Home તાજા સમાચાર gujrati લદ્દાખની એ યુવતીઓ જે લોકોને બ્રહ્માંડ બતાવે છે

લદ્દાખની એ યુવતીઓ જે લોકોને બ્રહ્માંડ બતાવે છે

5
0

Source : BBC NEWS

લદ્દાખની એ યુવતીઓ જે લોકોને બ્રહ્માંડ બતાવે છે

પ્રકાશિત

આ ચાર મહિલાઓ આ દુનિયાના લોકોને પૃથ્વીની બહારના બ્રહ્માંડનો પરિચય કરાવે છે.

લદ્દાખમાં આવેલું હાનલે ભારતનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ એટલે કે ઇન્ડિયન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી પણ છે.

હાનલેની આસપાસનો 22 કિલોમીટર ત્રિજ્યામાં આવેલો વિસ્તાર આ ડાર્ક સ્કાય રિઝર્વ હેઠળ આવે છે.

તેનો હેતુ ઍસ્ટ્રો ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને તારાઓ જોવા માટે આ સ્થાનની વિશિષ્ટતાને જાળવવાનો છે.

લદ્દાખના યુનિયન ટેરિટરી વહીવટીતંત્ર અને બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રોફિઝિક્સ જે હાનલેમાં આવેલી હિમાલયન ચંદ્ર ટેલિસ્કોપનું સંચાલન કરે છે તેમણે હાનલે અને આસપાસ વિસ્તારોના કુલ 24 યુવક અને યુવતીઓને તારાઓનું અવલોકન કરવાની તાલીમ આપી, તેમાં 18 યુવતીઓ હતી.

લદ્દાખમાં એસ્ટ્રો એમ્બેસેડર લોકોને કેવી રીતે બ્રહ્માંડ બતાવે છે?

ઇમેજ સ્રોત, tsering dolker

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS