગના કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા યાત્રીઓ હતા.

26 ઑગસ્ટ, 2026ના રોજ નેપાળમાં અચાનક આવેલા પૂર બાદ મોટું નુકસાન થયું છે. ક્ષતિગ્રસ્ત સંપત્તિ અને રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે

ઇમેજ સ્રોત, Reuters

નેપાળના ગૃહ મંત્રાલયે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે રસૂવાગઢી, તિમુરે, સ્યાફ્રૂબેસી અને મૈલુંગના અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાના તેમજ ખાનગી હેલિકૉપ્ટરોથી બચાવ કામગીરી ચાલુ છે.

મંત્રાલયે જણાવ્યું કે સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓને આગામી ત્રણ મહિના માટે ‘આપત્તિ સંભાવિત વિસ્તાર’ જાહેર કરવાનો નિર્ણય પણ લીધો છે.

વિદેશમંત્રી ખનાલે જણાવ્યું કે રસૂવા જિલ્લામાં આવેલા પૂરના કારણે “રાષ્ટ્રીય આપત્તિ જેવી સ્થિતિ” ઊભી થઈ છે.

26 ઑગસ્ટ, 2026ના રોજ નેપાળના નુવાકોટમાં ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂરના પગલે થયેલા નુકસાનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ દૃશ્ય જોવા મળે છે. આ પૂરના લીધે અહીં આવેલાં ઘરો, માર્ગો, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે હજુ પણ ઘણા લોકો ગુમ છે

ઇમેજ સ્રોત, Ambir Tolang/NurPhoto via Getty Images

ડ્રોનથી લેયાવેલું દૃશ્ય. 27 ઑગસ્ટ, 2026ના રોજ નેપાળના નુવાકોટ જિલ્લાના ત્રિશૂલી નદી વિસ્તારમાં આવેલા અચાનક પૂરના પગલે કાદવથી ઢંકાયેલી મિલકતો જોવા મળે છે

ઇમેજ સ્રોત, Reuters

ડ્રોનથી લેવાયેલી તસવીરમાં પૂર બાદ તોફાને ચડેલી ત્રિશૂલી નદીના કિનારે નુકસાન પામેલી ઇમારતો અને માળખાકીય સુવિધાઓનું હવાઈ દૃશ્ય. આ અચાનક આવેલું પૂર ઉપરવાસની લ્હેન્દે નદીમાં તિબેટી વિસ્તારમાં બરફ અને ખડકોના હિમસ્ખલનના કારણે આવ્યું હતું

ઇમેજ સ્રોત, Reuters

ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓના કિનારાના વિસ્તારોમાં હજુ પણ જોખમ યથાવત્ છે અને નુવાકોટ, ધાડિંગ, ગોરખા અને ચિતવન જિલ્લાઓના નદીકાંઠા અને તટીય વિસ્તારોમાં રહેતા લોકોને અત્યંત સતર્ક રહેવાની અપીલ કરી છે

ઇમેજ સ્રોત, Reuters

26 ઑગસ્ટ, 2026ના રોજ નેપાળના નુવાકોટ જિલ્લામાં આવેલા પૂરમાં પુલનો કેટલોક ભાગ તૂટી ગયો હતો

ઇમેજ સ્રોત, Sunil Pradhan/Anadolu via Getty Images

નેપાળ-ચીન સરહદ નજીકના અનેક નીચાણવાળા જિલ્લાઓ આ પૂરથી પ્રભાવિત થયા છે. અધિકારીઓનું કહેવું છે કે જાનમાલને ખૂબ મોટું નુકસાન થયું છે, પરંતુ હાલ તેની ચોક્કસ ગણતરી શક્ય નથી

ઇમેજ સ્રોત, EPA

ભોટેકોશી નદીના કિનારે આવેલા રસૂવા અને નુવાકોટ જિલ્લાઓની અનેક વસાહતો સૌથી વધુ અસરગ્રસ્ત બની છે

ઇમેજ સ્રોત, Reuters

વર્ષ 2015ના વિનાશક ભૂકંપ બાદ નેપાળમાં આવેલી આ સૌથી ભયાનક આપત્તિ ગણાય છે. તે ભૂકંપમાં અંદાજે 9,000 લોકોના જીવ ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS