Home તાજા સમાચાર gujrati ‘મેં ગર્લફ્રૅન્ડ પાછળ અંદાજે 3.5 કરોડ ખર્ચી નાખ્યા, હવે પાછા અપાવો’, બ્રેકઅપ...

‘મેં ગર્લફ્રૅન્ડ પાછળ અંદાજે 3.5 કરોડ ખર્ચી નાખ્યા, હવે પાછા અપાવો’, બ્રેકઅપ બાદ કોર્ટમાં કેસ પહોંચ્યો

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સિંગાપોર કોર્ટ ભૂતપૂર્વ ગર્લફ્રૅન્ડ પ્રેમ જજ ન્યાયાધીશ

ઇમેજ સ્રોત, Getty Images

સિંગાપુરની એક વ્યક્તિએ પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રૅન્ડ પાછળ ખર્ચ કરેલા કરોડો રૂપિયા પાછા મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો, પરંતુ તેમાં તેમની હાર થઈ છે.

ચંદર અગ્રવાલ નામની વ્યક્તિએ પોતાની ભૂતપૂર્વ ગર્લફ્રૅન્ડ ફેલિસિયા લી પાછળ 3.69 લાખ ડૉલર (લગભગ 3.52 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા, જે તેમણે “પોતાની મરજીથી” ખર્ચ્યા હતા તેમ સિંગાપુર હાઇકોર્ટે જણાવ્યું હતું.

સિનિયર જજ લી સિઉ કિને કહ્યું કે, અગ્રવાલ પોતાની ગર્લફ્રૅન્ડ સાથે રહેવા લાગ્યા તે પહેલાંથી જ લીને “મોંઘી ભેટસોગાદોથી નવાજવાની સાતત્યપૂર્ણ પૅટર્ન” દર્શાવી હતી.

ચંદર અગ્રવાલ એક લૉજિસ્ટિક્સ કંપનીના સીઇઓ છે અને 2029માં એક વિમાન પ્રવાસ દરમિયાન ફ્લાઇટ એટેન્ડન્ટ ફેલિસિયા લી સાથે સંપર્કમાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2022થી ડિસેમ્બર 2023 સુધી તેઓ રોમૅન્ટિક સંબંધમાં હતા.

પ્રેમમાં મોહિત થઈ મોંઘી ભેટસોગાદો આપી

બીબીસી ગુજરાતી સિંગાપોર કોર્ટ ભૂતપૂર્વ ગર્લફ્રૅન્ડ પ્રેમ જજ ન્યાયાધીશ

ઇમેજ સ્રોત, Getty Images

અગ્રવાલને પોતાની ગર્લફ્રૅન્ડનું અન્ય જગ્યાએ અફેર છે તેવી શંકા ગયા પછી તેમના સંબંધો તૂટી ગયા હતા.

અગ્રવાલે માર્ચ 2024માં કેસ કર્યો હતો. તેમણે દલીલ કરી કે લીએ તેમની રિલેશનશિપ દરમિયાન તેમની પાસેથી “અનેક વખત વગર વ્યાજે નાણાં” માગ્યા હતા.

તેમણે દાવો કર્યો કે તેમાં 2.06 લાખ સિંગાપુર ડૉલરના ક્રેડિટ કાર્ડ ચાર્જ, 1.29 લાખ સિંગાપુર ડૉલરનો વિદેશ પ્રવાસનો ખર્ચ, પોતાના એપાર્ટમેન્ટ માટે એક ફૅંગશૂઈ માસ્ટર રાખવાનો 17 હજાર સિંગાપુર ડૉલરનો ચાર્જ અને ગર્લફ્રેન્ડના જીવન વીમા પ્રીમિયમ માટે 20 હજાર સિંગાપુર ડૉલરનો સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ ગર્લફ્રૅન્ડ લીએ દલીલ કરી કે આ બધાં નાણાં ઉછીનાં નહોતાં આપ્યાં, પરંતુ “પ્રેમ અને લાગણીના કારણે આપેલી ભેટસોગાદો” હતાં.

કોર્ટનું રસપ્રદ તારણ

બીબીસી ગુજરાતી સિંગાપોર કોર્ટ ભૂતપૂર્વ ગર્લફ્રૅન્ડ પ્રેમ જજ ન્યાયાધીશ

ઇમેજ સ્રોત, Getty Images

હાઇકોર્ટના જજ લી સાથે સહમત થયા અને કહ્યું કે અગ્રવાલના કેસમાં દસ્તાવેજી પુરાવાનો અભાવ છે. જેમ કે, લીએ ઉછીનાં નાણાં માગ્યાં હોય અને તેને આ નાણાં મળ્યાં હતાં તેવા પુરાવા નથી અપાયા.

જજે કહ્યું કે, “મારી સમક્ષ રજૂ થયેલા પુરાવા સ્પષ્ટ દર્શાવે છે કે પ્રતિવાદી (લી)થી મોહિત થયેલા દાવેદાર (અગ્રવાલ)એ પોતાના સંબંધો દરમિયાન તેમને મોંઘી ભેટસોગાદોથી નવાજ્યાં હતાં.”

“કમનસીબે જ્યારે સંબંધો તૂટ્યા ત્યારે (અગ્રવાલ) ઉશ્કેરાયા અને તેમણે તેમની પાસેથી નાણાં કઢાવવાનો નિર્ણય લીધો.”

જજે નોંધ્યું કે “અગ્રવાલ સ્પષ્ટપણે આર્થિક રીતે સધ્ધર અને મોંઘા શોખ ધરાવતી વ્યક્તિ” હતા, જે લીથી તદ્દન વિપરીત હતું, કારણ કે લી “તે શ્રેણીમાં આવતાં નહોતાં.”

જજે કહ્યું કે, લીએ ઘણા ટૅક્સ્ટ મૅસેજમાં “(અગ્રવાલ) દ્વારા મોંઘી ભેટોનું સૂચન કરવામાં આવ્યું ત્યારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, અને ઘણી વખત તે ભેટો સ્વીકારવા બાબતે પોતાની સહજ અનિચ્છા પણ દર્શાવી હતી.”

પોતાના લેખિત ચુકાદાના સમાપનમાં કોર્ટે અંગ્રેજ નાટ્યકાર વિલિયમ કોંગ્રીવને ટાંક્યા હતા, જેમણે તેમના ટ્રેજેડી-સેટાયર નાટક ‘ધ મૉર્નિંગ બ્રાઇડ’માં લખ્યું હતું કે, “પ્રેમ જ્યારે નફરતમાં બદલાય ત્યારે તેના જેવો બીજો કોઈ રોષ નથી હોતો, અને સ્ત્રી ગુસ્સે ભરાય ત્યારે તેના જેવો બીજો કોઈ ક્રોધ નથી હોતો.”

તેમણે કહ્યું કે, “આવી લાગણીઓ એ માત્ર એક જેન્ડરનો ઈજારો નથી.”

પ્રેમ સંબંધ જ્યારે તૂટે ત્યારે…

બીબીસી ગુજરાતી સિંગાપોર કોર્ટ ભૂતપૂર્વ ગર્લફ્રૅન્ડ પ્રેમ જજ ન્યાયાધીશ

ઇમેજ સ્રોત, Getty Images

2023ની શરૂઆતમાં સિંગાપુરની અન્ય એક વ્યક્તિએ પોતાના પ્રેમને નકારનાર એક મહિલા સામે કુલ 30 લાખ સિંગાપુર ડૉલરના બે કેસ ફાઇલ કર્યા હતા.

કે. કૌશિગને દાવો કર્યો હતો કે નોરા ટાનના ઇનકારને કારણે તેમને માનસિક આઘાત લાગ્યો હતો અને તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી.

સિંગાપુરની અદાલતોએ તેમના દાવાઓ ફગાવી દીધા હતા. ત્યાર બાદ ટાને કૌશિગન સામે વળતો દાવો કર્યો હતો. તેમણે કૌશિગન દ્વારા કથિત રીતે કરવામાં આવેલી સતામણી સામે પોતાનો બચાવ કરતી વખતે થયેલા ખર્ચની વસૂલાત કરવાની માગ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS